તા. ૨૦ અને ૨૧ ડિસેમ્બરના રોજ રાજ્યકક્ષાના મંત્રી એસ.પી. સિંઘ બધેલ નર્મદા જિલ્લાની મુલાકાત લેશે
કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેનાર છે. તેની સાથે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, સ્કૂલ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે.
ભરત શાહ, નર્મદા : તા. ૧૮ ભારત સરકાર એસ્પીરેશનલ ડિસ્ટ્રીકટ પ્રોગ્રામ અંતર્ગત તા.૨૦ અને ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી.સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લામાં પધારનાર છે જે અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટર એસ.કે. મોદીના અધ્યક્ષસ્થાને કલેકટરના ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર એસ. કે. મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી પ્રો. એસ.પી. સિંઘ બઘેલ એસ્પીરેશનલ નર્મદા જિલ્લાની સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં વિવિધ પ્રકલ્પોની મુલાકાત લેનાર છે. તેની સાથે જિલ્લાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, આંગણવાડી, સ્કૂલ સહિત અન્ય સ્થળોની મુલાકાત લેશે. તદ્દ-ઉપરાંત જિલ્લાના પદાધિકારીઓ, સંબંધિત વિભાગના ચેરમેનો સહિત અધિકારીઓ સાથે બેઠક યોજી જિલ્લાના વિભાગોના કામોનું જાણકારી મેળવનાર છે.
સંબંધિત અધિકારીઓ થકી સમગ્ર કાર્યક્રમનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે જિલ્લા કલેકટર એ જરૂરી માર્ગદર્શન આપી સલાહ-સૂચનો આપ્યા હતાં.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, ડી.વાય. એસ.પી પી. આર.પટેલ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
"ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ.88 કરોડની ગ્રાન્ટ! રોડ નવીનીકરણ, તળાવ વિકાસ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આંગણવાડી અને પુરાતત્વીય કિલ્લાના પુનઃસ્થાપન સહિતના 13 પ્રોજેક્ટ્સ વિશે વિગતે જાણો."
"અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલે 2.5 વર્ષમાં 50 સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નવો ઇતિહાસ રચ્યો. જાણો ગુજરાતના આરોગ્ય ક્ષેત્રેની આ સિદ્ધિ, સરકારી યોજનાઓ અને દર્દીઓની પ્રેરણાદાયી વાર્તાઓ વિશે."
"ગુજરાત સરકારે પેન્શનર્સ માટે હયાતી ખરાઈ પ્રક્રિયા સરળ કરી! વૃદ્ધોને ઘરે જ નિ:શુલ્ક લાઈફ સર્ટિફિકેટ સેવા. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે MOU. વિગતો જાણો!"