AMCની બેદરકારીથી 2.64 કરોડનું નુકસાન! 21 ટાટા ટીગોર ગાડીઓ ભાડે લીધી, AAP પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો – જનતા જાગો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું મોટું કૌભાંડ! 21 ટાટા ટીગોર ઇલેક્ટ્રિક ગાડીઓ પર 5 વર્ષમાં 2.64 કરોડ ભાડું ચૂકવ્યું, જ્યારે ગાડીઓની કિંમત માત્ર 2.10 કરોડ. AAP શહેર પ્રમુખ વિજય પટેલે પ્રેસ કોન્ફરન્સમાં ખુલાસો કર્યો – પ્રજાના ટેક્સનો દુરુપયોગ! AMCની અકુશળતા પર AAPનો હુમલો. વાંચો વિગતો.
અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલ, અમદાવાદ શહેર સંગઠન મહામંત્રી જતીન પટેલ અને વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોન પ્રમુખ યાત્રિક પટેલ દ્વારા એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં અમદાવાદ શહેર પ્રમુખ વિજય પટેલે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, આજે આપણે વાત કરીશું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અકૂશળતાના લીધે કઈ રીતે પ્રજા પર ભાર પડી રહ્યો છે. દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 15 હજારથી 17 હજાર કરોડનું બજેટ હોય છે. અને આ જોઈને લાગતું હશે કે અમદાવાદમાં જબરદસ્ત કામ થતા હશે. પરંતુ આવા કોઈ કામ થતા નથી કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વહીવટી કુશળતા નથી. તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર માટે પાંચ વર્ષ માટે ટાટા ટીગોર નામની ગાડી ભાડે રાખવામાં આવી હતી અને એ સમયે એ ગાડીની કિંમત 10 લાખ રૂપિયા હતી. તો આવી કુલ 21 ગાડીઓ AMCએ ભાડે લીધી. એક ગાડીનું એક મહિનાનું 21 હજાર રૂપિયાનું ભાડું હતું. તો એએમસીએ પાંચ વર્ષમાં એક ગાડી પાછળ કુલ 12 લાખ 60 હજારનું ભાડું ચૂકવ્યું છે. જ્યારે ગાડીની કિંમત જ 10 લાખ હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે આ કોર્પોરેશનનું મૂર્ખામી ભર્યું પગલું છે.
વધુમાં AAP શહેર પ્રમુખ વિજય પટેલે જણાવ્યું હતું કે, આવી કુલ 21 ગાડીઓ ભાડે લીધી હતી તો એની ગણતરી કરીએ તો 2 કરોડ 10 લાખની કિંમતની ગાડીઓનું 2 કરોડ 64 લાખ ભાડું ચૂકવ્યું છે. જો મ્યુનિસિપલ કોર્પોરેશન આવી જ રીતે પ્રજાના પૈસા વેડફશે તો જનતાએ ચૂકવેલા ટેક્સના પૈસાનું કોઈ યોગ્ય પરિણામ આવશે નહીં. આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જનતા વધારે મુદ્દાઓ વિશે વિચાર્યા વગર એક જ તરફ વોટ આપે છે જેના કારણે જે વહીવટી કુશળતાવાળો અધિકારી યોગ્ય જગ્યાએ બેસવો જોઈએ એ બેસતો નથી. હાલ કોઈ અધિકારીઓ સરકારના કંટ્રોલમાં નથી અને એ લોકો આવા પુષ્કળ કૌભાંડો કરી રહ્યા છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટી લોકોના ઘરે ઘરે જશે અને લોકોને જાગૃત કરશે. અમે લોકોને જણાવીશું કે જનતાએ આપેલા ટેક્સના પૈસાનો કઈ રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દુરુપયોગ થઇ રહ્યો છે અને પ્રજાના ટેક્સના પૈસાનો બારોબાર વહીવટ થઈ રહ્યો છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
સુરતની સરકારી શાળાઓને મોટી જીત. AAP નેતા રાકેશ હિરપરાના 3 વર્ષના સંઘર્ષથી સફાઈ ગ્રાન્ટમાં ઐતિહાસિક વધારો – ₹1,000થી ₹5,000-15,000 મળશે. 2 લાખ+ વિદ્યાર્થીઓને સ્વચ્છ શાળા, સફાઈ કર્મચારીઓને વધુ વળતર. શિક્ષણ સમિતિના 100 વર્ષમાં પહેલી વખત આવો વધારો! વાંચો વિગતો.
સુરત તાપી નદીમાં ઇન્ટેકવેલ ઝૂકીને જોખમમાં! AAP નેતા રામ ધડુક અને કોર્પોરેટર મહેશ અણઘણે સ્થળ પર પહોંચી સ્થિતિ જોઈ, કહ્યું – ટેકનિકલ ખામીઓથી કરોડોનું નુકસાન થશે, તાત્કાલિક સ્ટ્રક્ચરલ ચેક કરો અને જવાબદારો સામે કાર્યવાહી કરો. પૂરનું બહાનું ન બને. વાંચો વિગતો.
અમદાવાદ ઓમ નગર રેલ્વે ફાટક પર અંડરબ્રિજનું કામ 3 વર્ષથી અધૂરું! બાળકો જીવ જોખમમાં મૂકી ફાટક ક્રોસ કરે છે, હોસ્પિટલ પહોંચવું અશક્ય, ઇમરજન્સીમાં વાહન અટકે છે. AAP નેતા ગૌરી દેસાઈ સ્થાનિકો સાથે સ્થળ પર પહોંચી, AMCને ચેતવણી – તાત્કાલિક કામ નહીં તો ઉગ્ર આંદોલન! વાંચો વિગતો.