Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગોપાલ ઇટાલીયાએ આપેલી માહિતી મુજબ, 8 માર્ચે ગાંધીનગરના રામકથા મેદાનમાં "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" ના સમાપન પ્રસંગે કેજરીવાલ વિશાળ જનસભાને સંબોધશે અને ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવશે. ત્યારબાદ 9 માર્ચે સુરતના ગોથાણ ખાતે ભવ્ય ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન યોજાશે, જેમાં દક્ષિણ ગુજરાતના અંદાજે 25,000 કાર્યકરો હાજર રહેશે. આ પ્રવાસ દ્વારા AAP ગુજરાતમાં સંગઠન અને ખેડૂત લક્ષી મુદ્દાઓ પર ભાર મૂકી રહી છે.

Ahmedabad March 07, 2026
ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

ગુજરાતના રણે ચઢશે કેજરીવાલ: આજથી બે દિવસીય પ્રવાસ, ગાંધીનગર અને સુરતમાં ગજવશે સભા

અમદાવાદ / સુરત / જૂનાગઢ / ગાંધીનગર / ગુજરાત : આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિડિયોના માધ્યમથી અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસની માહિતી આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી ઇસુદાનભાઇ ગઢવી અને પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો” યાત્રા ચાલી રહી છે. ગામડે ગામડે આ યાત્રાને વિશાળ જનપ્રતિસાદ મળી રહ્યો છે. જે રીતે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ સિંચાઈનું પાણી, વીજળી, ખાતર, જમીન મહેસૂલની બાબતો હોય કે ટેકાના ભાવે ખરીદી હોય, બિયારણની બાબત હોય આ તમામ ક્ષેત્રોમાં ખેડૂત દુખી છે. ત્યારે પરિવર્તન એ જ એક ઉપાય છે. પરિવર્તન લાવવાથી જ ગુજરાતના ગામડાં, ખેતી, ખેડૂત અને ખેતી મજૂરોનુ ભલુ થશે,એવો સંદેશ લઈને ઇસુદાન ગઢવી અને પ્રવીણભાઇ રામ જે યાત્રા લઈને નીકળ્યા છે, એ યાત્રાનું સમાપન આવતીકાલે એટલે કે ૮ માર્ચ ૨૦૨૬ના રોજ ગાંધીનગર ખાતે રામકથા મેદાનમાં થવાનું છે. ગાંધીનગર ખાતે બપોરે ત્રણ વાગ્યે અરવિંદ કેજરીવાલજી ઉપસ્થિત રહીને ગુજરાતના ગામડાં, ખેતી, ખેડૂત અને ખેત મજૂરો વિશે માર્ગદર્શન આપશે અને આમ આદમી પાર્ટીના સંઘર્ષને રજૂ કરશે. ખૂબ વિશાળ સંખ્યામાં ગુજરાતભરમાંથી ખેડૂતો અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે.

આ ઉપરાંત ૯ માર્ચના રોજ સુરતના મોટા વરાછા પાસે ગોથાણ ગામમાં અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં બપોરે ત્રણ વાગ્યે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓની હાજરીમાં ક્ષેત્રીય બુથ કાર્યકર સંમેલન યોજાવાનું છે. આમ આદમી પાર્ટીએ ડોર-ટુ-ડોર પ્રચાર, નાની નાની જનસભાઓ, મોહલ્લા સભાઓ, મિટિંગો અને સોશિયલ મીડિયા કેમ્પેઇન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા પાર્ટીએ સંગઠનની વિશાળ તાકાત ઊભી કરી છે. નેટવર્કના માધ્યમથી બુથ લેવલના કાર્યકરો પાર્ટી નિર્માણ કરી રહ્યા છે. ત્યારે આ સંમેલનમાં અંદાજે વીસથી પચ્ચીસ હજાર જેટલા બુથ કાર્યકરો હાજર રહેશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી ખૂબ વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે. આ કાર્યક્રમમાં સૌને ઉપસ્થિત રહેવાની વિનંતી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ
ahmedabad
March 07, 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે AAP એક્શન મોડમાં: 10 માર્ચથી શરૂ થશે ઉમેદવાર પસંદગીનો ધમધમાટ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીએ ઉમેદવાર પસંદગીની પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું કે 10 થી 15 માર્ચ દરમિયાન જિલ્લા અને લોકસભા સ્તરે દાવેદારો સાથે બેઠકો યોજાશે.

સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ
surendranagar
March 07, 2026

સુરેન્દ્રનગરના ચાચકા ગામમાં AAPની ભવ્ય સભા: ખેડૂતો અને યુવાનોના હક્ક માટે લડતની હાકલ

આમ આદમી પાર્ટીની "પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા" સુરેન્દ્રનગરના ચાચકા ગામ પહોંચી હતી, જ્યાં ઇસુદાન ગઢવી, પ્રવીણ રામ અને મનોજ સોરઠીયાની ઉપસ્થિતિમાં વિશાળ સભા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં બોટાદ-હડદડ કાંડમાં જેલવાસ ભોગવીને આવેલા ખેડૂતોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 

પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં
punjab
March 06, 2026

પંજાબ સરકારની મોટી ભેટ: વીજળીના દરમાં પ્રતિ યુનિટ ₹1.50 સુધીનો ઘટાડો, જનતાને બખ્ખાં

પંજાબમાં ભગવંત માન સરકાર દ્વારા વીજળીના દરમાં ઐતિહાસિક ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રના પ્રથમ દિવસે સરકારે ઘરેલુ ગ્રાહકો માટે પ્રતિ યુનિટ ₹1.50, વાણિજ્યિક એકમો માટે 79 પૈસા અને ઉદ્યોગો માટે 74 પૈસા સુધીનો ઘટાડો જાહેર કર્યો છે. નવા દરો 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે, જેનાથી રાજ્યના ગ્રાહકોને અંદાજે ₹7,851.91 કરોડ ની મોટી રાહત મળશે.

Braking News

ઈન્ડિયા A એ અભિમન્યુ ઈશ્વરનને ઈંગ્લેન્ડ લાયન્સ સામેની મેચ માટે ટીમમાં સામેલ કર્યો
ઈન્ડિયા A એ અભિમન્યુ ઈશ્વરનને ઈંગ્લેન્ડ લાયન્સ સામેની મેચ માટે ટીમમાં સામેલ કર્યો
January 07, 2024

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ઈંગ્લેન્ડ લાયન્સ સામે ભારત A ની આગામી મેચો માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં અભિમન્યુ ઈશ્વરનનો સમાવેશ નોંધપાત્ર છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
વિટામીન A થી ભરપૂર ગાજર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, શિયાળામાં આ શાક અવશ્ય ખાવું જોઈએ
November 13, 2024
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
ચાણક્ય નીતિઃ ભૂલથી પણ આવી છોકરી સાથે લગ્ન ના કરશો, નહીં તો જીવન નર્ક બની જશે
July 26, 2023
"ગોપનીયતા, પ્રગતિ અને બિગ ડેટા: ધ થ્રી-વે ટગ ઓફ વોર"
March 31, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express