કોટક ગિલ્ટ ફંડઃ કામગીરીના 25 વર્ષોની સફર
ભારતનું પ્રથમ ગિલ્ટ ફંડ ભારતની આર્થિક સિદ્ધિઓની સફરમાં 8.99 ટકાના CAGRની ઊજવણી કરે છે.
મુંબઈ : ભારતના પ્રથમ ગિલ્ટ ફંડ કોટક ગિલ્ડ ફંડે તાજેતરમાં જ 25 વર્ષ પૂરા કર્યા છે. આ ફંડ પ્રારંભ થયો ત્યારથી 25 વર્ષોમાં સોવરેન ક્રેડિટ, રોજબરોજની તરલતા તથા રોકાણકારોને ધિરાણના શૂન્ય નુકસાન સાથેના ત્રિવેણી સંગમને જાળવી રાખ્યો છે. 29 ડિસેમ્બર, 1998માં પ્રારંભ સાથે ગિલ્ટ ફંડે તેની શરૂઆતથી 8.99 ટકાનો કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ (સીએજીઆર) નોંધાવ્યો છે અને બજારની ચડઉતરમાંથી સફળતાપૂર્વક આગળ વધ્યું છે. ભારત જેવા ડાયનેમિક નાણાંકીય ક્ષેત્રે કોટક ગિલ્ટ ફંડ વિકાસના પ્રતીક તરીકે મક્કમ ઊભું છે.
ફંડની સફર ભારતના આર્થિક ઉદારીકરણના પગલે શરૂ થઈ હતી અને છેક ત્યારથી તેણે અનેક વૈશ્વિક તથા સ્થાનિક સ્તરની નાણાંકીય ઉથલપાથલો જેમ કે એશિયન નાણાંકીય કટોકટી, ડોટ-કોમ બબલ, 2008ની વૈશ્વિક નાણાંકીય કટોકટી, 2013માં અમેરિકાના ટ્રેઝરી યિલ્ડમાં થયેલો વધારો અને તાજેતરમાં રોગચાળાના થયેલી આર્થિક ખાનાખરાબી જોઈ છે. આ સમયગાળામાં પણ કોટક ગિલ્ટ ફંડ કેવળ એક સાક્ષી કરતાં વિશેષ રહ્યું છે અને તેણે રોકાણકારોના ભરોસાને જાળવી રાખવાના ધ્યેય સાથે સ્થિરતાથી આગળ વધતું રહ્યું છે.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (કેએમએએમસી)ના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે “25 વર્ષ પહેલા 1998માં લોન્ચ થયા બાદ અમે રોજરોજની તરલતાની સાથે રોકાણકારોને આપવા માટે અનેક રેટ સાયકલ્સ (ગિલ્ટમાં રોકાણ તરીકે ધિરાણનું કોઈ નુકસાન થયું નથી) જોઈ છે. કોટક ગિલ્ટ ફંડ એ સોવરેન ક્રેડિટ, ડેઈલી લિક્વિડિટી અને રોકાણકારોને સેવાઓ પૂરી પાડવાના 25 વર્ષનો ત્રિવેણી સંગમ છે.”
ફંડ સોવરેન અને સમકક્ષ એસેટ્સ માટે 100% ફાળવે છે, જેમાં ટ્રાયપાર્ટી રેપોઝનો સમાવેશ થાય છે, જે પ્રમાણમાં ઓછા ક્રેડિટ જોખમની ખાતરી કરે છે. વધુમાં, સરકારી સિક્યોરિટીઝનું એક્સ્પોઝર અને ફ્લોટિંગ રેટ બોન્ડ્સનો સમાવેશ દરના આંચકા સામે રાહત પૂરી પાડે છે.
પાકિસ્તાની બજાર નિષ્ણાતોએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આ ઘટાડાનું કારણ આગામી થોડા દિવસોમાં સંભવિત હુમલાના સમાચારને ગણાવ્યું.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.