Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • 15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો

15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો

ગુજરાત બોર્ડ પરીક્ષા 2026નો આજથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું – મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ, પેન-રાઈટિંગ પેડ અર્પણ કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી.

Ahmedabad February 26, 2026
15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો

15 લાખ+ વિદ્યાર્થીઓ માટે મંત્રીનો સ્પેશિયલ મેસેજ: ઉચ્ચ શિખરો સર કરો, ભયને દૂર કરો

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો આજથી સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે શિક્ષણ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજાએ આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

 સ્વામિનારાયણ હાઈસ્કૂલ ખાતે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ મોઢું મીઠું કરાવી, ગુલાબનું ફૂલ આપી અને રાઇટીગ પેડ-પેન અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ કોઈપણ જાતના ભય વગર મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું સુંદર આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

 સમગ્ર રાજ્યમાં ૧૭૦૧ પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. જ્યાં આજથી અંદાજે ૧૫,૨૭,૭૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી પોતાના કારકિર્દીના નવા પડાવ તરફ આગળ વધશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.

 વધુમાં તેમણે જણાવ્યું કે, જિલ્લા સંકલન સમિતિના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓને નિરીક્ષક (Observer) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો પોલીસ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

  મંત્રીશ્રીએ તમામ વિદ્યાર્થીઓને તેમના માતા-પિતાના સપના સાકાર કરવા અને કારકિર્દીમાં ઉચ્ચ શિખરો સર કરવા માટે સમગ્ર ગુજરાતની જનતા વતી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.

  આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી આશિષ દવે, અગ્રણી શ્રી કેતનભાઇ પટેલ, ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ સ્વામીજી શાસ્ત્રી, ટ્રસ્ટી શ્રી મહાપુરુષ સ્વામીજી, કેમ્પસ ડાયરેક્ટર ડો. ઉમંગ વસાણી સહિત શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ
gandhinagar
February 26, 2026

ગુજરાત બજેટ: મહિલા અને બાળ કલ્યાણ વિભાગ માટે ₹૭,૬૯૦ કરોડની ઐતિહાસિક જોગવાઈ

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સુપોષિત ભારત'ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની માતબર જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ૨,૦૦૦ નવી 'ચાઈલ્ડ ફ્રેન્ડલી' આંગણવાડીઓનું નિર્માણ થશે, જેમાં RO મશીન, LED ટીવી અને સ્માર્ટ સુવિધાઓ ઉપલબ્ધ હશે.

યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત
gandhinagar
February 26, 2026

યાત્રાધામો બનશે ગ્રીન ઝોન, દ્વારકા-સોમનાથ માટે ₹100 કરોડની મોટી જાહેરાત

ગુજરાત સરકારે બજેટ 2026-27માં યાત્રાધામોને 'ગ્રીન અને વીજ સલામત ઝોન' બનાવવા ₹100 કરોડની જોગવાઈ કરી છે. દ્વારકા, સોમનાથ, અંબાજી અને પાલીતાણાને પ્રારંભિક તબક્કે અગ્રતા આપવામાં આવશે. યોજના હેઠળ સતત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો, વીજ સુરક્ષા વધારવા, રૂફટોપ સોલાર સિસ્ટમનો પ્રચાર અને કાર્બન ઉત્સર્જન ઘટાડો થશે.

એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો
rajpipla
February 26, 2026

એટ્રોસિટી કેસોમાં ઝડપી કાર્યવાહી! કલેક્ટર વાળાની સમીક્ષા બેઠકમાં મોટા નિર્ણયો

રાજપીપલામાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર શ્રી આર.વી. વાળાની અધ્યક્ષતામાં ડિસેમ્બર 2025 અંતિત અનુસૂચિત જાતિ પેટા યોજના, એટ્રોસિટી એક્ટ અંતર્ગત જિલ્લા તકેદારી સમિતિ અને મેન્યુઅલ સ્કેવેન્જર એક્ટ-2013ની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ.

Braking News

કંગના રનૌતે ઈતિહાસ રચ્યો, લાલ કિલ્લા પર રાવણ દહન કરનાર પ્રથમ મહિલા બની
કંગના રનૌતે ઈતિહાસ રચ્યો, લાલ કિલ્લા પર રાવણ દહન કરનાર પ્રથમ મહિલા બની
October 25, 2023

કંગના રનૌતે દશેરા 2023 ના રોજ દિલ્હીના લાલ કિલ્લા પર રાવણ દહન કરનાર પ્રથમ મહિલા બનીને ઇતિહાસ રચ્યો હતો. તેણી લાલ સાડીમાં ચમકતી હતી કારણ કે તેણીએ "જય શ્રી રામ" ના નારા લગાવ્યા હતા અને રાવણના પૂતળાને આગ લગાવી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
શું ભારતમાં સ્વાસ્થ્ય વીમો ખરીદવો જરૂરી છે?
June 26, 2023
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
February 20, 2023
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ  માટે  જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
પાણી બચાવો: સમૃદ્ધ પર્યાવરણ અને સ્થિતિસ્થાપક સમાજ માટે જળ સંરક્ષણની જીવનશક્તિ પર શું થશે અસર એ જાણો
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express