Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું

નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું

નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલ, NHAI અને ટ્રાફિક ટીમે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું. વડીયા જકાતનાકા, નાના લીમટવાડા, ખામર, મકાઈ ધોધ સહિત 10+ જગ્યાએ કેટ આઈ, સાઇન બોર્ડ, બમ્પ-બેરિયરના આદેશ. દેડીયાપાડામાં હેલ્મેટ વિતરણ સાથે જાગૃતિ. વિગતો જુઓ.

Rajpipla February 13, 2026
નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું

નર્મદા જિલ્લામાં અકસ્માતો રોકવા મોટી કાર્યવાહી: DSP વિશાખા ડબરાલે બ્લેક સ્પોટનું નિરીક્ષણ કર્યું

રાજપીપલા: નર્મદા જિલ્લામાં વાહન અકસ્માતોને રોકવા તથા માર્ગ સલામતી મજબૂત બનાવવા હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી વિશાખા ડબરાલ, પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એસ.કે. ગામીત અને
પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી એસ.એસ. મિશ્રા તેમજ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ અભિયાન અંતર્ગત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના સાઇટ એન્જિનિયર પરેશભાઇ સોલંકી તથા સ્ટેટ હાઇવે (SH)ના મદદનીશ ઇજનેર રાહુલભાઇ ભદાણેએ જિલ્લાના વિવિધ બ્લેક સ્પોટ તથા સંભવિત અકસ્માતવાડી જગ્યાઓનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં વડીયા જકાતનાકા ચારરસ્તા, નાના લીમટવાડા, ખામર, બોરિન્દ્રા, મકાઈ ધોધ, પણગામ, કણબીપીઠા, દુધલીવેર, નીંઘટ રામેશ્વર હોટેલ પાસે તથા અમીયાર ગામ જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં હતાં.

આ નિરીક્ષણ દરમિયાન અકસ્માત નિવારણ માટે જરૂરી કેટ આઈ, સાઇન બોર્ડ, હાઇ માસ્ક લાઇટ, ક્રોસ બેરિયર, થર્મોપ્લાસ્ટિક પટ્ટા, રબ્બર સ્ટ્રીપ બંપ, યેલો બોક્ષ તથા બ્રિંકર લાઇટ જેવી વ્યવસ્થાઓ તાત્કાલિક સ્થાપિત કરવા તથા રોડ એન્જિનિયરિંગમાં સુધારા માટે અસરકારક પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી ફેટલ અકસ્માતો જેવા ગંભીર બનાવો અટકાવી શકાય અને માર્ગ અકસ્માતનું પ્રમાણ ઘટાડવામાં સહાય મળે.

ત્યારબાદ દેડીયાપાડા પોસ્ટ ખાતે યોજાયેલ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન વાહનચાલકોને હેલ્મેટનું વિતરણ કરી ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા સમજ આપવામાં આવી હતી. નર્મદા જિલ્લા ટ્રાફિક પોલીસ જાહેર જનતાની અમૂલ્ય જીંદગી સુરક્ષિત રહે તે માટે હંમેશા પ્રતિબદ્ધ રહી કાર્યરત છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ
gandhinagar
February 13, 2026

દેશની પ્રથમ CBDC આધારિત PDS યોજનાનો શુભારંભ ગુજરાતમાં, અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ કરશે લોન્ચ

ગુજરાતમાં દેશની પ્રથમ CBDC આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ ૧૫ ફેબ્રુઆરીએ! કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે મહાત્મા મંદિરમાં લોન્ચ. અન્નપૂર્ટિ ગ્રેઇન ATM, ૧ કિ.ગ્રા તુવેર-ચણા પેકિંગ, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન અને ગ્રાહક સુરક્ષા MOU શરૂ. પારદર્શક ડિજિટલ વિતરણ યુગની શરૂઆત. વિગતો જુઓ.

આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને રૂ. ૫ કરોડથી વધુનું પ્રોત્સાહન – પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની જાહેરાત
gandhinagar
February 13, 2026

આદિજાતિ વિસ્તારના ૧૧ જિલ્લાના ૨૫૮ ગામોને રૂ. ૫ કરોડથી વધુનું પ્રોત્સાહન – પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલની જાહેરાત

નર્મદા જિલ્લાના ૨૫૮ આદિજાતિ ગામોને ‘મરામત-નિભાવણી પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ હેઠળ રૂ. ૫.૧૬ કરોડનું ઇનામ! પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે જાહેર કર્યું – ૭૦+ ગુણ મેળવનાર ગ્રામ પંચાયતને રૂ. ૨ લાખ ઇનામ. જલ જીવન મિશન હેઠળ આયુર્વેદ-યોગ સેવા વિસ્તારશે. વિગતો જુઓ.

રાજપીપલામાં મોટી સમીક્ષા બેઠક! આયુષ સોસાયટીની કામગીરી પર ચર્ચા, આરોગ્ય સેવાઓને મળશે નવું બળ
rajpipla
February 13, 2026

રાજપીપલામાં મોટી સમીક્ષા બેઠક! આયુષ સોસાયટીની કામગીરી પર ચર્ચા, આરોગ્ય સેવાઓને મળશે નવું બળ

રાજપીપલામાં આયુષ સોસાયટીની મોટી સમીક્ષા બેઠક યોજાઈ: આયુર્વેદ, યોગ, યુનાની-હોમિયોપેથી સેવાઓની કામગીરી પર ચર્ચા, ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને નવું બળ મળશે. નવી યોજનાઓ, વધુ ફંડિંગ અને વિસ્તારની તૈયારી! વિગતો જુઓ.

Braking News

ગુજરાતે હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ માટે ડિઝાઇન શરૂ કરી
ગુજરાતે હાઇડ્રોજન વેલી પ્રોજેક્ટ માટે ડિઝાઇન શરૂ કરી
May 01, 2023

ડીએસટીનું વિઝન ગ્રીન હાઇડ્રોજન તરફ ભારતની પ્રગતિને સમર્થન આપવાનું છે અને 2047 સુધીમાં ભારતને ઊર્જા-સ્વતંત્ર રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાનું છે જ્યાં ગ્રીન હાઇડ્રોજન પેટ્રોલિયમ/અશ્મિ-આધારિત ઉત્પાદનોના વૈકલ્પિક બળતણ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
શું મોદી કેબિનેટનું વિસ્તરણ અટકી ગયું, હવે થશે કે નહીં? બધા સમીકરણો સમજો
July 25, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express