Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવું કેમ્પેઇન લોન્ચ કર્યું: “ના બેટાનું ના બાપનું, ગુજરાત હવે AAPનું”. મનોજ સોરઠીયાએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના શોષણ સામે જાગૃતિ અભિયાન, સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે પોસ્ટર અને કાર્યકર્તાઓ ગામડે-ગામડે પહોંચશે. તાજા અપડેટ જુઓ.

Ahmedabad February 02, 2026
નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરવામાં આવી: મનોજ સોરઠીયા

અમદાવાદ/સુરત/ગાંધીનગર : સુરત ખાતેથી આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા નવા નારા સાથે કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું છે. “ના બેટાનું ના બાપનું, હવે ગુજરાત AAPનું” આ નવો નારો આમ આદમી પાર્ટી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. કામની રાજનિતી કરતી AAP એ હવે નારા સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિયાનની શરૂઆત કરી છે. આ મુદ્દે વાત કરતા આમ આદમી પાર્ટી સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પેન અંતર્ગત ગુજરાતની તમામ વિધાનસભાઓ અને દરેક ગામડામાં આમ આદમી પાર્ટીના પોસ્ટરો લગાવવામાં આવશે અને એક સ્પષ્ટ સંદેશ સાથે ગુજરાતની જનતાને જાગૃત કરવામાં આવશે. આ કેમ્પેનનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી પહોંચીને તેને આ પરિવર્તનની ક્રાંતિમાં જોડવાનો છે. આમ આદમી પાર્ટીએ આ અભિયાનને એક શક્તિશાળી નારા સાથે લોન્ચ કર્યું છે –
“આ ગુજરાત હવે ગુજરાતનાં લોકોનું છે, ના બેટાનું, ના બાપનું – આ ગુજરાત હવે આપનું છે.”

AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં થોડાં પરિવારો, મોટા ઉદ્યોગપતિઓ અને રાજકીય વારસદારો દ્વારા રાજ્યનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એક જ પાર્ટીના લાંબા શાસન દરમિયાન ગુજરાતના લોકો, યુવાનો અને પરિવારોને વારંવાર અન્યાય અને શોષણ સહન કરવું પડ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આ અભિયાન સાથે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ઔપચારિક શરૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને કેડર રાજ્યના ખૂણેખૂણે જઈને લોકોમાં જાગૃતિ લાવશે અને છેલ્લા ત્રણ દાયકાથી ચાલતા અન્યાય અને અત્યાચાર સામે જનતાને એકત્રિત કરશે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

નિષ્ણાતોની દલીલ છે કે વિડિઓમાંનો માણસ પુતીન નથી, પરંતુ બૉડી ડબલ છે
નિષ્ણાતોની દલીલ છે કે વિડિઓમાંનો માણસ પુતીન નથી, પરંતુ બૉડી ડબલ છે
July 02, 2023

ફૂટેજમાં કેદ થયેલા માણસની ઓળખ અંગેના વિવાદમાં ડૂબકી લગાવો, પુતિન હોવાનો દાવો કર્યો. નિષ્ણાતો દલીલ કરે છે કે તે વાસ્તવમાં બોડી ડબલ છે. અહીં સંપૂર્ણ વાર્તા અને આંતરદૃષ્ટિ મેળવો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
અફઘાન તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે સીમાપારથી ગોળીબાર
February 20, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express