Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા

GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા

GTUમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટરની વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ વાઇસ ચાન્સેલરને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ કરી.

Ahmedabad December 29, 2025
GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા

GTUમાં દુશાસન, વિદ્યાર્થિની સાથે બીભત્સ માંગણી – AAPએ કડક પગલાં માંગ્યા

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની સાથે સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર દ્વારા બીભત્સ માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરા, યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર કરન બારોટ, એજ્યુકેશન સેલના પ્રદેશ પ્રમુખ જીતુ ઉપાધ્યાય, અમદાવાદ શહેર મહામંત્રી જતીન પટેલ, વિદ્યાર્થી પાંખ ASAPના મધ્ય ઝોનના પ્રદેશ પ્રમુખ યાત્રિક પટેલ અને કાર્યકર્તા જીતેન્દ્ર કલાલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને રૂબરૂમાં મળીને આવેદનપત્ર આપ્યું હતું અને કડકમાં કડક કાર્યવાહી કરવા માટે માંગ કરી હતી.

આ ઘટના વિશે વાત કરતા મધ્યઝોન કાર્યકારી પ્રમુખ ડોક્ટર જ્વેલ વસરાએ જણાવ્યું હતું કે, આજે અમે આમ આદમી પાર્ટીના ડેલીગેશન સાથે જીટીયુમાં આવ્યા છીએ. આ જગ્યાને વિદ્યામંદિર કહેવાય છે પરંતુ અહીંયા હાલ દુશાસનોનું રાજ ચાલી રહ્યું છે. મારે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે ત્રણ મહિના પહેલા એક ઘટના ઘટી હતી. ત્રણ મહિના પહેલા આંતર યુનિવર્સિટીની જ્યારે સ્પર્ધાઓ થતી હોય છે, ત્યારે GTUમાંથી સોમનાથ યુનિવર્સિટીમાં અહીંયાથી બાળકો પોતાનું ડેરીગેશન લઈને ગયા હતા. ત્યાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર આકાશ ગોહિલે એક દીકરી સાથે બીભત્સ માંગણી કરી હતી. આ મુદ્દે વિદ્યાર્થિનીએ પાછા આવીને વાઈસ ચાન્સેલરને વાત કરી અને વાઈસ ચાન્સેલર પોતે એક મહિલા છે, તેમ છતાં પણ તેમણે આ ઘટનાનું ભીનું સંકેલવાની વાત કરી.

AAP નેતા ડોક્ટર જ્વેલ વસરાએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે આમ આદમી પાર્ટીને આ ઘટના વિશે જાણકારી મળી તો આજે અમે જીટીયુ ખાતે આવ્યા અને વાઇસ ચાન્સેલર રાજલબેનને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર આપીને અમે માંગ કરી છે કે જ્યાં સંસ્કારોનું સિંચન થતું હોય અને બાળકો જ્યાં પોતાનું ભવિષ્ય બનાવવા આવતા હોય, ત્યાં જો આવી ઘટનાઓ ઘટતી હોય તો માતા પિતા કોના પર ભરોસો કરીને બાળકોને અહીંયા મોકલે? અમે આજે માંગ કરી છે કે આવી જે પણ ઘટનાઓ ઘટે છે તેને દબાવો નહીં અને ઉજાગર કરો. આવી ઘટનાઓ ઘટે છે અને એક્શન લેવામાં આવતા નથી તો આજે અમે એમને રજૂઆત કરી છે કે આવી ઘટનાઓ પર કડકમાં કડક એક્શન લેવામાં આવે.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો
ahmedabad
March 21, 2026

ગુજરાતની આંગણવાડી બહેનો સાથે અન્યાય કેમ? AAP એ વેતન અને પડતર માંગણીઓ મુદ્દે આપ્યો ટેકો

ગુજરાતની આંગણવાડી અને આશાવર્કર બહેનો વર્ષોથી યોગ્ય વેતન અને વિવિધ અધિકારો માટે સંઘર્ષ કરી રહી છે. તાજેતરમાં તેમણે ત્રણ દિવસની હડતાળ અને ગાંધીનગર વિધાનસભા ઘેરાવની ચીમકી ઉચ્ચારતા, આમ આદમી પાર્ટીના યુવા નેતા પ્રવીણ રામે આ આંદોલનને પૂરું સમર્થન આપ્યું છે. 

ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ
ahmedabad
March 21, 2026

ગુજરાતમાં માવઠાનો માર: AAP નેતા સાગર રબારીએ ખેડૂતો માટે તાત્કાલિક સર્વે અને વળતરની કરી માંગ

સમગ્ર ગુજરાતમાં થયેલા કમોસમી વરસાદ અને કરાના કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું છે કે, આંબા, કેળા, ઘઉં અને ચણા જેવા પાકોમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે. 

પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT
amritsar
March 21, 2026

પંજાબને ડ્રગ્સ મુક્ત બનાવીશું: અમૃતસરમાં મનીષ સિસોદિયાએ ફૂંક્યું 'નશા વિરુદ્ધ જંગ'નું રણશિંગુંAMT

આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી મનીષ સિસોદિયાએ અમૃતસરમાં આયોજિત કાર્યક્રમમાં 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાનની જાહેરાત કરી છે. તેમણે ધારાસભ્યો અને સ્થાનિક નેતાઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે જો એક પણ ગામ કે વોર્ડમાં ડ્રગ્સ વેચાતું હશે તો તે સાંખી લેવામાં આવશે નહીં.

Braking News

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત  MoU થયાં
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પૂર્વાર્ધરૂપે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણો માટેના MoUની શ્રેણીની છઠ્ઠી કડીમાં વધુ સાત MoU થયાં
September 12, 2023

ટેક્ષટાઇલ સેક્ટર, કેમિકલ્સ સેક્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક માટે કુલ-૭ MoU દ્વારા રૂ. ૪૦૬૭ કરોડનું સંભવિત રોકાણ આવશે, ૨૫ હજારથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે, અત્યાર સુધીમાં પાંચ કડીમાં રૂ. ૮,૩૭૩ કરોડના ૧૯ MoU સંપન્ન - કુલ ૨૪,૩૦૦થી વધુ રોજગાર અવસર મળશે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
ધાર્મિક તહેવારોમાં છુપાયેલું શાણપણ: ધાર્મિક તહેવારો અને તેમનું આધ્યાત્મિક મહત્વ
April 01, 2023
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
કથિત કોનમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હી કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
February 24, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express