Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગુજરાત પોલીસના કાફલામાં 50 QRT બાઈકનો ઉમેરો: ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

Gandhinagar September 03, 2025
ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ 50 QRT ક્વિક રિસ્પોન્સ ટીમ વિહિકલને ફ્લેગ ઓફ કર્યું

ગુનાખોરી અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા તથા ક્વિક રિસ્પોન્સ માટે ગુજરાત પોલીસે એક નવતર પહેલ કરી છે. ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા આજે ગાંધીનગર સચિવાલય ખાતેથી 50 ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) વિહિકલ-બાઈકને લીલી ઝંડી આપવામાં આવી છે. આ અત્યાધુનિક બાઈકને ગુજરાત પોલીસ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફાળવવામાં આવશે.
 
આ બાઈકનો મુખ્ય ઉદ્દેશ ગુનાખોરીને અટકાવવા, ટ્રાફિક વ્યવસ્થા જાળવવા અને પોલીસ વાનને જ્યાં પહોંચવામાં સમય લાગે તેવા સંવેદનશીલ સ્થળો પર તાત્કાલિક પહોંચીને કાર્યવાહી કરવાનો છે. આ બાઈક ગુનાખોરી અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાં ક્વિક રિસ્પોન્સ આપવા માટે તૈયાર કરાયા છે.
 
QRT બાઈક હોન્ડા કંપનીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યા છે અને તેમાં કેટલીક વિશેષતાઓ ઉમેરવામાં આવી છે. ૩૫૦ સીસીના આ બાઈકમાં ડ્યુઅલ ટોન સાયરન, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, 360 ડિગ્રી વિઝિબિલિટી માટે રીઅર ડોમ્સ, ફ્રન્ટ પોલિકાર્બોનેટ વિન્ડશીલ્ડ, સી હોક લાઈટ્સ, અને સાઈડ તેમજ ટોપ બોક્સ જેવા ફિચર્સ છે. આ ઉપરાંત, બાઈકમાં પાછળના ભાગમાં બેન્ડેબલ બેટન છે જેમાં પોલીકાર્બોનેટ લેન્સવાળી લાઈટ પણ છે.

આ પહેલ પોલીસની ગતિશીલતા અને કાર્યક્ષમતામાં વધારો કરવાની સાથે સાથે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરશે.
આ પ્રસંગે ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ હોન્ડા કંપનીના સિનિયર ડાયરેક્ટર શ્રી વિજય ધિંગરા, ઓપરેટિંગ ઑફિસર શ્રી પ્રભુ નાગરાજ, CSR હેડ શ્રી રાજીવ તનેજા કંપનીના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી
gandhinagar
March 20, 2026

જલ જીવન મિશન 2.0: ગુજરાત સરકાર અને કેન્દ્ર વચ્ચે ઐતિહાસિક MOU, છેવાડાના માનવી સુધી પહોંચશે શુદ્ધ પાણી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં જલ જીવન મિશન 2.0 અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વના MOU કરવામાં આવ્યા છે. આ મિશનનો મુખ્ય હેતુ વર્ષ 2028 સુધીમાં રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ મજબૂત, નિયમિત અને ટકાઉ બનાવવાનો છે. 

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ
gandhinagar
March 18, 2026

ગુજરાત બનશે AIનું ગ્લોબલ સેન્ટર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુવા સ્ટાર્ટઅપ્સ સાથે અનોખો સંવાદ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી
gandhinagar
March 18, 2026

મુસાફરોની સુવિધામાં વધારો: ગાંધીનગરથી 182 નવીન એસ.ટી. બસોને હર્ષ સંઘવી અને સીએમએ આપી લીલી ઝંડી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

Braking News

પાકિસ્તાન ન્યૂઝ: ઇમરાન ખાનના સ્વાસ્થ્ય મુદ્દે વિપક્ષી ગઠબંધનનો હંગામો, જાણો સત્ય
પાકિસ્તાન ન્યૂઝ: ઇમરાન ખાનના સ્વાસ્થ્ય મુદ્દે વિપક્ષી ગઠબંધનનો હંગામો, જાણો સત્ય
February 14, 2026

ઇમરાન ખાનના સ્વાસ્થ્ય મુદ્દે પાકિસ્તાન વિપક્ષી ગઠબંધને સંસદ પાસે ધરણા કર્યા. જેલમાં પાયાની સુવિધાઓ અને તબીબી સારવારની માંગ સાથે આ પ્રદર્શન તેજ બન્યું છે. વધુ વાંચો.
 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
નકલી ઇન્કમટેક્સ રેઇડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો, બેની ધરપકડ
February 22, 2023
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express