ચોમાસા દરમિયાન સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૯૫ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૩,૩૦,૨૧૩ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૯૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ ૨૦૭ જળાશયોમાં ૯૬.૭૫ ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યના ૧૩૯ જળાશયો ૧૦૦ ટકાથી વધુ ભરાયા છે. જ્યારે ૪૬ જળાશયો ૭૦થી ૧૦૦ ટકા, ૧૩ જળાશયો ૫૦થી ૭૦ ટકા, ૦૪ જળાશયો ૨૫થી ૫૦ ટકા અને ૦૪ જળાશયો ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ ૩૦ જળાશયો ૧૦૦ ટકા જેટલા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયો ૯૪.૪૦ ટકા, કચ્છના ૨૦ જળાશયો ૮૨.૯૮ ટકા તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૪.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૨૦૭ જળાશયોમાં ૯૫.૬૮ ટકા જ્યારે, આ વર્ષે ગઈ કાલની સ્થિતિએ રાજ્યમાં ૯૬.૮૨ ટકા જળસંગ્રહ નોંધાયો હતો.
આ ઉપરાંત રાજ્યના ઉકાઈ, ભાદર-૨, કડાણા, વણાકબોરી, ભાદર, ઓઝત-વિઅર (વંથલી), કરજણ, દમણગંગા, પાનમ, સસોઈ, રાણા ખીરસરા તેમજ ફોફલ-૧, ઓઝત-૨, માછણનાળા, છાપરવાડી-૨, આજી-૩, અને વર્તુ-૨ ડેમ ૧૦૦ ટકા જેટલા ભરાયા છે. જ્યારે, ધરોઈ ડેમ ૯૦.૪૮ ટકા, વાડીમાં ૮૯.૬૭ ટકા, ઓઝત- વિઅરમાં ૮૨.૫૬ ટકા તેમજ આજી-૪ ડેમમાં ૭૧.૭૯ ટકાનો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."