Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો

સોના અને હીરાના ઘરેણાંની દેશની સૌથી મોટી રીટેઇલ ચેઇન્સમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 22 જુલાઈ, 2023ના રોજ અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે કર્યું હતું.

Ahmedabad July 26, 2023
મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો

મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો

સોના અને હીરાના ઘરેણાંની દેશની સૌથી મોટી રીટેઇલ ચેઇન્સમાંથી એક મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 22 જુલાઈ, 2023ના રોજ અમદાવાદમાં તેનો બીજો સ્ટોર શરૂ કર્યો છે. અમદાવાદના સેટેલાઇટ રોડ પર આવેલા આ સ્ટોરનું ઉદ્ઘાટન વેજલપુર વિસ્તારના ધારાસભ્ય શ્રી અમિત ઠાકરે કર્યું હતું. આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડના રીજનલ હેડ (વેસ્ટ ઝોન) શ્રી ફન્ઝીમ અહેમદ અને અન્ય કેટલાક મહાનુભાવોએ હાજરી આપી હતી.

9000 ચો. ફૂટમાં ફેલાયેલા આ નવા સ્ટોરમાં ફક્ત 4.9%ના વાજબી મેકિંગ ચાર્જિસની સાથે ડીઝાઇની સૌથી મોટી વિવિધતાઓ તેમજ યોગ્ય કિંમતોએ ઘરેણાં ઉપલબ્ધ છે. આ સ્ટોરમાં સોના, હીરા, મૂલ્યવાન રત્નો, લાઇટવેઇટ પ્લેટિનમ, ચાંદી અને બીજી ઘણી બધી ધાતુઓમાંથી બનાવવામાં આવેલા બ્રાઇડલ, પરંપરાગત અને રોજબરોજ પહેરી શકાય તેવા ઘરેણાંની અદભૂત રેન્જ રજૂ કરવામાં આવી છે. અહીં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડની પ્રચલિત પેટા-બ્રાન્ડ્સમાંથી કેટલીક ચૂંટેલી ડીઝાઇનોને પણ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમ કે, માઇન ડાયમંડ જ્વેલરી, એરા અનકટ ડાયમંડ જ્વેલરી,  ડિવાઇન ઇન્ડિયન હેરિટેજ જ્વેલરી, એથનિક્સ હેન્ડક્રાફ્ટેડ એન્ટિક જ્વેલરી, પ્રીશિયા પ્રીશિયસ જેમસ્ટોન જ્વેલરી, વિરાઝ પોલ્કી જ્વેલરી વગેરે.

આ નવા સ્ટોરને શરૂ કરવા અંગે વાત કરતાં મલાબાર ગ્રૂપના ચેરમેન એમ. પી. અહેમદે જણાવ્યું હતું કે, ‘અમે અમદાવાદમાં અમારો બીજો સ્ટોર લૉન્ચ કરીને ખૂબ જ ખુશ છીએ. આ સ્ટોર ગુજરાત સાથેના અમારા સંબંધને વધુ સુદ્રઢ બનાવશે. અમને સતત સપોર્ટ પૂરો પાડવા બદલ અમે આ રાજ્યના લોકોના આભારી છીએ. પારદર્શકતા અને ગ્રાહકનો ભરોસો એ અમારા બિઝનેસની ફિલસૂફીના મૂળભૂત સ્તંભ છે. અમારી વિશ્વસ્તરીય સેવા અને ગ્રાહકકેન્દ્રી પહેલ અમને સમગ્ર વિશ્વમાં સૌથી વિશ્વસનીય ભારતીય જ્વેલર્સમાંથી એક બનવામાં મદદરૂપ થયાં છે. અમને સેવા પૂરી પાડવાનો મોકો આપવા બદલ અમે અમદાવાદના લોકોનો આભાર માનીએ છીએ.’

વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં પારદર્શકતા જાળવવા માટે જાણીતી આ બ્રાન્ડની તદ્દન વિશિષ્ટ રજૂઆત, જેમ કે, ‘વન ઇન્ડિયા વન ગોલ્ડ રેટ’, સમગ્ર દેશમાં એકસમાન દરે સોનું પૂરું પાડે છે. તો, ‘ફેર પ્રાઇઝ પ્રોમિસ’ ઘરેણાંનાં વાજબી મેકિંગ ચાર્જિસ રાખવા પર કેન્દ્રીત પહેલ છે, જે ગ્રાહકોની ઇચ્છાઓનો અનુસરે. આ બંને પહેલનો ઉદ્દેશ્ય ગ્રાહકોને તેમના દ્વારા ખરીદવામાં આવેલા દાગીનાનું પૂરેપૂરું મૂલ્ય વસૂલ થાય તેની ખાતરી કરવાનો છે.

