Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કર્યા

લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કર્યા

રૂ. 49,999-175,000ની પ્રાઇસ રેન્જમાં લોર્ડ્સ ઓટોમેટિવના લક્ષિત બજાર દેશભરના ટિયર 2 અને ટિયર 3 શહેરો
છે, લોર્ડ્સ ઓટોમેટિવ એ સરળ ધિરાણના વિકલ્પો ઉપલબ્ધ કરાવવા માટે અગ્રણી કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપનીઓ અને
ફિનટેક સાથે પણ જોડાણ કર્યું છે.

Mumbai August 18, 2023
લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક  વ્હિકલ્સ લોન્ચ કર્યા

લોર્ડ્સ ઓટોમેટિવે 8 અત્યાધુનિક ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ લોન્ચ કર્યા

લોર્ડ્સ માર્ક ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની લોર્ડ્સ ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડ એ દેશના વિકાસી રહેલા ઇલેક્ટ્રીક વ્હિકલ સેગમેન્ટમાં માર્કેટ લીડર તરીકે પોતાની સ્થિતિને મજબૂત કરવા માટે આઠ ઇલેક્ટ્રિક વ્હિકલ્સ (EVs)ની એક વિશેષ શ્રૈણીનું લોન્ચિંગ કર્યું છે.

લોર્ડ્સ ઓટોમેટિવે 6 થ્રી-વ્હીલર (3W) ઇવી મોડલ લોન્ચ કર્યા છે - લોર્ડ્સ કિંગ ઇ-રિક્ષા, લોર્ડ્સ સમ્રાટ ઇ-લોડર, લોર્ડ્સ સાવરી બટરફ્લાય ઇ-રીક્ષા, લોર્ડ્સ ગતિ બટરફ્લાય ઇ-લોડર, દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવેલી લોર્ડ્સ ગ્રેસ ઇ- રીક્ષા, લોર્ડ્સ સ્વચ્છ યાન ઇ-ગાર્બેજ સાથે 2 હાઇ-સ્પીડ ટુ-વ્હીલર (2W) ઇવી સ્કૂટર મોડલ - લોર્ડ્સ ઇગ્નાઇટ હાઇ સ્પીડ ઇ- સ્કૂટર અને લોર્ડ્સ પ્રાઇમ હાઇ સ્પીડ ઇ-કાર્ગો સ્કૂટર લોચ કર્યા છે.

આ ઇલેક્ટ્રીક વ્હિકલ્સ રૂ. 49,999-175,000ની પ્રાઇસ રેન્જમાં દેશભરના ડીલરો, વિતરકો અને અંતિમ વપરાશકારો માટે ઉપલબ્ધ છે. પ્રારંભિક તબક્કામાં, કંપની ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી એનસીઆર, કર્ણાટક, તમિલનાડુ, બિહાર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, કેરળ, ગુજરાત, રાજસ્થાન અને આસામમાં ટીયર- 2 અને ટીયર- 3 શહેરોને લક્ષિત બનાવ્યા છે.

ટુ- વ્હિલર અને થ્રી- વ્હિલરના અત્યાધુનિક 8 વેરિઅન્ટ્સનું મેગા લોન્ચિંગ એ ભારતમાં ગ્રીન મોબિલિટી ક્રાંતિમાં સક્ષમ ભૂમિકા ભજવવા માટે લોર્ડ્સ ઓટોમેટિવના ધ્યેયને અનુરૂપ છે. સિલવાસા, લખનૌ, ગુરુગ્રામ અને ફરીદાબાદ ખાતે કંપનીના અત્યાધુનિક પ્લાન્ટમાં મેન્યુફેક્ચરિંગ થયેલા ઇવી મજબૂત બેટરી ક્ષમતા, એડવાન્સ ફિચર્સ અને પેલોડ સાથે મુસાફરી અને લસામાનના પરિવહન માટે શ્રેષ્ઠત્તમ સલામતી અને સગવડતા પુરી પાડે છે.

