Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર

પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં સૌથી વધુ પાંચ ઈંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ વરસાદ વરસ્યો, ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ; સૌથી વધુ કચ્છ ઝોનમાં ૮૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો.

, July 31, 2024
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર

રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મેઘમહેર

રાજ્યના ઉત્તર ગુજરાતમાં ગઈકાલે મેઘમહેર જોવા મળી હતી.જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના વિવિધ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.જેમાં પાટણ જિલ્લાના પાટણ તાલુકામાં પાંચ ઇંચ અને સરસ્વતી તાલુકામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.જયારે ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં ચાર ઇંચ જ્યારે જોટાણા, ખેરાલુ, મહેસાણા મળીને કુલ ત્રણ તાલુકામાં ત્રણ –ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત બેચરાજી, રાધનપુર, સાંતલપુર, લખાણી, માંડવી-કચ્છ, ચાણસ્મા, અંજાર, સિદ્ધપુર, વડનગર,  દેત્રોજ- રામપુરા, ઉમરપાડા, હારીજ, ખંભાળિયા, ભચાઉ અને સતલાસણા મળીને કુલ ૧૫ તાલુકામાં બે – બે ઇંચ વરસાદ વરસ્યોછે.આ ઉપરાંત રાજ્યના ૨૩ જેટલા તાલુકાઓમાં એક ઇંચ થી વધુ જ્યારે સમગ્ર રાજ્યના કુલ ૧૬૯ તાલુકામાં ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ નોંધાયાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૩૧મી જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૦ ટકાથી વધુ નોંધાયો છે. જ્યારે, કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૮૪ ટકાથી વધુ અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૭૫ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ૬૯ ટકાથી વધુ, ઉત્તર ગુજરાત માં ૪૩ ટકા તેમજ પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૪૨ ટકાથી વધુ મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ પહેલ, અમદાવાદ DRM ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ
ahmedabad
February 17, 2026

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ પહેલ, અમદાવાદ DRM ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ

પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ! DRM વેદ પ્રકાશ અને ડૉ. મનોજ કુમાર દેવે તણાવ, ડિપ્રેશન, કાર્ય-જીવન સંતુલન અને સારવારની જરૂરિયાત પર વાત કરી. કર્મચારીઓને કસરત, આહાર અને વાતચીતની સલાહ – પ્રશ્નોત્તરી સત્રમાં ઉત્સાહી ભાગીદારી. વિગતો જુઓ.

શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા
gandhinagar
February 17, 2026

શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા

ગુજરાતમાં શેરડી પાકમાં રોગ અને જીવાતથી બચાવવા ખેતી નિયામકશ્રીની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી! બિયારણ પસંદગી, જમીન તૈયારી, ફૂગનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણના સરળ પગલાં – સુકારા, રાતડા, ચાબુક રોગથી બચાવો. ખેડૂતો માટે મહત્વપૂર્ણ ટિપ્સ – વિગતો જુઓ.

ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ
ahmedabad
February 16, 2026

ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ

ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ. અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ – 4 કલાકમાં યાત્રા, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, 8 કોચ. હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. લીલી ઝંડી શોભનાબેન બારૈયા સહિત નેતાઓએ આપી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.

Braking News

પથુમ નિસાન્કાએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર શ્રીલંકાના પ્રથમ ખેલાડી બન્યો
પથુમ નિસાન્કાએ રચ્યો ઈતિહાસ, આવું કરનાર શ્રીલંકાના પ્રથમ ખેલાડી બન્યો
February 09, 2024

શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે પલ્લેકેલે મેદાન પર રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકન ટીમના ખેલાડી પથુમ નિસાંકાના બેટમાંથી બેવડી સદી જોવા મળી હતી. આ સાથે નિસાંકા વનડે ફોર્મેટમાં શ્રીલંકા માટે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં  હિસ્સેદારી
નાણાકીય વર્ષ 2023 માટે મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો, એમડીએફ અને લેમિનેટ બિઝનેસના વધારામાં હિસ્સેદારી
May 05, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express