વડોદરામાં ધોરણ ૧-૨ના શિક્ષકો માટે માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા ધોરણ ૧-૨ ની શિક્ષક તાલીમ માટેના માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી.
ચાલુ શૈક્ષણિક વર્ષથી તમામ સરકારી પ્રાથમિક શાળાઓના ધોરણ ૧-૨ ના વિધાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિ અને NCF-FS આધારિત વિવિધ પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય અને અધ્યયન સંપુટ નિર્માણ કરવામાં આવ્યું છે. આ સામગ્રીના ઉપયોગ, ધોરણ ૧-૨ ના અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા, વર્ગખંડ શૈક્ષણિક પ્રક્રિયા જેવી બાબતો માટે જિલ્લાના માસ્ટર ટ્રેનર્સની બે દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં બંને દિવસ દરમિયાન તાલીમાર્થીઓને જિલ્લાના રિસોર્સ પર્સન ધ્વારા વિસ્તૃત માર્ગદર્શન, જુથ કાર્ય અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું.
રાજ્ય કક્ષાએથી ઉપસ્થિત રહેલ પ્રતિનિધિ/KRP શ્રી પ્રિસ્કીલાબેને બંને તાલીમ વર્ગોની મુલાકાત લઈ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મહેશ પાંડેએ રમુજી વાર્તા,ચર્ચા દ્વારા શિક્ષક તાલીમની અગત્યતા, સમય પાલન વિશે સૌને માર્ગદર્શન આપી તાલીમાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરે અને ઉચ્ચ સ્થાન હાસિલ કરે તેવા શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તાલીમમાં રાજ્યકક્ષાએથી તાલીમ મેળવીને આવેલા તમામ રિસોર્સ પર્સને તજજ્ઞ તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.આ તાલીમનું સમગ્ર સંચાલન એડીપીસી શ્રી રાકેશ સુથારે જયારે સી.આર.સી.કો.ઓ. શ્રી પ્રકાશ ચૌધરી અને મુકેશ શર્માએ વર્ગ સંચાલન અને જરૂરી વ્યવસ્થાની કામગીરી કરી હતી.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"