લોર્ડસ માર્ક ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડના એમડી અને સીઈઓ શ્રીમાન સચ્ચિદાનંદ ઉપાધ્યાયે લોન્ચિંગ પ્રસંગે જણાવ્યું હતું કે, “આ 8 અત્યાધુનિક ઇલેક્ટ્રિક વ્હિકલ્સનું લોન્ચિંગ એ અમારી યાત્રામાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. સમગ્ર દેશભરમાં ઇલેક્ટ્રિક વ્હિકલ ક્રાંતિ લાવવી એ અમારું મિશન છે. અમારુ માનવું છે કે, પેસેન્જર અને માલસામાનના પરિવહનમાં મોટા પાયે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ અપનાવવાથી પર્યાવરણ પર સકારાત્મક અસર પડશે અને ભારતમાં ઇવી ક્રાંતિને ફરીથી વ્યાખ્યાયિત કરવામાં આવશે.

અમારા ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને ટકાઉ મોબિલિટી સોલ્યુશન ઓફર કરવા માટે સુસજ્જ છે. અમે અમારી ઇલેક્ટ્રિક વ્હિકલ્સની ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે મૂડીરોકાણ કરવાનું ચાલુ રાખીશું કારણ કે સ્થાનિક ઇલેક્ટ્રિક વ્હિકલ્સ બજાર હાલમાં ટકાઉ મોબિલિટી, ગ્રાહક માંગમાં વૃદ્ધિ અને ઇવી ટેક્નૉલૉજીમાં પ્રગતિ પર સરકારે ધ્યાન કેન્દ્રિત કરવાથી ઝડપી વિકાસ પામી રહ્યું છે.”

લોર્ડ્સ ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડના સીઈઓ શ્રીમાન ડો. વીર સિંહે જણાવ્યું હતું કે, “લોર્ડ્સ ઓટોમેટિવ પ્રતિસ્પર્ધાત્મકતા ધારવે છે જે તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા, ચોવીસ કલાક કસ્ટમર્સ સપોર્ટને આભારી છે, જે ખાતરી કરે છે કે દરેક ક્લાયંટ બેસ્ટ-ઇન- ક્લાસ મોબિલિટી સોલ્યુશન્સ પ્રાપ્ત કરે છે. આ આઠ આધુનિક ઇલેક્ટ્રિક વ્હિકલનું લોન્ચિંગ અમારી અત્યાધુનિક ક્ષમતા દર્શાવે છે. અમે લોકોને, વાજબી અને વિશ્વાસપાત્ર સમાધાન ઉપલબ્ધ કરાવીને ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સ્વીકૃત્તિને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. સુવિધાજનક ડોરસ્ટેપ સર્વિસ, બિઝનેસ પ્રમોશન, સમર્પિત માર્કેટિંગ અને સેલ્સ સપોર્ટ સાથે, અમે ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સેગમેન્ટમાં અમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.”

લોર્ડ્સ ઓટોમેટિવ એ લઘુત્તમ વ્યાજ અને પ્રોસેસિંગ ચાર્જ સાથે સરળ ધિરાણના વિકલ્પો પ્રદાન કરવા માટે બજાજ ફિનસર્વ, પાઈન લેબ્સ, ઇઝટેપ, એસેન્ડ, અકાસા ફાઇનાન્સ, લોનટેપ, પેટેલ, કોટક મહિન્દ્રા, પેટીએમ, ગોપિક અને પિક્સમો ફાઇનાન્સ સાથે જોડાણ કર્યું છે.

ટુ – વ્હિલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ ઇગ્નીશન લોક, મોટર, કંટ્રોલર અને ડિસ્પ્લે મીટર જેવા કન્પોનન્ટ્સ પર એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે, જ્યારે વાહન સાથે આવતા કન્વર્ટર પર છ મહિનાની વોરંટી આપવામાં આવે છે. ઉપરાંત તમામ થ્રી- વ્હિલર ઇલેક્ટ્રિક વ્હિકલ્સ સાથે આવતા મોટર, કંટ્રોલર, ડિફરન્સિયલ્સ પર એક વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી આપવામાં આવે છે.

તમામ ઇલેક્ટ્રિક વ્હિકલ્સની બેટરી અને ચાર્જર OEM તરફથી લીડ એસિડ પર એક વર્ષ અને લિથિયમ પર ત્રણ વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી સાથે આવે છે. તેઓ AIS 156 બેટરી નિયમો સાથે આકર્ષક લેટેસ્ટ વર્ઝન સાથે પણ આવે છે જે તમામ સલામતીના માપદંડોના પાલનની ખાતરી કરે છે.

