માઉન્ટ આબુ પર્વતારોહણ શિબિર ૨૦૨૬: રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક તાલીમની સુવર્ણ તક
ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુ ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ૯ મે ૨૦૨૬ થી શરૂ થનારા આ કોર્સમાં એડવેન્ચર, એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ અને કોચિંગ કોર્સનો સમાવેશ થાય છે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા-જમવાની સુવિધા સાથે મુસાફરી ભથ્થું પણ આપવામાં આવશે. ૮ થી ૪૫ વર્ષની વયના સાહસિકો ૩૧ માર્ચ ૨૦૨૬ સુધીમાં અરજી કરી શકે છે. અરજી કરવાની પદ્ધતિ અને લાયકાતની સંપૂર્ણ માહિતી માટે આ અહેવાલ વાંચો.
રાજ્યમાં આવેલા વિવિધ પર્વતોના શિખરો સર કરવા જેવી સાહસિક પ્રવૃત્તિઓના શોખીન બાળકો તેમજ યુવાઓ માટે રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક પર્વતારોહણ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા માઉન્ટ આબુની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા ખાતે નિ:શુલ્ક પર્વતારોહણ કોર્ષનું આયોજન કરવામાં આવશે. પસંદગી પામનાર ઉમેદવારોને રહેવા, જમવા અને તાલીમનો કોઈ ખર્ચ ભોગવવાનો રહેશે નહીં. આ ઉપરાંત વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા-જવા માટે ST બસ અથવા રેલ્વે સેકન્ડ ક્લાસનું ભાડું પણ મળવાપાત્ર થશે.
વધુમાં, પર્વતારોહણ તાલીમ શિબિર અંતર્ગત એડવેન્ચર કોર્ષ તા. ૦૯ થી ૧૫ મે, ૨૦૨૬ સુધી યોજાશે. જેમાં ૮ થી ૧૩ વર્ષની વય ધરાવતા યુવક-યુવતીઓ ભાગ લઇ શકશે. ઉપરાંત એડવાન્સ રોક ક્લાઇમ્બીંગ કોર્ષ તા. ૧૮મી મે થી ૦૧ જૂન, ૨૦૨૬ સુધી યોજાશે. આ કોર્ષમાં ભાગ લેવા ઈચ્છુક ૧૫ થી ૪૫ વર્ષના ઉમેદવારોએ ઉપરોક્ત સંસ્થા તથા તેના પેટા કેન્દ્રો ખાતે બેઝિક ખડક ચઢાણ કોર્ષ A અથવા B ગ્રેડ સાથે પાસ કરેલો હોવો જોઇએ. આ ઉપરાંત તા. ૦૯ મે થી ૦૭ જૂન, ૨૦૨૬ સુધી યોજાનાર કોચિંગ રોક ફ્લાઇમ્બીંગ કોર્ષમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ ઉપરોક્ત સંસ્થા ખાતે એડવાન્સ કોર્ષ A અથવા B ગ્રેડ સાથે પાસ કર્યો હોવો જોઈએ. આ કોર્ષમાં ભાગ લેવા ઉમેદવારની વય મર્યાદા ૧૬થી ૪૫ વર્ષની સાથે તેમણે ધો. ૧૦ પાસ કરેલું પણ હોવું જોઈએ. આ ત્રણેય કોર્ષમાં ભાગ લેવાની અંતિમ તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ છે, તેમ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ દ્વારા જણાવવામાં આવ્યું છે.
યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, આ શિબિરમાં જોડાવા માંગતા ગુજરાતના વતની હોય તેવા ઉમેદવારે પોતાનું નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી કરવાની રહેશે. આ નિયત અરજી ફોર્મનો નમુનો સંસ્થાના ફેસબુક પેજ https://www.facebook.com/svimadmin/ પરથી મેળવી શકાશે. જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર અથવા દાખલો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવારે અકસ્માત-ઇજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધો હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય જોડવાની રહેશે.
આ ઉપરાંત તાલીમાર્થી જે કોર્ષમાં સહભાગી થવા માંગતા હોય તે કોર્ષનું નામ અરજીના મથાળે સ્પષ્ટ લખવાનું રહેશે. અધુરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. આ તાલીમ કોર્ષમાં જોડાવા માંગતા ઉમેદવારોએ આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ. પિનકોડ નં. ૩૦૭૫૦૧ના સરનામે સંપૂર્ણ વિગતો સાથે અરજી મોકલવાની રહેશે.
પસંદગી થયેલા તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમી સંસ્થા દ્વારા ઈ-મેઇલ, ટેલિફોન દ્વારા જ જણાવવામાં આવશે. આ કોર્ષને લગતી વધુ માહિતી માટે સંસ્થાના મોબાઈલ નં. ૬૩૭૭૮૯૦૨૯૮ પર ઓફિસ સમય દરમિયાન જાહેર રજા સિવાય સંપર્ક કરવા, યાદીમાં જણાવાયું છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા માનવમંદિર ખાતે હોળીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. તેમણે પર્યાવરણના જતનનો સંદેશ આપતી 'વૈદિક હોળી' ના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોળીને અસત્ય પર સત્યના વિજય અને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનવમંદિરમાં ભગવાનના દર્શન કરી સૌ નાગરિકોને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાંતિગ્રામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૂતન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે હબ બની રહ્યું છે, ત્યારે ગુરુકુલ જેવી સંસ્થાઓ સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપી 'વિકસિત ભારત'ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. આ અદ્યતન ભવનમાં 4000 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ કોચિંગ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે કૌશલ્ય અને આધ્યાત્મિકતાના સમન્વય પર ભાર મૂકતા આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત અહીં વાંચો.
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ રેલ્વે ડિવિઝન દ્વારા "સેવા સંકલ્પ" કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. DRM શ્રી વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ રેલ્વે અધિકારીઓ અને કર્મચારીઓએ પારદર્શક, જવાબદાર અને નાગરિક-કેન્દ્રિત વહીવટ માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મુસાફરોને સલામત અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવાનો તેમજ રેલ્વે કામદારો માટે યોગ્ય સુવિધાઓ અને સમયસર પગારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનો છે. રેલ્વે સ્ટેશનો અને ગુડ્સ શેડમાં શ્રમિકો માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવાના મહત્વના સૂચનો વિશે વધુ જાણવા માટે આ અહેવાલ વાંચો.