8 વર્ષ જૂના ડ્રગ્સ કેસમાં મમતા કુલકર્ણીને મળી રાહત, FIR રદ
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ થોડા વર્ષો પહેલા ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પછી તેને આ ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે.
બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણીનું નામ થોડા વર્ષો પહેલા ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ પછી તેને આ ડ્રગ્સ કેસમાં મોટી રાહત મળી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ઉપલબ્ધ પુરાવા મમતા કુલકર્ણીને દોષિત સાબિત કરવા માટે પૂરતા નથી. તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવામાં આવી છે.
મમતા કુલકર્ણી 8 વર્ષ જૂના ડ્રગ્સ કેસને લઈને ફરી એકવાર ચર્ચામાં છે. વર્ષ 2016માં તેનું નામ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. તેમનો કેસ હવે રદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં આ અંગે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે તેની સામે નોંધાયેલા તમામ કેસ પાયાવિહોણા છે અને આ બધું માત્ર તેને હેરાન કરવા માટે કરવામાં આવ્યું છે. મંગળવારે બોમ્બે હાઈકોર્ટે થાણેમાં 2000 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્તીના કેસમાં મમતા કુલકર્ણી વિરુદ્ધ નોંધાયેલી FIR ફગાવી દીધી છે.
ફ્રી પ્રેસ જર્નલના જણાવ્યા અનુસાર, કેસને ફગાવી દેતા કોર્ટે કહ્યું કે મમતા કુલકર્ણી સામેના પુરાવાઓથી કોઈ ગુનો સાબિત થતો નથી. હાઈકોર્ટે 22 જુલાઈએ કુલકર્ણી સામેનો કેસ ફગાવી દીધો હતો, પરંતુ વિગતવાર આદેશ બુધવારે એટલે કે 7 ઓગસ્ટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
ફેશન ફોટોગ્રાફર અને પ્રખ્યાત મલયાલમ સિનેમા અભિનેતા રાધાકૃષ્ણન ચકયતનું અવસાન થયું. તેમણે ૨૩ મેના રોજ ૫૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ તેમના ફોટોગ્રાફી અને અભિનય માટે જાણીતા હતા.
અક્ષય કુમાર એક મહાન અભિનેતા હોવાને કારણે 21 ફિલ્મોમાં કામ કર્યું છે અને મોટાભાગની ફિલ્મો સુપરહિટ રહી છે. હવે આ જોડી ફરી એકવાર સાથે જોવા મળશે. બંને બે ફિલ્મોમાં સાથે આવવાની ચર્ચા હતી, પરંતુ અભિનેતા એક ફિલ્મથી પાછળ હટી ગયા છે.
"કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્ત કેમ રિલીઝ ન થઈ? ₹250 કરોડના બજેટ સાથે બાહુબલી અને પુષ્પાને ટક્કર આપનાર આ ફિલ્મની વાર્તા અને નેપોટિઝમના આરોપો વિશે જાણો. વધુ વાંચો!"