Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે.

Mumbai July 28, 2023
મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કર્યું

ભારતમાં સૌથી ઝડપથી વિકસતા ફંડ હાઉસમાંના એક મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડે મિરે એસેટ મલ્ટિકેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે.ફંડ માટેનો એનએફઓ 28 જુલાઈ, 2023ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 11 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થશે. ફંડનું મેનેજમેન્ટ શ્રી અંકિત જૈન સંભાળશે. ફંડ માટે બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 500 મલ્ટિકેપ 50:25:25 ટીઆરઆઈ હશે.

ફંડમાં લઘુત્તમ પ્રારંભિક રોકાણ રૂ. 5,000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં કરી શકાશે.

મુખ્ય બાબતો:

·       5-વર્ષથી વધુની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો માટે રોકાણના વિકલ્પોમાંથી એક, જેઓ સમગ્ર માર્કેટકેપમાં તેમના ઇક્વિટી પોર્ટફોલિયોમાં વૈવિધ્યીકરણ કરવા અથવા તેઓ જે સ્કીમમાં રોકાણ કરે છે તેની સંખ્યાને મર્યાદિત કરવા માગે છે, કારણ કે તે સમગ્ર માર્કેટ કેપ સ્પેક્ટ્રમમાં એક્સપોઝર આપે છે.

·       દરેક કેટેગરીમાં ઓછામાં ઓછી 25% અને મહત્તમ 50% ફાળવણી થશે જેથી સમગ્ર સેગમેન્ટમાં સમાન ભાગીદારી રહેશે

·       લાર્જ કેપ રોકાણો માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા ટોચના 100 શેરોમાં હશે, જ્યાં બિઝનેસીસ પ્રભાવશાળી કંપનીઓ સાથે પરિપક્વ છે અને તેથી મિડ અને સ્મોલ કેપની તુલનામાં પ્રમાણમાં ઓછું જોખમ અને અસ્થિરતા રહેલી છે.

·       મિડ કેપમાં માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે આગામી 150 (101માથી 250મા) શેરોનો સમાવેશ થાય છે જેમાં મોટાભાગે વ્યાજબી વેલ્યુએશન સાથેના ઉભરતા બિઝનેસીસ છે.

·       સ્મોલ કેપ્સમાં માર્કેટ કેપિટલાઇઝેશન દ્વારા 251મા અને તેનાથી આગળના સ્ટોક્સનો સમાવેશ થાય છે જેમાં અપાર સંભાવનાઓ સાથેના યુવા અને સ્કેલેબલ બિઝનેસનો સમાવેશ થાય છે. આ શેરોમાં ઘટાડો થવાનું જોખમ ઊંચું હોઈ શકે છે, પણ તેમની પાસે ઊંચા વળતર આપવાની ક્ષમતા પણ વધુ છે.

·       છેલ્લું 25% રોકાણ વધુ વ્યૂહાત્મક પ્રકારનું હશે જે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ડાયનેમિક ફાળવણી દ્વારા તકોનો લાભ ઉઠાવશે.

મિરે એસેટ મલ્ટિકેપ ફંડ કેપિટલાઇઝેશન અને સેક્ટર એગ્નોસ્ટિક હોવાને કારણે રોકાણકારોને એવા શેરો અને ક્ષેત્રોમાં રોકાણ કરવાનો અનુભવ આપે છે જે શ્રેષ્ઠતાના લાભો તેમજ અર્થતંત્રમાં તકનીકી ફેરફારોનો અનુભવ કરી રહ્યાં છે. આ એવા રોકાણકારો માટે પણ એક તક છે કે જેઓ તેમના પોર્ટફોલિયોને વ્યાપકપણે ફેલાવવા માંગતા નથી પરંતુ તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ શેર્સનો આનંદ માણવા માંગે છે.

મિરે એસેટ મલ્ટિકેપ ફંડના ફંડ મેનેજર શ્રી અંકિત જૈને જણાવ્યું હતું કે, “શરૂઆતથી જ, અમારા રોકાણકારોને તેમની રોકાણ વ્યૂહરચના અનુસાર તેમના વળતરને ઓપ્ટિમાઇઝ કરવા માટે સક્ષમ બને તેવા વિવિધ વિકલ્પો આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે. રોકાણકારોને ઘણીબધી સ્કીમ્સ ઉમેર્યા વિના તેમના રોકાણને સમગ્ર માર્કેટ સ્પેક્ટ્રમમાં વિસ્તારવા સક્ષમ બનાવીને મિરે એસેટ મલ્ટિકેપ ફંડ પણ એક સમાન સિદ્ધાંતને અનુસરે છે. મલ્ટિકેપ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડ્સમાં રોકાણ કરે છે, જેમાં વિવિધ પ્રકારની તકો અને જોખમો છે, જે તેને રિસ્ક અને રિવોર્ડને સંતુલિત કરતો ગતિશીલ વિકલ્પ બનાવે છે.”

શ્રી જૈને વધુમાં ઉમેર્યું હતું કે, “વૈશ્વિક આર્થિક માહોલમાં ઉથલપાથલ હોવા છતાં, ભારતીય અર્થતંત્ર પ્રભાવશાળી વૃદ્ધિના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખે છે અને મિરે એસેટ મલ્ટિકેપ ફંડનો ઉદ્દેશ તેના રોકાણકારો માટે તમામ ક્ષેત્રોમાં પ્રોત્સાહજનક હકારાત્મક વિકાસ મેળવવાનો અને ઓફર કરવાનો છે.”

મિરે એસેટ મલ્ટિકેપ ફંડ રોકાણકારો માટે રેગ્યુલર પ્લાન અને ડાયરેક્ટ પ્લાન બંનેમાં ઉપલબ્ધ હશે. એનએફઓ પછી ન્યૂનતમ વધારાની ખરીદીની રકમ રૂ. 1000 અને ત્યારબાદ રૂ. 1ના ગુણાંકમાં રહેશે.

 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ
new delhi
March 15, 2026

ઈન્કમ ટેક્સ વિભાગની સ્પષ્ટતા: ખોટા ઈમેલથી સાવધ રહેવા ટેક્સપેયર્સને અપીલ

ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન
new delhi
March 12, 2026

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન

ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?

Braking News

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ
July 20, 2024

રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
OPPO Find N2 Flip: ફ્લિપ-સ્ટાઈલ ફોલ્ડેબલ ફોર્મ ફેક્ટરમાં ફ્લેગશિપ ઇમેજિંગ પ્રદર્શન
March 06, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express