મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે કરાયા MoU
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે 'સુશાસન દિવસ' નિમિત્તે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ વિભાગ અને SAC- ઈસરો વચ્ચે MOU કરવામાં આવ્યા હતા.
સ્પેસ ટેક્નોલોજીના ઉપયોગથી વોટર રિસોર્સ ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ વધુ સારી રીતે થઈ શકે તેમજ વિભાગના અધિકારીશ્રીઓની કેપેસિટી બિલ્ડીંગ થાય તે હેતુથી ટેકનિકલ કોલોબ્રેશન કરવામાં આવ્યું છે.
જળ સંપત્તિ વિભાગ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર- ઈસરો વચ્ચે ટેકનિકલ કોલોબ્રેશન અંતર્ગત વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર માટે ડિજિટલ એલિવેશન મોડેલનો ઉપયોગ, હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ઇમેજરીના ઉપયોગથી વોટર રિસોર્સ-ઈરીગેશન નેટવર્કનું મેપીંગ અને ઇરીગેશન મેનેજમેન્ટ, સિઝનવાઈઝ ક્રોપ કવરેજ, ઈરીગેશન બેન્ચમાર્કિંગ, મોનિટરિંગ માટે ડેશબોર્ડ વિકસાવવું, હાઇડ્રોલોજિકલ મોડેલિંગ, રીવર મોર્ફોલોજીના અભ્યાસ, ફ્લડ મેનેજમેન્ટ, જીયો-સ્પેશિયલ અને ઇન-સિટુ ડેટાથી વેલીડેશન, રીઝરવોયર સેડીમેન્ટેશન, ભૂગર્ભ જળ સંરક્ષણ માટે ભૂગર્ભ જળના સ્તરનું મોનિટરીંગ, સેલિનીટી ઈન્ગ્રેસ મોનિટરિંગ, વોટર રિસોર્સ ક્ષેત્રે રિસર્ચ પ્રોજેક્ટ હાથ ધરવા અને જળ સંપત્તિ વિભાગના અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ આયોજિત કરી ક્ષમતા વધારવી જેવા કાર્યો કરવામાં આવશે.
આ ટેકનિકલ કોલોબ્રેશન માટે કરવામાં આવતા MoUનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે. આ સમયગાળા દરમિયાન જળ સંપત્તિ વિભાગમાં રિજિયોનલ લેવલ જિયો સ્પેશિયલ સેલ ઉભા કરી અલગ-અલગ રિજિયનમાં વિવિધ કામગીરીઓ હાથ ધરવામાં આવશે.
ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.
વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.
ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.