Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લોકોમોટિવ શેડ સાબરમતીની નવીન પહેલ: ઇનોવેટિવ વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ વિકસિત કરી

લોકોમોટિવ શેડ સાબરમતીની નવીન પહેલ: ઇનોવેટિવ વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ વિકસિત કરી

ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતને ઉત્પાદન, ડિઝાઇન તથા નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના તથા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. 

, December 25, 2025
લોકોમોટિવ શેડ સાબરમતીની નવીન પહેલ: ઇનોવેટિવ વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ વિકસિત કરી

લોકોમોટિવ શેડ સાબરમતીની નવીન પહેલ: ઇનોવેટિવ વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનિંગ ડિવાઇસ વિકસિત કરી

ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ અંતર્ગત ભારતને ઉત્પાદન, ડિઝાઇન તથા નવીનતાનું વૈશ્વિક કેન્દ્ર બનાવવાના તથા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ અનેક સુધારાઓ કરવામાં આવી રહ્યા છે. આ જ ક્રમમાં વિકસિત ભારતની સંકલ્પના અને સ્વચ્છતા હી સેવા અભિયાનને આગળ વધારતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ સ્થિત લોકોમોટિવ શેડ સાબરમતી દ્વારા નવીનતા અને સ્વદેશી તકનીકી વિકાસના ક્ષેત્રમાં એક વધુ મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. લોકો શેડ સાબરમતીની ટીમ દ્વારા ઇન-હાઉસ ના રૂપે એક વેક્યૂમ આસિસ્ટેડ ટ્રેક ક્લીનર (VAT ક્લીનર) નું સફળતાપૂર્વક ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે.

આ ઉપકરણ પર્યાવરણને અનુકૂળ અને કિફાયતી છે. આ ઇકો-ફ્રેન્ડલી અને કિફાયતી ડિવાઇસ એચ એચ પિ લોકોમોટિવના રેડિયેટર ફેનનો ઉપયોગ કરીને ઇન-હાઉસ બનાવવામાં આવ્યું છે, જેને એક ડીઝલ વર્કિંગ ટ્રોલી (DWT) પર વર્ટિકલ લગાવવામાં આવ્યું છે અને તે લોકોમોટિવમાંથી જ પાવર મેળવે છે. રેડિયેટર ફેન ચેમ્બર ખાસ ડિઝાઇન કરાયેલ કચરો એકત્રિત કરનારા ચેમ્બર સાથે જોડાયેલ છે, જેના કારણે રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાંથી કચરો અસરકારક રીતે દૂર કરી શકાય છે.

1000 થી 1800 આરપીએમ ની ઉચ્ચ ગતિએ કાર્ય કરતું આ ઉપકરણ અસરકારક સક્શન પ્રદાન કરે છે. વૈટ ક્લીનરના સંચાલન માટે ડ્રાઇવર ડેસ્ક પર ઓન/ઓફ તેમજ વેરિએબલ સ્પીડ કંટ્રોલની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ડ્રાઇવર પોતાની બેઠક પરથી જ સક્શન ક્ષમતાને નિયંત્રિત કરી શકે છે. 120 x 55 x 65 ઇંચ કદનું વિશાળ કચરો સંગ્રહ ચેમ્બર અને તેમાં લગાવેલી હેવી ડ્યૂટી નેટ બેગ કચરાના સંગ્રહ અને નિકાલને સરળ બનાવે છે.

200 મીમી વ્યાસની સક્શન હોઝ તથા મેકેનિકલ મૂવમેન્ટ વ્યવસ્થા દ્વારા એક જ ઓપરેટર દ્વારા ટ્રેક અને ટ્રેક સાઇડ વિસ્તારની સફાઈ શક્ય બને છે. આ ઉપકરણનું સંચાલન લોકોમોટિવની નિયંત્રણ પ્રણાલીથી સંપૂર્ણપણે સ્વતંત્ર છે, જેના કારણે સુરક્ષિત કામગીરી સુનિશ્ચિત થાય છે. સાથે સાથે, લોકોમોટિવ ગતિશીલ અવસ્થામાં હોવા છતાં પણ સફાઈ કાર્ય કરી શકાય છે.
લોકો શેડ સાબરમતી દ્વારા વિકસાવેલી આ નવીન પહેલ માત્ર ટ્રેકની સ્વચ્છતા અને સુરક્ષાને મજબૂત બનાવે છે એટલું જ નહીં, પરંતુ પશ્ચિમ રેલવેની સ્વદેશી નવીનતા, સંસાધનોના અનુકૂળ અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને  પણ સ્પષ્ટ દર્શાવે છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત
gandhinagar
March 17, 2026

આત્મનિર્ભર ગુજરાત: કારીગરો માટે 'સ્વદેશી મોલ' અને ડિજિટલ સહાયની જાહેરાત

ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.

Braking News

Mayank Pawar Death: 'સ્પ્લિટ્સવિલા 7' ફેમ મયંક પવારનું અવસાન
Mayank Pawar Death: 'સ્પ્લિટ્સવિલા 7' ફેમ મયંક પવારનું અવસાન
February 24, 2026

Mayank Pawar Death:  રિયાલિટી શોની દુનિયામાં જાણીતું નામ મયંક પવારનું હવે અવસાન થયું છે. તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. 'સ્પ્લિટ્સવિલા 7' પર તેમને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
 વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
વિશ્વાસ, કુટુંબ અને ઉત્સવ: કેવી રીતે ધાર્મિક ઉજવણીઓ સમુદાયોને એકસાથે લાવે છે
April 01, 2023
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
શિયાળાની ઋતુમાં તમારી ત્વચામાં કુદરતી ચમક લાવવા માટે આ રીતે કરીના પાંદડાનો ઉપયોગ કરો
November 13, 2024
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express