ઈન્ડિયન GPમાં મીરએ પાંચમો ક્રમ હાંસિલ કર્યો, માર્ક્વેઝે ક્લાસિક કમબેક કર્યું
દેશની પ્રથમ ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ સિઝન વધુને વધુ રોમાંચક બની રહી છે, જેમાં જોન મીરએ અદ્ધભૂત પ્રદર્શન કર્યું હતું. માર્ક માર્ક્વેઝે ચેલેન્જને સ્વીકારતાં આકર્ષક
રિકવરી સાથે હોન્ડા RC213ની ક્ષમતાઓ રજૂ કરી હતી.
દેશની પ્રથમ ઈન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ સિઝન વધુને વધુ રોમાંચક બની રહી છે, જેમાં જોન મીરએ અદ્ધભૂત પ્રદર્શન કર્યું હતું. માર્ક માર્ક્વેઝે ચેલેન્જને સ્વીકારતાં આકર્ષક રિકવરી સાથે હોન્ડા RC213ની ક્ષમતાઓ રજૂ કરી હતી. તમામ ચાહકોની નજર જોન મીર પર હતી, જેણે ચોથા ક્રમેથી શરૂઆત કરી હતી. મારિનીની લાઈટ નીકળી જતાં ઈજાગ્રસ્ત થવાથી રેસમાં પીછેહઠ કરી હતી. #36એ માર્ક્વેઝની રેપ્સોલ હોન્ડા ટીમ મશીનની સાથે રાઈડર્સને આકરી ટક્કર આપતાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. મીર પોતાની જાતને મજબૂતાઈ સાથે જાળવી રાખતાં ક્વાર્ટારારો સાથે બરાબરની ટક્કર આપી સરળતાથી પાંચમા સ્થાને પહોંચ્યો હતો. બ્રાડ બાઈન્ડર ફરી એક વખત રેપ્સોલ હોન્ડા ટીમ RC213V કરતાં પાછળ રહી હતી.
ડબલ વર્લ્ડ ચેમ્પિયન સાઉથ આફ્રિકા સામે ચોથા સ્થાને આવતાં ક્લોઝિંગ લેપ્સમાં મીરનો પ્રભાવશાળી બચાવ થયો હતો. ક્લોઝિંગ લેપ્સમાં મીર બાઈન્ડરથી અડધી સેકન્ડ જ પાછળ રહેતાં પાંચમા સ્થાને રેસ સમાપ્ત કરી હતી. હોન્ડા રાઇડર તરીકે મીરનું આ શ્રેષ્ઠ પરિણામ છે અને તે તેમની ટીમના અથાક પરિશ્રમ અને નસીબ
માટે એક પુરસ્કાર સમાન છે.
હવે હોન્ડાના હોમ રાઉન્ડ મોટેગીમાં મીર આ ક્ષણ અને જીતને જારી રાખતાં ફરી એકવાર પોતાની અને બાઇકની ક્ષમતાઓને પ્રદર્શિત કરવાનું લક્ષ્ય ધરાવે છે.સ્પ્રિન્ટ પોડિયમ પરથી પરત ફર્યા બાદ તેઓ જુસ્સા અને પ્રેરણા સાથે માર્ક્વેઝે આગળ દોડતાં ત્રણેય અગ્રણીઓને પાછળ પાડી લાઈન ક્રોસ કરી હતી. માર્ટિન અને બેગનૈયા વચ્ચેની રસાકસીમાં માર્ક્વેઝે #93 તકનો લાભ લેતાં પોતાની ગતિ વધારી હતી. કમનસીબે, ટર્ન 1 ઓન લેપ ફાઈવ પર માર્ક્વેઝ પડી ગયો હતો. પરંતુ સાચા રેસવીર સાથે માર્ક્વેઝ પોતાની શૈલી બતાવતા માત્ર આઠ સેકન્ડમાં ઉભા થઈ 16માં સ્થાનેથી ફરી રેસમાં જોડાયો હતો. લેપ 14માં તે પોતાને ટોપ-10 રેસર્સમાં લઈ આવ્યો હતો.
