ચાણસ્મા પંથકમાં ગોગા બાપાના સ્થાનકે નાગપાંચમે લોકમેળા ભરાયા
ચાણસ્મા રબારી નેસડાના 1200 વર્ષ પ્રાચીન શેષનારાયણ મંદિરે લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો.
ચાણસ્મા : ભારતીય સંસ્કૃતિ તેના ફૂલેમઢ્યા ગજરાની જેમ આજે પણ મહેંકી રહી છે. આવી જ લોકમેળા પરંપરા સદીઓથી ગુર્જરધરા ઉપર પોંખાતી રહી છે. આજે શનિવારે નાગપંચમીના પવિત્ર દિવસે ચાણસ્મા નગર સહિત સમગ્ર પાટણવાડા પંથકમાં ગોગા બાપાના સ્થાનકે લોકમેળા ભરાયા હતા અને હજારો શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શ્રીફળ, કુલેરનો પ્રસાદ અર્પણ કરી જીવનની ધન્યતા અનુભવી હતી.
હળાહળ કળિયુગના જીવતા જાગતા દેવ નાગદેવતા પ્રત્યે માલધારી સમાજ સહિત અઢારેય વર્ણનાં લોકો ભારે આસ્થા ધરાવે છે. એટલે જ ચાણસ્મા નગરના જૂના રબારી નેસડામાં 1200 વર્ષથી બિરાજમાન શેષ નારાયણ ગોગા મહારાજના સ્થાનકે આજે નાગપંચમીના દિવસે સવારે દાદાના ચરણોમાં લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો. જેના યજમાનનો લાભ મહેન્દ્રભાઇ અમથાભાઈ દેસાઈ પરિવારે લીધો હતો.
સવારે 10 વાગે ગોગા બાપાના મંદિરે ધ્વજારોહણ કરાયું તે સમયે બોલ મારા ગોગા જય જય ગોગા... ના જયનાદથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. આ પ્રસંગે ચાણસ્મા તેમજ મોઢેરા, બહુચરાજી, હારિજ, પાટણ પંથકમાંથી હજારો શ્રદ્ધાળુઓ ગોગા બાપાના દર્શને ઊમટી પડયા હતા અને દાદાના સાનિધ્યમાં ભોજન પ્રસાદનો લ્હાવો લીધો હતો. પુજારી હસુભાઇ મહારાજ, પરેશ દેસાઇ, મુકેશ પિત્રોડા, અાશિષ દેસાઇ સહિત યુવાનોએ નાગપંચમી નિમિત્તે દાદાના મંદિરને નયનરમ્ય શણગાર્યું હતું.
આ સાથે પંથકના ધરમોડા, મુલથાણિયા, સેંઢાલ, કંબોઇ, લણવા, દાણોદરડા સહિતના ગામોમાં પણ ગોગા મહારાજના મંદિરે નાગપાંચમ નિમિત્તે ભરાયેલા મેળામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઊમટી પડી ગોગા બાપાના આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે, તેમાં મધમાખી પાલનનો વ્યવસાય બમણું યોગદાન આપીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. ગુજરાતમાં મધમાખી પાલન વ્યવસાય ખેડૂતોની સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યો છે.
"શાહપુરમાં રિક્ષા લૂંટની ઘટનામાં બે યુવકો પર ચાકુથી હુમલો કરી ₹1.5 લાખ લૂંટાયા. અમદાવાદ ગુનો કેસમાં પોલીસે તપાસ શરૂ કરી. વધુ જાણો!"
"અમરાઈવાડી, અમદાવાદમાં યુવકનું અપહરણ, તલવાર-ચાકુથી હુમલો. ત્રણ ઘાયલ, પોલીસ તપાસ શરૂ. વધુ જાણો."