મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે સેબીમાં ડીઆરએચપી ફાઈલ કર્યું
નાણાંકીય વર્ષ 2021, 2022 અને 2023માં આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી હેલ્થ બેનિફિટ્સ એડમિનિસ્ટ્રેટર અને બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ
પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
નાણાંકીય વર્ષ 2021, 2022 અને 2023માં આવકની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી હેલ્થ બેનિફિટ્સ એડમિનિસ્ટ્રેટર અને બેંગલુરુમાં મુખ્ય મથક ધરાવતી મેડી આસિસ્ટ હેલ્થકેર સર્વિસીસ લિમિટેડે માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ
પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે.
કંપની રૂ. 5ની ફેસ વેલ્યુના 28,028,168 ઇક્વિટી શેર્સ (2.80 કરોડ અથવા 28.03 મિલિયન ઇક્વિટી શેર)ની ઓફર ફોર સેલ (ઓએફએસ) દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના ધરાવે છે. (“કુલ ઓફરની સાઈઝ”) રિટેલ અને ગ્રૂપ પોલિસી માટે પ્રીમિયમ અંડર મેનેજમેન્ટની દ્રષ્ટિએ કંપની ભારતમાં સૌથી મોટી હેલ્થ બેનિફિટ એડમિનિસ્ટ્રેટર પણ છે, જેમાં રિટેલ હેલ્થ ઈન્શ્યોરન્સ માર્કેટનો 14.83% અને ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ માર્કેટનો 41.71% બજાર હિસ્સો છે, અને એફએન્ડએસ રિપોર્ટ અનુસાર નાણાંકીય વર્ષ 2022 માટે હેલ્થ બેનિફિટ એડમિનિસ્ટ્રેટર્સ દ્વારા સંયુક્ત રિટેલ અને ગ્રુપ સેગમેન્ટનો હિસ્સો 33.67% છે.
વેચાણ માટેની ઓફરમાં ડો. વિક્રમ જીત સિંહ છટવાલ દ્વારા 25,39,092 સુધીના ઇક્વિટી શેર, મેડીમેટર હેલ્થ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 1,24,68,592* ઇક્વિટી શેર્સ, બેસેમર હેલ્થ કેપિટલ એલએલસી (“પ્રમોટર ગ્રુપ સેલિંગ શેરહોલ્ડર્સ”) દ્વારા 66,06,084 ઇક્વિટી શેર્સ સુધી, ઇન્વેસ્ટકોર્પ દ્વારા 62,75,706 ઇક્વિટી શેર્સ (“ઈન્વેસ્ટર્સ સેલિંગ શેરહોલ્ડર્સ”), વિવેક પંડિત દ્વારા 26,382 ઇક્વિટી શેર્સ સુધી, રાહુલ એમ ખન્ના દ્વારા 22,613 ઇક્વિટી શેર્સ સુધી, શંકર રાવ પાલેપુ (પાલેપુ નીના રાવ સાથે સંયુક્ત રીતે) દ્વારા 17,337 ઇક્વિટી શેર્સ સુધી, પ્રમોદ મનોહર આહુજા દ્વારા 17,337 ઇક્વિટી શેર્સ સુધી (જ્યોતિ આહુજા સાથે સંયુક્ત રીતે), કેશવ સાંઘી દ્વારા 17,337 ઇક્વિટી શેર્સ સુધી (વિનીતા કેશવ સાંઘી સાથે સંયુક્ત રીતે), અમિતકુમાર ગજેન્દ્રકુમાર પટણી દ્વારા 13,567 ઇક્વિટી શેર્સ સુધી (રૂચિ અમિતકુમાર પટણી સાથે સંયુક્ત રીતે) (“અન્ય વેચાણ શેરધારકો”)નો સમાવેશ થાય છે. (“ઓફર ફોર સેલ”) એક્સિસ કેપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, નુવામા વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડ (અગાઉ એડલવાઈસ સિક્યોરિટીઝ લિમિટેડ તરીકે ઓળખાતી), એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરવામાં આવતા ઈક્વિટી શેરને બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા લિમિટેડના સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કરવાની યોજના છે.
પાકિસ્તાની બજાર નિષ્ણાતોએ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જમાં આ ઘટાડાનું કારણ આગામી થોડા દિવસોમાં સંભવિત હુમલાના સમાચારને ગણાવ્યું.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.