આ ઇલેક્ટ્રિક વ્હિકલ્સના સ્પેરપાર્ટ્સ કંપનીની ડીલરશીપ અને ડિસ્ટ્રીબ્યુટર નેટવર્ક દ્વારા ઉપલબ્ધ છે. કંપની કસ્ટમર સપોર્ટ, 24/7 રોડસાઇડ સહાયતા, સ્પેર પાર્ટ રિપ્લેસમેન્ટ, વ્હીકલ ડિલિવરી, DIY વીડિયો પણ ઓફર કરે છે જેથી ઇવી તમામ પ્રકારના હવામાનને સહન કરી શકે અને માલિકો બેટરીની જાળવણી કરી શકે.

લોર્ડ્સ ઓટોમેટિવ પ્રાઇવેટ લિમિટેડે ઓક્ટોબર 2020માં લોર્ડ્સ ઝૂમ નામે તેનું પહેલું ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવ્યું હતું અને પોતાને ઇવી સેગમેન્ટમાં એક ઉભરતા ખેલાડી તરીકે પોતાને સ્થાપિત કરી છે. તેમના ઇલેક્ટ્રિક વ્હીકલ  પ્રોડક્ટોની રેન્જમાં ટુ-વ્હીલર્સ (લોર્ડ્સ ઝૂમ અને લોર્ડ્સ ઝૂમ પ્લસ) અને થ્રી-વ્હીલર્સ (લોર્ડ્સ દેવમ કિંગ અને લોર્ડ્સ દેવમ સમ્રાટ), સાથે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ માટે રેટ્રોફિટ કિટ્સનો સમાવેશ થાય છે.

કંપનીએ અત્યાર સુધીમાં 22 રાજ્યોમાં 267 ડીલરો મારફતે 16,000 ઇલેક્ટ્રિક વ્હિકલનું વેચાણ કર્યું છે. આ ઉપરાંત, કંપની કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવાની યોજના ધરાવે છે. પોતાના લિડરશીપ નેટવર્કને આગળ વધારવા માટે, લોર્ડ્સ ઓટોમેટિવ રૂ. 5-20 લાખની મૂડીરોકાણ ક્ષમતા ધરાવતા ઉભરતા ઉદ્યોગસાહસિકો પાસેથી એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (અભિરૂચી) આમંત્રિત કરી છે. કંપની ડીલરોને તમામ આવશ્યક તાલીમ અને મદદ પુરી પાડશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૧૨૦૦ અને નિફ્ટી ૩૯૫ પોઈન્ટના વધારા સાથે બંધ થયો
mumbai
May 15, 2025

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ ૧૨૦૦ અને નિફ્ટી ૩૯૫ પોઈન્ટના વધારા સાથે બંધ થયો

ગુરુવારે, સેન્સેક્સ ૧૨૦૦.૧૮ પોઈન્ટ (૧.૪૮%) વધીને ૮૨,૫૩૦.૭૪ પોઈન્ટ પર બંધ થયો.

બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, પસંદગી પ્રક્રિયા સહિત દરેક વિગતો જાણો
mumbai
May 14, 2025

બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતી, પસંદગી પ્રક્રિયા સહિત દરેક વિગતો જાણો

બેંક ઓફ બરોડામાં સહાયક પદો પર ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આ સમાચાર દ્વારા વય મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા સહિતની તમામ મહત્વપૂર્ણ વિગતો આ સમાચાર દ્વારા જાણીએ.

મંગળવારના મોટા ઘટાડા પછી શેરબજાર તેના તેજીના વલણમાં પાછું ફર્યું, સેન્સેક્સ 182 પોઈન્ટ વધ્યો
mumbai
May 14, 2025

મંગળવારના મોટા ઘટાડા પછી શેરબજાર તેના તેજીના વલણમાં પાછું ફર્યું, સેન્સેક્સ 182 પોઈન્ટ વધ્યો

છૂટક વેચાણ પછી જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો થવાને કારણે બજારનો મૂડ સુધર્યો છે. આ કારણે આજે બજારમાં ખરીદી ફરી વળી. બજાર લીલા નિશાનમાં બંધ થયું.

Braking News

હેમંત સોરેન 28 નવેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
હેમંત સોરેન 28 નવેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
November 24, 2024

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભારત ગઠબંધનની સફળતા બાદ, મુખ્યમંત્રી હેમંત સોરેને રવિવારે રાજભવન ખાતે રાજ્યપાલ સંતોષ ગંગવાર સાથે મુલાકાત કરી

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2025 All Rights Reserved By Ahmedabad Express