સતત પ્રયાસો સાથે આઠમી વખત વર્લ્ડ ચેમ્પિયને નવમા ક્રમે સ્થાન મેળવ્યું હતું. હવે રેપ્સોલ હોન્ડાની આખી ટીમ જાપાનમાં હોન્ડાના હોમ રેસ ગ્રાઉન્ડ મોટેગી સર્કિટ ખાતે ભાગ લેવા જઈ રહી છે.
“જો તમે મારૂ માત્ર અંતિમ પરિણામ જોશો તો તે નવમો ક્રમ કોઈ ખાસ ગણાશે નહીં. પરંતુ ક્રેશ થયા બાદ ફરી આ સ્થાન હાંસિલ કરવાની આખી બાબત પર ધ્યાન આપશો તો તે પોઝિટીવ અને પ્રેરણાદાયી પરિણામ છે.
તે ખરેખર એક નાનો અકસ્માત હતો પરંતુ હું આગળ બાઇકના સ્લિપ સ્ટ્રીમમાં રહેવા માટે ખૂબ જ દબાણ કરી રહ્યો હતો, હું થોડો પહોળો થયો અને પડી ગયો. હું સ્પ્રિન્ટ પોડિયમની પ્રેરણાથી આ રેસમાં આવ્યો હતો, તેથી જ્યારે મેં પેક્કો અને માર્ટિનને ભૂલ કરતા જોયા ત્યારે મેં નક્કી કર્યું કે મારે દબાણ કરવાની જરૂર છે. જેના કારણે ભૂલ થઈ. સૌથી મહત્વની બાબત રેસ પૂરી કરવાની હતી, એકંદરે અમે ક્વાર્ટારોની ખૂબ નજીક હતા. મને લાગે છે કે અમે આ સપ્તાહના અંતે જે કંઈ કર્યું છે, તેનાથી અમે એકંદરે સંતુષ્ટ અને ખુશ છીએ.
“આજે એક ગ્રેટ રેસમાં હું સપ્તાહના અંતે શ્રેષ્ઠ પ્રદર્શન આપી શક્યો તેના બદલ ખૂબ જ ખુશ છું અને પાંચમા સ્થાને રહેવું એ અમારા માટે એક મોટું પ્રોત્સાહન છે. આ વીકએન્ડમાં તમારે કેવી રીતે લેપ ટાઈમ બનાવવાની અને ઝડપી બનવાની જરૂર છે તે બાઇકને વધુ સમજવા માટે મે અને મારી ટીમે ખૂબ સરસ કામ કર્યું છે. બીજી તરફ, રેસના અંતે અમારી એક નાની ભૂલના કારણે ફેબિયો સામે પીછે હટ કરવી પડી. અને આખરે હું લગભગ ક્રેશ થઈ ગયો હતો પરંતુ અંતે અમે બાઈન્ડર પર પ્રેશર બનાવી તેને પકડવાનો પ્રયાસ કરી શક્યા હતાં. તે એક મોટી જીત હતી! પરંતુ હા, એકંદરે આ રેસમાં મેં શ્રેષ્ઠ પ્રદર્શન આપવાના પ્રયાસ સાથે ભારતમાં આનંદ માણ્યો છે. જે જાપાનમાં પણ જારી રાખીશું.
RR vs GT Live Score: IPL 2025 ની 47મી લીગ મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ ટીમ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્પિનર આર અશ્વિનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા. અશ્વિન ઉપરાંત પીઆર શ્રીજેશને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
"વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં શિફ્ટ થવા માંગે છે? તેમના પરિવારની સાદગી અને બાળકોને ગ્લેમરથી દૂર રાખવાની ઇચ્છાની ચર્ચા કરો."