સતકર્મોના ૧૧ વર્ષ સફળતાપૂર્ક સંપન્ન કરી મેંગોપીપલ પરીવાર દ્વારા ૧૨ માં વર્ષમાં મંગલપ્રવેશ
એપ્રીલ ૨૦૧૪ થી કાર્યરત નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મેંગોપીપલ પરીવાર દ્વારા દરરોજ ઝુપડપટ્ટીમાં અંદર જઈને બાળકોને નિઃશુલ્ક અક્ષરજ્ઞાન આપવામાં આવે છે.
એપ્રીલ ૨૦૧૪ થી કાર્યરત નિર્મલરાજ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત મેંગોપીપલ પરીવાર સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી ઝુપડપટ્ટીના બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ કરી રહેલ છે. મેંગોપીપલ પરીવાર દ્વારા દરરોજ ઝુપડપટ્ટીમાં અંદર જઈને બાળકોને નિઃશુલ્ક અક્ષરજ્ઞાન આપવામાં આવે છે. સામાન્ય જ્ઞાન મેળવ્યા બાદ મેંગોપીપલ પરીવાર આ બાળકોને શેક્ષણીક રીતે એડોપ્ત કરે છે, અને નજીક ની શાળામાં આગળ અભ્યાસ માટે દાખલ કરે છે. બાળક જ્યાં સુધી અભ્યાસ કરે ત્યાં સુધીનો તમે ખર્ચ મેંગોપીપલ પરીવાર સંસ્થા ઉપાડે છે. મેંગોપીપલ પરીવાર દ્વારા બાળકોને અભ્યાસ બાદ દરરોજ શુદ્ધ અને પૌષ્ટિક નાસ્તો પણ અર્પણ કરવામાં આવે છે. આજના શુભ દિવસથી મેંગોપીપલ પરીવાર દ્વારા તેમની વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. www.mangopeople.org જેની અચૂક મુલાકાત લેશો.
ઉપરાંત મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ "પ્રોજેક્ટ મુસ્કાન" અંતર્ગત છેલ્લા ૭ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમવિસ્તારોની દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ્સ તથા અન્ડરગારમેન્ટ દર મહિને વિતરણ કરવામાં આવે છે. પ્રોજેક્ટ મુસ્કાન ના ફાવુંન્ડર શ્રીમતી રુપલબેન રાઠોડ દ્વારા દરેક દીકરીઓ ને ગંદા કપડાથી થતા નુકસાન અને સેનેટરી પેડ્સના ફાયદા સમજાવતા સુંદર સેમીનાર પણ ગોઠવવામાં આવે છે. પ્રોજેક્ટ મુસ્કાન હાલ રાજકોટ, જામનગર, વાંકાનેર ઉપરાંત હવે તો મોરબીમાં સરકારી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તથા છત્રાલયોમાં કાર્યરત છે.
સંસ્થાના આવા અનેક ભગીરથ કાર્યોમાં સહભાગી થવા માટે અને સંસ્થાન ૧૨ માં વર્ષમાં મંગલપ્રવેશ નિમિતે શુભેચ્છા આપવા માટે શ્રી મનીષભાઈ રાઠોડ મો. 9276007786 નંબર પર સંપર્ક કરવા અનુરોધ છે.
ચાલો સાથે મળી કોઈના સ્મિતનું કારણ બનીએ...
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."