કોટક મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારો માટે ભારતના ગ્રોથ એન્જિનને અનલૉક કરવા કોટક સર્વિસીસ ફંડ રજૂ કર્યું
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (KMAMC) એ કોટક સર્વિસીસ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ સર્વિસ થીમ પર ફોકસ કરે છે અને ભારતના મુખ્ય વિકાસ એન્જિન – સર્વિસ સેક્ટરમાં રોકાણની તક આપે છે.
મુંબઈ : કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (“KMAMC”/“કોટક મ્યુચ્યુઅલ ફંડ”) એ કોટક સર્વિસીસ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ સર્વિસ થીમને અનુસરતી ઓપન એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. 4 ફેબ્રુઆરી 2026ના રોજ ખુલનારી અને 18 ફેબ્રુઆરી 2026 ના રોજ બંધ થનારી આ ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) રોકાણકારોને ભારતના મુખ્ય વિકાસ એન્જિન એવા સર્વિસીઝ સેક્ટર સુધી પહોંચવા માટે સક્ષમ બનાવે છે. ઉલ્લેખનીય છે કે સર્વિસીસ સેક્ટર દેશના GVA (Gross Value Added) માં 55 ટકા યોગદાન આપે છે અને દેશના 31.5 ટકા લોકોને રોજગારી આપે છે.
ગ્રાહક સેવાઓ, ટેલિકોમ, હેલ્થકેર, લોજિસ્ટિક્સ, નાણાંકીય સેવાઓ, આઇટી, પાવર, ઓઇલ અને ગેસ જેવા વિવિધ ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો હોવાને કારણે, ભારતની સર્વિસ ઇકોનોમી લાંબા ગાળાના રોકાણકારો માટે સતત અનેક માળખાકીય વૃદ્ધિના માર્ગો ખોલી રહી છે*.
કોટક સર્વિસીસ ફંડનો ઉદ્દેશ્ય Growth at Reasonable Price (GARP) અને બોટમ-અપ BMV ફ્રેમવર્ક (Business, Management, Value) માં સમાવિષ્ટ શિસ્તબદ્ધ રોકાણ વ્યૂહરચના દ્વારા આ બહુ-પરિમાણીય તકો મેળવવાનો છે. આ ફંડ મજબૂત રોકડ પ્રવાહ, સ્કેલેબલ મોડેલ્સ અને લાંબા ગાળાની ચક્રવૃદ્ધિ સંભાવના સાથે ગુણવત્તાયુક્ત વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કરીને, વિવિધ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રોકાણ કરશે.
કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ શાહે જણાવ્યું હતું કે, “વધતી આવક, વધુ ડિજિટલ સાધનો અપનાવવા અને શહેરીકરણના વિસ્તરણને કારણે ભારતની સર્વિસ ઇકોનોમી માળખાકીય પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. આ પરિબળો ભારતીયો તેમના માટે જરૂરી સેવાઓનો વપરાશ, વ્યવહાર અને ઍક્સેસ કેવી રીતે કરે છે તેને ફરીથી આકાર આપી રહ્યા છે. કોટક સર્વિસિસ ફંડ સાથે, અમારું લક્ષ્ય એક એવો પોર્ટફોલિયો બનાવવાનું છે જે ભારતની સર્વિસ ઇકોનોમીમાં વિકસતી તકોનો લાભ લઈ શકે અને રોકાણકારોને લાંબા ગાળે મૂલ્ય પ્રદાન કરી શકે.”
કોટક સર્વિસીસ ફંડના ફંડ મેનેજર રોહિત ટંડને જણાવ્યું હતું કે, “સર્વિસીસ થીમ વપરાશ આધારિત અને નિકાસ આધારિત સેગમેન્ટમાં તેની વ્યાપકતા દ્વારા સ્થિરતા અને વૃદ્ધિ બંને પ્રદાન કરે છે. અમારા મતે, સર્વિસીસ સેક્ટર ભારતના બજાર ક્ષેત્રે સ્થિતિસ્થાપકતા અને વિસ્તરણ ક્ષમતાના સૌથી આકર્ષક મિશ્રણો પૈકીનું એક છે. કોટક સર્વિસીસ ફંડમાં, અમે એ પ્રકારે પોર્ટફોલિયો બનાવીશું જે એવી કંપનીઓમાં રોકાણ કરશે જેમણે માર્જિન ટકાવી રાખવા, બિઝનેસ મોડેલ્સને અપગ્રેડ કરવાની અને મૂડીનો વિવેકપૂર્ણ રીતે ઉપયોગ કરવાની ક્ષમતા સાબિત કરી છે. અમારી રોકાણની ખાતરી એ માન્યતા પર આધારિત છે કે આવી કંપનીઓની શિસ્તબદ્ધ પસંદગી રોકાણકારો માટે સ્થિર, લાંબા ગાળે સંપત્તિ સર્જન કરી શકે છે.”
કોટક સર્વિસીસ ફંડ એવા સમયે શરૂ કરવામાં આવી રહ્યું છે જ્યારે ભારતની સર્વિસ ક્ષેત્રની કંપનીઓ ઘરો, વ્યવસાયો અને સંસ્થાઓની કામ કરવાની રીતને ફરીથી આકાર આપી રહી છે. જેમ જેમ ગ્રાહકોની અપેક્ષાઓ બદલાય છે અને સર્વિસ ડિલિવરી મોડેલો આગળ વધે છે, તેમ તેમ આ ક્ષેત્ર એવા સાહસોમાં મજબૂત વૃદ્ધિ અનુભવી રહ્યું છે જે સ્પેશિયલાઇઝેશન, ટેકનોલોજી સક્ષમ પ્રક્રિયાઓ અને કાર્યકારી શિસ્તનો ઉપયોગ કાર્યક્ષમ રીતે કરી રહ્યા છે.
એનએફઓ ઓફર સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી રૂ. 1,000 અને ત્યારબાદ કોઈપણ રકમનું રોકાણ કરી શકાશે. આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ સર્વિસ સંબંધિત બિઝનેસ સાથે સંકળાયેલી કંપનીઓના વૈવિધ્યસભર પોર્ટફોલિયો દ્વારા લાંબા ગાળે મૂડી મૂલ્યમાં વધારો ઇચ્છતા હોય, જે સ્કીમના પ્લોડક્ટ સ્યુટેબિલિટી ડિસ્ક્લોઝરમાં જણાવવામાં આવ્યું છે.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.
ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?