પોતાના ગ્રાહકો પ્રત્યેની બ્રાન્ડની કટિબદ્ધતાને સુદ્રઢ બનાવવા માટે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે 10 વચન આપ્યાં છે. મલાબારના આ વચનોમાં રત્નના વજનને દર્શાવવાની સાથે કિંમતની સ્પષ્ટ રજૂઆત કરતા ટૅગ, ચોખ્ખું વજન અને ઘરેણાંમાં જડવામાં આવેલા રત્નના ચાર્જ; ઘરેણાંના આજીવન મેઇન્ટેનન્સની બાંયધરી; જ્યારે પણ સોનાના જૂના દાગીનાને વેચવા આવો ત્યારે આ સોનાનું 100% મૂલ્ય આપવું; એચયુઆઇડીનું 100% અનુપાલન કરતું સોનું, આઇજીઆઈ અને જીઆઇએ પ્રમાણિત હીરા, જે વૈશ્વિક ધોરણોના 28- બિંદુઓની ગુણવત્તા ચકાસણીની ખાતરી કરે છે, બાયબૅકની બાંહેંધરી, જવાબદારીપૂર્વક સૉર્સિંગ અને શ્રમ સંબંધિત યોગ્ય વ્યવહારોનો સમાવેશ થાય છે.

11 દેશોમાં 320થી વધારે સ્ટોરની સાથે ઘરેણાંઓની આ વૈશ્વિક બ્રાન્ડ નવા બજારોમાં પગરણ માંડી રહી છે અને રીટેઇલ વિસ્તરણના તેના મહત્વકાંક્ષી પ્લાનની સાથે સમગ્ર ભારતમાં આવેલા વિવિધ માર્કેટોમાં તેની હાજરીની સુદ્રઢ બનાવી રહી છે. આ બ્રાન્ડ જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ જીતી ચૂકી છે, જેમ કે - જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી) દ્વારા આયોજિત 48મા ઇન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી એવોર્ડ્સ (આઇજીજેએ) 2021 ખાતે હાઈએસ્ટ એમ્પ્લોયમેન્ટ ઑન ધી કંપની રોલ્સ અને ધી ગ્લોબલ રીટેઇલર ઑફ ધી યર એવોર્ડ. ગ્રૂપની સીએસઆર પહેલના ભાગરૂપે મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડે એવી પણ જાહેરાત કરી છે કે, તેઓ અમદાવાદના સ્ટોર દ્વારા કમાવામાં આવેલા નફામાંથી 5% રકમને આ ક્ષેત્રમાં થઈ રહેલી વિવિધ સખાવતી અને પરોપકારી પ્રવૃત્તિઓ માટે ફાળવશે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026
new delhi
March 29, 2026

અદાણી ડિફેન્સનો કમાલ: ભારતીય સેનાને સમય કરતા ૧૧ મહિના વહેલી સોંપી ૨,૦૦૦ 'પ્રહાર' LMG 2026

અદાણી ડિફેન્સે ગ્વાલિયર ફેસિલિટીમાં નિર્મિત ૨,૦૦૦ 'પ્રહાર' લાઈટ મશીન ગન ભારતીય સેનાને સોંપી, જે ૯૦% થી વધુ સ્વદેશી છે.

મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ
new delhi
March 28, 2026

મારુતિ સુઝુકીમાં મહિલાઓનો દબદબો: એન્જિન એસેમ્બલી અને પ્રોડક્શનમાં હવે સ્ત્રી શક્તિનો જાદુ

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીના પ્લાન્ટમાં ૧૯૦ થી વધુ મહિલાઓ એન્જિન અને ટ્રાન્સમિશન એસેમ્બલી લાઇન પર કાર્યરત છે.

મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ
rajkot
March 27, 2026

મારવાડી યુનિવર્સિટીને કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ ક્ષેત્રે મળ્યું ક્યૂએસ ગ્લોબલ રેન્કિંગ

રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટીએ કમ્પ્યુટર સાયન્સ અને ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ માટેના QS વર્લ્ડ યુનિવર્સિટી વિષય રેન્કિંગ 2026 માં 751–850 રેન્ક બેન્ડ પ્રાપ્ત કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. આ પ્રતિષ્ઠિત લિસ્ટમાં સ્થાન મેળવનારી તે ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે. મારવાડી યુનિવર્સિટી હવે IIT જેવી અગ્રણી સંસ્થાઓ સાથે ભારતની ટોચની 40 સંસ્થાઓમાં સામેલ થઈ છે.

Braking News

Shimla Winter Carnival: હિમાચલની સંસ્કૃતિ અને પર્યટનની ઉજવણી
Shimla Winter Carnival: હિમાચલની સંસ્કૃતિ અને પર્યટનની ઉજવણી
December 24, 2024

હિમાચલ પ્રદેશનું શાંત પહાડી નગર શિમલા એક વાઇબ્રન્ટ સાંસ્કૃતિક હબમાં પરિવર્તિત થયું છે કારણ કે મંગળવારે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ અત્યંત અપેક્ષિત વિન્ટર કાર્નિવલનું ઉદ્ઘાટન કર્યું હતું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
રાજ્યસભાએ 12 સાંસદો વિરુદ્ધ વિશેષાધિકારના કથિત ભંગનો કેસ તપાસ માટે સમિતિને સોંપ્યો
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express