Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

મનોરંજનનો મહાથાળ એટલે નાટ્યોત્સવ : ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ, સતત સાત દિવસ સુધી માત્ર ને માત્ર ગુજરાતી નાટકોનો મહતોત્સવ યોજાયો હોય એવું તમને યાદ છે ? કારણ કે આવું છેલ્લા બે ત્રણ દાયકામાં આવું બન્યું હોય એવું તો મને પણ યાદ નથી આવતું . એક સપ્તાહ સુધી આયોજન કરવામાં આવેલા આ નાટ્યોત્સવમાં માત્ર ગુજરાતી ભાષાના નાટકો જ  માણવા મળશે.

Ahmedabad September 23, 2023
૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ ખાતે ગુજરાતી ભાષાનો સૌથી મોટો નાટયોત્સવ

 વિવેક શાહ પ્રોડક્શન્સ એટલે કે જેમણે નાટકોના અને બીજા બધા પ્રોગ્રામનાં બે હજારથી વધુ શો કર્યા છે. આ અગાઉ પણ પાંચ દિવસના નાટ્યોત્સવ ૧.૦ નું આયોજન કર્યું હતું . જેની સફળતાથી પ્રેરાઈને આ વરસે અગાઉ કરતા પણ વધુ મોટા પાયે સાત દિવસના નાટ્યોત્સવ ૨.૦ નું આયોજન કર્યું છે. જેમાં એમની સાથે જોડાયા છે જે.કે.ઇવેન્ટસ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અને જંપસ્ટાર્ટ ક્રિએટિવ લેબ્સ.આ નાટ્યોત્સવ ૨૩ સપ્ટેમ્બર થી ૨૯ સપ્ટેમ્બર સુધી પંડિત દીનદયાળ હોલ અમદાવાદ ખાતે ભજવાશે .

એક સપ્તાહ સુધી ચાલનારા આ મહાનાટ્યોત્સવમાં બધા જ નાટકો અલગ અલગ ઝોનર માં ભજવાશે.આ નાટકોના નામ છે અંત વગરની વાત, લગ્ન કર્યા ને લોચા પડ્યા , એટલે પ્રેમ , આઓ કભી હવેલી પે , સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર , અંદર અંદર પોરબંદર , ગુજરાતીમાં કેટલા અને વિદેશી વહુ તને  શું કહું ? હવે નાટકોના નામ વાંચીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આ નાટકોના ઝોનર શું હશે ?

આ નાટકો લવ સ્ટોરી , કોમેડી , હોરર કોમેડી , સામાજિક કોમેડી , સાયકો થ્રીલર વગેરે વગેરે.વળી પાછું આમાં ગુજરાતી ભાષા જે લુપ્ત થઈ રહી છે એ વિષય પર પણ નાટક ભજવાશે.આ દરેક નાટકના વિષય વસ્તુ શું હશે એની પર એક નજર કરીએ ?

સૌ પ્રથમ નાટક અંત વગરની વાત ભજવાશે એની મૂળ વાત એવી છે કે એક કપલ છે . જેમાં પત્ની લેખક છે અને પતિ પ્રોફેસર . પત્ની ખૂબ સફળ લેખક છે પણ એને દરેક નાટક ભજવીને લખવાની આદત છે . હવે આ જ આદત પતિને ઘણીવાર મુશ્કેલીમાં મૂકી દે છે. પતિ ને ડોકટર દ્વારા એવું જાણવા મળે છે કે એમની વાઇફની આ તકલીફ ત્યારે જ દૂર થશે કે જ્યારે એમની વાઇફ નાં મગજ પર કોઈ મોટી ઘટના અસર કરશે અને પછી પતિ પોતાની પત્નીને સાજી કરવા પોતાનો જીવ આપી દે છે.
બીજા દિવસે લગ્ન કર્યા ને લોચા પડ્યા નાટક છે જેની મૂળ વાત એવી છે કે રિતુ જે ખૂબ અમીર પરિવારમાંથી આવે છે અને અભય મિડલ ક્લાસ ફેમિલીમાં આવે છે . એ લોકો લગ્ન તો કરી લે છે પણ અભય લગ્નને બચાવવા શું શું કરે છે એ વાત આ નાટકની મૂળ હાર્દ છે.

ત્રીજા દિવસે એટલે પ્રેમ અને આઓ કભી હવેલી પે નાટક છે. આ બન્ને નાટકો એકાંકી છે . એટલે પ્રેમ નાટકોનો સાર એવો છે કે બે પ્રેમી છે  ધરા અને વ્યોમ . બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે પણ વ્યોમને કવિતા શીખવા માટે મુંબઈ જવું પડે છે અને ધરા આ વાત સહન નથી કરી શકતી . આ નાટક જોઈને તમારી આંખમાં ચોક્કસ આંસુ આવી જ જશે. આની સાથે સાથે બીજુ નાટક જે ભજવાશે આઓ કભી હવેલી પે એનો હાર્દ છે કે ત્રણ ભાઈબંધો એક હવેલીમાં ફરવા જાય છે ત્યાં એમને અમુક હોરર અનુભવ થાય છે અને એની સાથે સાથે કોમેડી પણ સર્જાય છે.ચોથા દિવસે સસરા સધ્ધર તો જમાઈ અધ્ધર એક સામાજિક કોમેડી નાટક છે.જેમાં  સસરાની જમાઈ સાથે શું હાલત થાય છે એ વાત આ પાત્રો દ્વારા રમુજી રીતે દર્શાવવામાં આવ્યું છે.

