Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

 મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ અને તેના ફ્લેગશિપ ફંડમાંના એક, મિરે એસેટ લાર્જ કેપ ફંડ (લાર્જ કેપ ફંડ: એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરે છે), એ 15 વર્ષનું સીમાચિહ્ન પૂરું કર્યું છે

Mumbai April 12, 2023
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે ભારતમાં 15 વર્ષ પૂર્ણ કર્યા

મુંબઈ : મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિમિટેડ ("એએમસી"), અને તેના ફ્લેગશિપ ફંડમાંના એક, મિરે એસેટ લાર્જ કેપ ફંડ (લાર્જ કેપ ફંડ: એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ જે મુખ્યત્વે લાર્જ કેપ શેરોમાં રોકાણ કરે છે), એ 15 વર્ષનું સીમાચિહ્ન પૂરું કર્યું છે. મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસ પૈકીના એક તરીકે ઉભરી આવ્યા છે અને એયુએમની દ્રષ્ટિએ દેશના ટોચના 10 ફંડ હાઉસમાં સ્થાન મેળવ્યું છે, જે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં તેના મજબૂત પકડને દર્શાવે છે. આજે, એએમસી 31 માર્ચ 2023 મુજબ રૂ. 860 કરોડની માસિક એસઆઈપી બુક સાથે 5.69 મિલિયન ફોલિયોમાં રૂ.1,16,311 કરોડની એયુએમ (એસેટ્સ અંડર મેનેજમેન્ટ) નું સંચાલન કરી રહી છે.

એએમસી હાલમાં રૂ. 93,613 કરોડની એયુએમ ધરાવતા નવ ઇક્વિટી ફંડ્સ, રૂ. 8,798 કરોડની એયુએમ સાથે ચાર હાઇબ્રિડ ફંડ, રૂ. 6,633 કરોડની એયુએમ સાથે 11 ડેટ ફંડ, ત્રણ ઇન્ડેક્સ, 13 ઈટીએફ અને આઠ ફંડ ઓફ ફંડ સ્કીમ્સનું સંચાલન કરે છે, જેની સંયુક્ત એયુએમ રૂ. 7,267 કરોડની છે. નવ ઇક્વિટી ફંડમાંથી, સૌથી જૂના અને સૌથી મોટા ફંડ, મિરે એસેટ લાર્જ કેપ ફંડે 4 એપ્રિલ 2023ના રોજ 15 વર્ષ પૂરા કર્યા છે. 3 એપ્રિલ 2023ના રોજ, તેની પાસે રૂ. 32,850 કરોડની એયુએમ હતી, જે તમામ ક્ષેત્રોમાં (માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચની 100 કંપનીઓ) મુખ્યત્વે લાર્જ કેપ કંપનીઓમાં રોકાણ કરે છે, અને બેન્ચમાર્ક ઇન્ડેક્સ તરીકે NIFTY 100 ને ટ્રેક કરે છે. 3 એપ્રિલ 2023ના રોજ તેના ફોલિયોની કુલ સંખ્યા 9,51,079 છે.

 છેલ્લા 15 વર્ષોમાં, મિરે એસેટ લાર્જ કેપ ફંડે આશરે રોકાણકારોને 14.7 ટકા સીએજીઆર વળતર આપ્યું છે. અમારો પ્રયાસ હંમેશા કેન્દ્રિત રોકાણ વ્યૂહરચના અને વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં મજબૂત સ્ટોક પસંદગીને અનુસરવાનો છે. ફંડની શરૂઆતમાં રૂ. 10,000ના રોકાણનું મૂલ્ય  4 એપ્રિલ 2023ના રોજ રૂ. 76,960 રૂપિયા હશે. 15 વર્ષના માઈલસ્ટોન વિશે બોલતા મિરે એસેટ ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઈન્ડિયા પ્રા. લિ.ના સીઈઓ અને ડિરેક્ટર સ્વરૂપ મોહંતીએ જણાવ્યું હતું કે, “મિરે એસેટે 2008માં જ્યારે વૈશ્વિક નાણાકીય કટોકટી સર્જાઈ હતી અને તેને પરિણામે ભારત અને વિશ્વના બજારો પર અનિશ્ચિતતાનું દબાણ આવ્યું હતું તે સમયે કામગીરી શરૂ કરી હતી.

સામાન્ય રીતે વિચારીએ તો કામગીરી શરૂ કરવા માટેનો તે સમય જોખમી હતો,પણ અત્યારે પાછું ફરીને જોઈએ તો લાગે છે તેના કરતાં સારો સમય બીજો કોઈ નહોતો. તે અમને અમારી બ્રાન્ડ મિરે એસેટનું મૂલ્ય અને શક્તિ દર્શાવે છે જે આવા સમયે પણ રોકાણકારોના વિશ્વાસને પ્રેરિત કરી શકે છે. તે ટીમ પર માત્ર ભાગીદારો અને રોકાણકારોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાની જ નહીં પરંતુ તેમને પાર પાડવાની અને તે રીતે ભારતમાં અમારી સફરને મજબૂત બનાવવાની મોટી જવાબદારી પણ મૂકે છે. શ્રી મોહંતીએ ઉમેર્યું કે, છેલ્લા 15 વર્ષોમાં અમારા ભાગીદાર અને રોકાણકારોના સતત સમર્થન અને વિશ્વાસ માટે મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ (ઇન્ડિયા) પ્રા. લિ.ની ટીમ વતી અમે આભારી છીએ.”

મિરે એસેટ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સ ઇન્ડિયા પ્રા. લિ.ના ઈક્વિટી કો-હેડ શ્રી ગૌરવ મિશ્રાએ ઉમેર્યું હતું કે, “મિરે એસેટ પોર્ટફોલિયોમાં સૌથી મોટા ફંડનું સંચાલન કરવું અને સતત વળતર આપવાનો પ્રયાસ એ એક મોટી જવાબદારી છે. અમે અમારા ભાગીદારો અને રોકાણકારોની મહેનતથી કમાયેલા નાણાના રખેવાળ બનવાનું ધ્યાન રાખીએ છીએ, અને અમે મધ્યમ અને લાંબા ગાળા માટે મહત્તમ વળતર આપવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ છતાં, જોખમ અને વળતર વચ્ચેના સંતુલન પર ધ્યાન કેન્દ્રિત કરીને, સ્ટોક પસંદગી અને પોર્ટફોલિયો નિર્માણના અમારા હાલના રોકાણ અભિગમને ચાલુ રાખીને અમે મૂડીને સાચવવાની જરૂરિયાત વિશે પણ જાગૃત રહીએ છીએ. અમે અમારા ભાગીદારો અને રોકાણકારોનો અમારામાં વિશ્વાસ રાખવા બદલ આભાર માનીએ છીએ.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

ઝારખંડના ખુંટીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી ઠાર
ઝારખંડના ખુંટીમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી ઠાર
May 24, 2024

ઝારખંડ : ઝારખંડના ખુંટી જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી માર્યો ગયો, પોલીસે અહેવાલ આપ્યો. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે કારણ કે પરિસ્થિતિ વિકસિત થાય છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

"શ્રીલંકા: શાંતિના દેખાવ પાછળની જટિલ વાસ્તવિકતા"
February 05, 2023
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
ક્રાંતિથી આક્રોશ સુધી: વિશ્વને હચમચાવી દેતા વિવાદાસ્પદ ખુલાસાઓનું અનાવરણ
May 17, 2023
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
ટ્વિટર પર #Mitti_Me_Mila_Dunga આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે
April 14, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express