મહાઠગ કિરણ પટેલના જમીનના ઠગાઈ કેસમાં 21 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર
કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરીને ક્રાઈમ બ્રાંચે વધુ જામીન માંગતા કોર્ટે 21 એપ્રિલ સુધી રિમાન્ડ મંજુર કર્યાં
અમદાવાદઃ મહાઠગ કિરણ પટેલ 18 એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ પર હતા. કિરણ પટેલની સામે એક ઈવેન્ટ કંપનીના માલિકે 3.51 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે. હવે કિરણનો ગાળિયો વધુ મજબૂત થતાં તેની મુશ્કેલીમાં સતત વધારો થયો છે. અમદાવાદમાં આવેલ કન્સ્ટ્રક્શનનું કામ કરતાં એક વ્યક્તિએ કિરણ પટેલે તેની સાથે 80 લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. આજે કિરણ પટેલના જામીન પૂર્ણ થતાં તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં જમીનની ઠગાઈ કેસમાં કિરણ પટેલના વધુ જામનીની માંગ કરી હતી. કોર્ટે કિરણના 21 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે.
80 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં રહેતાં દિપસિંહ ચાવડા નામના બિલ્ડરે મહાઠગ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પ્રમાણે દિપસિંહની કિરણ સાથે સાબરમતી જેલમાં મુલાકાત થઈ હતી. ત્યારે તેણે તે વખતે દિપસિંહ પાસે ઉધાર પૈસાની માંગણી કરી હતી. પરંતુ દિપસિંહે તેમને પૈસા આપવાની ના પાડી દીધી હતી. ત્યાર બાદ કિરણ પટેલે તેમને ફોન કરીને બોપલમાં રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતાં અને નારોલમાં તેની જમીન વેચવાની વાત કરી હતી. ત્યાર બાદ દીપસિંહ અને કિરણ આ જમીન જોવા માટે ગયા હતાં અને ત્યાં 80 લાખ રૂપિયાની ડીલ નક્કી થઈ હતી.
બાનાખત કરાવી 80 લાખ રૂપિયા પડાવ્યા
ત્યારબાદ નારોલ સબરજિસ્ટ્રાર કચેરીમાં બાનાખત તૈયાર કરવામાં આવ્યો હતો અને એડવાન્સમાં 25 લાખ રૂપિયા કિરણને આપ્યા હતાં. બાનાખત તૈયાર થતાં 6 મહિનામાં જમીનનો દસ્તાવેજ તૈયાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બાકીના 55 લાખ રૂપિયા કિરણને દીપસિંહે આપ્યા હતાં. પૈસા લીધા બાદ કિરણ પટેલે દસ્તાવેજ માટે ગલ્લાતલ્લા કર્યા હતાં અને દીપસિંહે તેને નોટીસ મોકલાવી હતી. પરંતુ તેણે કોઇ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ તેના ઘરે ધક્કા ખાતા તેની પત્નીએ પણ સરખા જવાબો નહોતા આપ્યા.
ક્રાઈમ બ્રાંચ આગામી દિવસોમાં તપાસ શરૂ કરશે
થોડા દિવસો પછી કિરણ પટેલનો દીપસિંહ પર ફોન આવ્યો હતો અને તેણે PMO ઓફિસમાં કામ કરતો હોવાની વાત કરીને વોટ્સએપ પર વિઝિટિંગ કાર્ડની કોપી મોકલી આપી હતી. કિરણ સામે તેમણે જમીનનો દસ્તાવેજ કરવાનો હોવાથી તેની સામે ફરિયાદ નહોતી નોંધાવી પણ હવે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. અગાઉ પણ એક ઈવેન્ટ કંપનીના માલિકે કિરણ પટેલ સામે 3.51 લાખનો ચુનો લગાવ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. ક્રાઈમ બ્રાંચ આગામી સમયમાં કિરણ પટેલ સામે વધુ એક ફરિયાદમાં તપાસ શરૂ કરે તેવી શક્યતાઓ છે.
આજના કારોબારમાં, BSE મિડકેપ ઇન્ડેક્સ 0.7 ટકા ઘટ્યો હતો, જ્યારે BSE સ્મોલકેપ ઇન્ડેક્સ 1.7 ટકા ઘટ્યો હતો.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.