Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા

જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો ભાજપમાંથી રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાયા. 

Ahmedabad May 23, 2025
જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા

જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના આગેવાનો કોંગ્રેસ પક્ષમાં વિધિવત જોડાયા

ગુજરાતીઓની સેવા-સાધના માટેના કોંગ્રેસ પક્ષના સેવા યજ્ઞમાં વિધિવત રીતે જોડાઈ રહેલા જસદણ-વિંછીયા વિસ્તારના કોળી સમાજના ભાજપા માંથી રાજીનામું આપી રાજકીય - સામાજિક આગેવાનો અને કાર્યકરોને કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને આવકારતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષની વિચારધારા સૌને સાથે લઈને ચાલવામાં માનનારી છે. ભાજપની જનવિરોધી નીતિના કારણે સમાજના તમામ વર્ગો હેરાન-પરેશાન છે. ગરીબ અતિ ગરીબ થતો જાય છે. ધનિક વધુ ધનિક થતા જાય છે. ભાજપ સરકારની નિતિ ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને નુકસાન કરનાર છે. ભાજપના શાસનમાં મોંઘવારી-બેરોજગારી સતત વધી રહી છે. ભાજપ સરકારની જનવિરોધી નિતિને લીધે નાગરિકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યાં છે. ભાજપ શાસનમાં શિક્ષણ, આરોગ્ય સહિતની સેવાઓ સતત મોંઘી થતી જાય છે. યુવાનોને રોજગારી નથી, માટે ગુજરાતના હિતમાં સત્તા પરિવર્તન જરૂરી છે. કોંગ્રેસ પક્ષ સકારાત્મક એજન્ડા સાથે આગળ વધી રહી છે.

કોળી વિકાસ સંગઠન ગુજરાત સ્થાપક અને આમ આદમી પાર્ટી ના જિલ્લા સંયોજક શ્રી મુકેશભાઈ રાજપરા, ખેડૂત સેવા સંગઠન ગુજરાત પ્રમુખ શ્રી જયંતીભાઈ ગોહિલ, પૂર્વ વિંછીયા ભાજપ શહેર પ્રમુખ શ્રી  અરવિંદભાઈ રાજપરા, પૂર્વ ભાજપ સરપંચ વિંછીયા શ્રી મનુભાઈ રાજપરા, ભાજપ અખિલ ભારતીય કોળી સમાજ અગ્રણી શ્રી રસિકભાઈ રોજાસરા, પૂર્વ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી ગોરધનભાઈ તાવિયા, ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાતના ટ્રસ્ટી શ્રી ભગીરથભાઈ વાલાણી, ભાજપ પેજ પ્રમુખ શ્રી લાલાભાઇ રાજપરા, શ્રી રાજુભાઈ બારૈયા, ભાજપ ખેડૂત સેવા સંગઠન ગુજરાતના ટ્રસ્ટી શ્રી મહેશભાઈ જોગરાજીયા, ભાજપ સરપંચ, બંધાણી શ્રી હંસરાજભાઈ ભાલાણ, પૂર્વ ભાજપ ગધાડા સરપંચ શ્રી બાબુભાઈ મામૈર્યા, પ્રમુખ ભાજપ કોળી વિકાસ સંગઠન ગુજરાત શ્રી ભૂપતભાઈ ગોરધનભાઈ સહીત ૩૦ થી વધુ આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત રીતે જોડાયા હતા.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ‘હાથ સે હાથ જોડો’ અભિયાનના કન્વીનર, પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રનીલ રાજ્યગુરુ, મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી, પ્રવક્તા ડૉ, નીદિત બારોટ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભોળાભાઈ ગોહિલ, જીલ્લા પંચાયતના કોંગ્રેસ  પક્ષના નેતા શ્રી મનસુખભાઈ સાકરીયા, શ્રી અવસરભાઈ નાકીય, શ્રી પ્રવીણભાઈ ગાબુ, વિપુલભાઈ બાવળિયા, સુરેશભાઈ ગીડા, શ્રી અરવિંદભાઈ સલસાનીયા, શ્રી ધીરુભાઈ સાયાણી, શ્રી વિનુભાઈ મેનિયા, શ્રી રણજીતભાઈ ગોહિલ અને જ્યોતિબેન રાઠોડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

કોંગ્રેસ CEC બેઠક: પુડુચેરીમાં સત્તા વાપસી માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન
new delhi
March 19, 2026

કોંગ્રેસ CEC બેઠક: પુડુચેરીમાં સત્તા વાપસી માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન

પુડુચેરી વિધાનસભા ચૂંટણી 2026 માટે દિલ્હીમાં કોંગ્રેસ CECની બેઠક મળી. મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધીએ સંગઠન મજબૂત કરવા અને રોડમેપ બનાવવા ચર્ચા કરી. વધુ વાંચો.

કોંગ્રેસે ઉત્તરાખંડ સરકારને આંદોલનની ચેતવણી આપી, દેહરાદૂનમાં વિશાળ વિરોધ પ્રદર્શન
uttarakhand
February 16, 2026

કોંગ્રેસે ઉત્તરાખંડ સરકારને આંદોલનની ચેતવણી આપી, દેહરાદૂનમાં વિશાળ વિરોધ પ્રદર્શન

દેહરાદૂનમાં કોંગ્રેસે ભારે વિરોધ પ્રદર્શન કર્યું. કાયદો-વ્યવસ્થા બગડી, 15 દિવસમાં 5 હત્યાઓ, મહિલા અત્યાચાર, બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સામે સરકારને ઘેરી. હજારો કાર્યકરોએ રાજભવન તરફ કૂચ કરી, પોલીસ સાથે ધક્કામુક્કી. આંદોલન વધારવાની ચેતવણી – વિગતો જુઓ.

ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?
new delhi
February 02, 2026

ખડગેના મોટા પ્રહારો: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, નરવણેના પુસ્તકમાં શું છુપાવી રહ્યા છે મોદી સરકાર?

મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા: ભાજપનો રાષ્ટ્રવાદ ખોટો છે, ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તકમાં શું લખ્યું છે જે સરકારને ગભરાવે છે? રાહુલ ગાંધીએ સંસદમાં ઉઠાવ્યો મુદ્દો, લોકસભા સ્થગિત. ગલવાન, ડોકલામ અને રાષ્ટ્રીય સુરક્ષા પર હોબાળો. વિગતો જુઓ.

Braking News

Champions Trophy 2025: રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 23 ફેબ્રુઆરીએ IND vs PAK ટકરાશે
Champions Trophy 2025: રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા દુબઈ જવા રવાના, 23 ફેબ્રુઆરીએ IND vs PAK ટકરાશે
February 15, 2025

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19મી ફેબ્રુઆરીથી થઈ રહી છે. આ વખતે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન અને દુબઈની યજમાનીમાં રમાશે. ટીમ ઈન્ડિયા પોતાની મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમશે

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
હીટવેવને અવગણવું: 50-ડિગ્રી તાપમાન હોવા છતાં જીવનને સુરક્ષિત રાખવા માટેની ટિપ્સ
August 10, 2023
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
શાહરૂખ ખાને બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
February 20, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express