Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા.

Ahmedabad February 22, 2026
ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

ભાવનગરમાં 151 યુગલોના સમૂહ લગ્ન, AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન રહ્યાં હાજર

અમદાવાદ/ભાવનગર/ગુજરાત : આજે ભાવનગરના જવાહર મેદાન ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત સામૂહિક લગ્ન પ્રસંગે હાજર રહ્યા હતા. વીર માંધાતા સંગઠનના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી તેમજ સમગ્ર વીર માંધાતા સંગઠને આ સામૂહિક લગ્ન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. અરવિંદ કેજરીવાલજી, CM ભગવંત માન સાહેબ, રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીની સાથે સાથે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા અને ધારાસભ્ય સુધીર વાઘાણી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીએ જણાવ્યું હતું કે, આજે ખૂબ જ શુભ દિવસ છે જ્યારે ૧૫૧ યુગલો એક સાથે લગ્ન કરી રહ્યા છે, અને ચારે બાજુ આનંદનું વાતાવરણ છે. હું આમ આદમી પાર્ટીના નેશનલ જૉઇન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકી અને પ્રદેશ યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી બંનેને અભિનંદન પાઠવું છું, જે આવું પુણ્ય કાર્ય કરી રહ્યા છે. સાથે સાથે વીર માંધાતા સંગઠનને પણ અભિનંદન પાઠવું છું. રાજુભાઈએ છેલ્લા 12 વર્ષમાં 2000થી વધુ જોડીઓના લગ્ન કરાવીને આ પુણ્ય કાર્ય કર્યું છે. હું તમામ નવદંપતિઓને પણ અભિનંદન પાઠવું છું, જે પોતાના જીવનમાં નવી દિશામાં આગળ વધી રહ્યા છે. હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે તેઓ તમને ખૂબ ખુશીઓ આપે અને તમે સૌ ખૂબ પ્રગતિ કરો.

અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે, આજનો આ કાર્યક્રમ વીર માંધાતા કોળી સમાજ દ્વારા આયોજિત છે. આજે દિલ્હીથી અખિલ ભારતીય કોળી સમાજના મહિલા અધ્યક્ષા અહીં હાજર છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોળી સમાજ વિવિધ પુણ્ય કાર્યોમાં હંમેશા આગળ રહે છે. ગુજરાતના વિકાસમાં કોળી સમાજનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. કોળી સમાજના બાળકો ખૂબ પ્રતિભાશાળી, મહેનતુ અને દેશભક્ત છે. તેથી જો કોળી સમાજના બાળકોને યોગ્ય શિક્ષણ, યોગ્ય સ્કિલ અને સારા અવસર મળે તો તેઓ વધુ પ્રગતિ કરી શકે. જેમ અહીં જણાવાયું કે લોકપ્રિય ક્રિકેટ ખેલાડી વિક્રમ ચૌધરી પણ કોળી સમાજમાંથી આવે છે અને સમગ્ર દેશનું નામ વિશ્વમાં રોશન કરી રહ્યા છે. આજે અહીં ઉપસ્થિત તમામ લોકોને હું અભિનંદન પાઠવું છું અને અહીં આશીર્વાદ આપવા આવેલા તમામ સાધુ-સંતોને પણ અભિનંદન પાઠવું છું. આવનારા સમયમાં ગુજરાતમાં આવા વધુ સામાજિક, ધાર્મિક અને રાજકીય કાર્યક્રમો યોજાશે તેમાં હું હાજરી આપતો રહીશ.

આ પ્રસંગે પંજાબની આમ આદમી પાર્ટી સરકારના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબે જણાવ્યું કે વીર માંધાતા કોળી સમાજ સંગઠન દ્વારા આજે 12મો સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાયો છે. આજે તેમાં 151 જોડીઓના લગ્ન થયા છે અને અમે તેમને આશીર્વાદ આપવા માટે હાજર રહ્યા છીએ. આ અવસરે હું વીર માંધાતા કોળી સમાજ તેમજ રાજુભાઈ સોલંકી અને બ્રિજરાજ સોલંકીને અભિનંદન પાઠવું છું, જેમણે આ પુણ્ય કાર્ય કર્યું અને આ પ્રસંગે અમને પણ યાદ કર્યા. લોકોની ભલાઈ થાય તેવા સામાજિક કાર્યક્રમો થવા જોઈએ. આવનારા સમયમાં ગુજરાતમાં એવો કોઈપણ કાર્યક્રમ હશે જેમાં સમાજ અને લોકોની ભલાઈ થાય, તે રાજકીય હોય, સામાજિક હોય કે ધાર્મિક હોય, એવા કાર્યક્રમોમાં અમે ચોક્કસ હાજરી આપીશું.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત
ahmedabad
February 22, 2026

ઇન્ડિયા–યુએસ ટ્રેડ ડીલ સામે AAPનું મહા અભિયાન, “પરિવર્તન લાવો,ખેડૂત બચાવો”ની જાહેરાત

AAP ગુજરાતે ઇન્ડિયા-યુએસ ટ્રેડ ડીલ સામે મહા અભિયાન શરૂ કર્યું. સોમનાથથી યાત્રા શરૂ, 8 માર્ચે ગાંધીનગરમાં અરવિંદ કેજરીવાલ સાથે મહાજનસભા. ખેડૂતોના MSP, નકલી બિયારણ સમસ્યા ઉઠાવશે.

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી
ahmedabad
February 22, 2026

ટ્રમ્પના ટેરિફને અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય અને અન્યાયી ગણાવ્યો: ઈસુદાન ગઢવી

અમેરિકાની સુપ્રીમ કોર્ટે Trump tariffsને illegal જાહેર કર્યા. AAP ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીનો આરોપ: મોટી જાહેરાતોથી ખેડૂતોને ભરમાવી લૂંટ ચાલે છે.

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો!
ahmedabad
February 21, 2026

કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર હુમલો! "સામાન્ય જનતા માટે નહીં, લૂંટની યોજના"

અમદાવાદ પ્રેસ કોન્ફરન્સમાં અરવિંદ કેજરીવાલનો ગુજરાત બજેટ પર ઉગ્ર પ્રહાર. “30 વર્ષમાં રસ્તા-શાળા-હોસ્પિટલો ખરાબ, બજેટ લૂંટની યોજના છે”. ટ્રેડ ડીલથી ખેડૂતોને નુકસાન, દેશ અમેરિકાને ગીરવે મૂકાયો. ભગવંત માન: “પંજાબમાં 10 લાખ આરોગ્ય વીમા, 24 કલાક વીજળી – ગુજરાતમાં કેમ નહીં?”. AAP નેતાઓ ગોપાલ ઇટાલિયા-ચૈતર વસાવા હાજર. વિગતો જુઓ.

Braking News

ચિરાગ પાસવાને પીએમ મોદીના નેતૃત્વ અને અનુભવની પ્રશંસા કરી
ચિરાગ પાસવાને પીએમ મોદીના નેતૃત્વ અને અનુભવની પ્રશંસા કરી
October 08, 2024

કેન્દ્રીય મંત્રી અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના નેતા ચિરાગ પાસવાને જાહેર સેવામાં 23 વર્ષ પૂરા થવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
સિંહના શિકારની કળા: જંગલને જીતવાની કળાનું અંતિમ કૌશલ્ય
March 31, 2023
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
વ્યવસાય માટે Truecaller એ ગ્રાહકના અનુભવને વધારવા માટે નવી સંચાર સુવિધાઓ શરૂ કરી
February 22, 2023
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
મણિપુર: મણિપુરમાં શું થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે? હિંસાની આગ કોણે ભડકાવી?
July 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express