પાંચમા દિવસે અંદર અંદર પોરબંદર નાટક ભજવાશે . જેમાં  પોતાની પત્નીની શાન ઠેકાણે લાવવા પતિ શું કરે છે એ બહુ જ કોમેડી વે માં રજુ કરવામાં આવ્યું છે.છઠ્ઠા દિવસે ગુજરાતીમાં કેટલા ?  નાટક રજુ થશે . જેમાં ગુજરાતી ભાષા પ્રત્યે ઓછા થતા વલણ સામે એક શિક્ષક અવાજ ઉઠાવે છે . અને છેલ્લા દિવસે વિદેશી વહુ તને શું કહું ? નાટક ભજવાષે . જેમાં વિદેશની છોકરી સાથે જયેશ લગ્ન કરે છે અને પછી જયેશની મમ્મી વિદેશ આવે છે ત્યાં જયેશની મમ્મીની વાતો એની પત્ની નથી સમજી શકતી અને એની મમ્મીની વાતો એની પત્ની નથી સમજી શકતી. આમ રમુજી રીતે આ નાટક રજૂ થશે .

આવા અભૂતપૂર્વ નાટકોની વિશેષતા જણાવતા વિવેક શાહ પ્રોડક્શન્સ કહે છે કે સતત સાત દિવસ સુધી અલગ અલગ પ્રકારના અને એમાં પણ માત્ર ગુજરાતી ભાષાના જ નાટકો હોય એવું મારી જાણમાં આવ્યું નથી . અને આ નાટયોત્સવ કરવા પાછળનો મુખ્ય હેતુ એ છે કે બીજી ભાષાઓનું ચલણ વધી રહ્યું છે. પારકી ભાષા શીખો એની નાં જ નથી પણ પોતાની ભાષા માટેનો પ્રેમ તો પહેલા જ હોવો જોઈએ ને ?  બસ આ જ સંદેશ લોકો સુધી પહોંચે એના માટે આટલા મોટા નાટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

વિવેક શાહ પ્રોડક્શન્સ સાથે જોડાણ કરનારા જે.કે.ઇવેન્ટસ  એન્ડ એડવર્ટાઇઝમેન્ટનાં જય પંડ્યા કહે છે કે નાટક એ દર્શકો સુધી પહોંચવાનું સુધી માધ્યમ છે અને આમાં કામ કરતા કલાકારો સખત મહેનત કરે છે . તો એ બધાને પ્રોત્સાહન મળે એ હેતુથી આ નાટયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત એમનું એવું પણ કહેવું છે કે આ નાટકોના માધ્યમથી ઘણા સારા સારા સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય છે . એટલે એમની એવી ઈચ્છા છે કે આ પ્રકારના નાટયોત્સવ માત્ર અમદાવાદ જ નહિ પણ બીજી બધી સિટીમાં પણ થાય અને દર ત્રણ કે ચાર મહિનાના ગાળામાં એક સાપ્તાહિક નાટયોત્સવનું આયોજન થાય. જય પંડ્યા અને એમની ટીમ આ પ્રકારના નાટયોત્સવનો સિલસિલો ચાલુ જ રાખવા માંગે છે. જય પંડ્યા લોકોના મનમાં એવો ઉત્સાહ જગાડવા માંગે છે કે લોકો જેમ સિરિયલ કે વેબસિરીઝ નાં એક એક એપિસોડ આતુરતાથી રાહ જોતા હોય એવી જ રીતે નાટયોત્સવ માટે પણ લોકોના મનમાં આતુરતા રહે.

તો હવે તમે રાહ શેની જુઓ છો ? એક સપ્તાહ સુધી ચાલનારા મનોરંજનના મહાથાળ એવા નાટયોત્સવ ૨.૦ ને માણવા તૈયાર થઈ જાઓ.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

IPL 2024 કરતાં માનસિકતા અને શરીરને પ્રથમ પ્રાથમિકતા: જેસન રોય
IPL 2024 કરતાં માનસિકતા અને શરીરને પ્રથમ પ્રાથમિકતા: જેસન રોય
April 13, 2024

IPL 2024 જેસન રોય માટે પાછળ રહી. આ ઘટસ્ફોટ ખાતામાં તેનું ધ્યાન સ્વ-સંભાળ તરફ કેમ ગયું તે શોધો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
દુનિયામાં 3 ઑગષ્ટના રોજ બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ વિષે જાણો
August 03, 2023
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express