કેજરીવાલજી-સિસોદિયાજી નિર્દોષ, ભાજપના જૂઠનો પર્દાફાશ: ગોપાલ રાય
હજારો વખત જૂઠું બોલીને AAPને નષ્ટ કરવાનો પ્રયાસ. કોર્ટે કહ્યું - કોઈ પુરાવો નથી. ગોપાલ રાયે કહ્યું - એજન્સીઓનો દુરુપયોગ કરી સત્તા ટકાવી છે ભાજપે. લોકતંત્ર જીવંત છે.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રભારી ગોપાલ રાયજીએ દિલ્હી અદાલતના ચૂકાદાને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો હતો. મિડિયાને સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે, આજે દિલ્હીની અદાલતે ઐતિહાસિક નિર્ણય આપ્યો છે. જેમ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને સમગ્ર પાર્ટીએ ખોટા કેસો બનાવીને દિલ્હીના ચૂંટાયેલા મુખ્યમંત્રીને જેલમાં મૂક્યા, એવી જ રીતે અમારા સાંસદોને અને AAP ના નેતાઓને ખોટા કથિત “શરાબ ગોટાળા”ના કેસો અને ખોટા પ્રચાર દ્વારા ત્રાસ આપ્યો. અદાલતે પોતાના નિર્ણયમાં સ્પષ્ટ સંદેશ આપ્યો કે સત્ય પરેશાન થઈ શકે છે, પરંતુ પરાજિત નહીં. ભારતના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણીમાં વિજયી થયેલા મુખ્યમંત્રીને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. અદાલતે જણાવ્યું કે CBI દ્વારા અદાલતમાં રજૂ કરેલા રિપોર્ટમાં કોઈ આધાર નથી. આ નિર્ણય પછી સ્પષ્ટ થયું કે BJP ની સરકાર અને પ્રધાનમંત્રી દ્વારા આ ખોટા “શરાબ ગોટાળા”ના કેસો બનાવવામાં આવ્યા, એજન્સીઓનો દુરુપયોગ કરીને બે વર્ષ સુધી AAP ને નષ્ટ કરવાનો પ્રયાસ થયો, નેતાઓને ત્રાસ આપવામાં આવ્યો, જેલમાં મૂકાયા અને ખોટા પ્રચાર દ્વારા સમાજને ભ્રમિત કરવાનો પ્રયાસ થયો. આ ખોટા આરોપો અદાલતના નિર્ણય પછી ખુલ્લા પડ્યા.
ગુજરાત પ્રભારી ગોપાલ રાયએ વધુમાં જણાવ્યું હતું કે AAP તરફથી BJP ને સંદેશ છે કે સરકારે કામ કરવું જોઈએ, સત્તાનો દુરુપયોગ કરીને લોકોનો અવાજ દબાવવો ન જોઇએ. અદાલતના આ નિર્ણયથી સાબિત થાય છે કે ન્યાય જીવંત છે, અને આ નિર્ણય માત્ર AAP માટે નહીં, પણ સમગ્ર લોકશાહી માટે આશાવાદી છે. 2022ની ચૂંટણી દરમિયાન જ્યારે AAP ઝડપી રીતે આગળ વધી રહી હતી, ત્યારે BJP એ ખોટા કેસો બનાવીને નેતાઓને ફસાવવાનો પ્રયાસ કર્યો. CBI દ્વારા કોઈ પણ પુરાવો મળી આવ્યો નહીં, ઘરોમાં તપાસ કરવામાં આવી, બેંક તપાસી,જમીન-જાયદાદના દસ્તાવેજો તપાસ્યા, પરંતુ એક પણ રુપિયો અને કોઈ પણ ખોટી પ્રવૃત્તિ મળી નથી. છતાં નેતાઓને ઝડપી જેલમાં મુકવામાં આવ્યા. આ નિર્ણય સ્પષ્ટ કરે છે કે BJP સરકાર માત્ર એજન્સીઓ અને બંધારણના ઉલ્લંઘનના દુરુપયોગ પર ટકી છે, અને લોકશાહીમાં ન્યાય જીવંત છે. ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ જોવા મળે છે. ખેડૂતો, તાલુકા અધ્યક્ષો અને સ્થાનિક નેતાઓને જેલમાં મૂકવામાં આવ્યા. સત્તાનો દુરુપયોગ કરીને લોકોને મૌન બનાવવાનો પ્રયાસ હવે સફળ નહીં થાય. જયારે સત્તા લોકોના વિશ્વાસથી દૂર જાય છે, ત્યારે BJP એ પોતાના દુરુપયોગ દ્વારા રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે એ વધુ દુર સુધી નહીં ચાલે.
આમ આદમી પાર્ટી ગુજરાત
આજે માત્ર ટ્રાયલમાં નહીં, પરંતુ સીબીઆઈનો કેસ સંપૂર્ણ રીતે ખતમ થયો,આ કેસમાં મને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો : દુર્ગેશ પાઠક AAP
પુરાવાના અભાવે નિર્દોષ જાહેર થતાં AAPમાં નવી ઊર્જા. ચૈતર વસાવાએ કહ્યું - ભાજપના દુરુપયોગ પછી સત્ય જીત્યું, ગુજરાતના કાર્યકરો ઉત્સાહિત. આવનારા દિવસોમાં સત્ય ખુલ્લું પાડીશું.
ભાણખોખરીમાં AAP જનસભા: ઈસુદાન ગઢવીએ કંપનીઓ દ્વારા પોલીસ ભાડે લેવાનો ખુલાસો કર્યો. ફાર્મહાઉસ વેચીને ખેડૂતો-મહિલાઓને મદદ. 8 માર્ચે ગાંધીનગરમાં મહાસંમેલન.