શ્રી સુમિત ઠાકુરે વડોદરા મંડળના સિનિયર મંડળ એન્જીનીયરનો પદભાર સંભાળ્યો
શ્રી સુમિત ઠાકુર એ 13 જૂન, 2024 ના રોજ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ એન્જિનિયર તરીકેનો ચાર્જ સંભાળ્યો. શ્રી ઠાકુર 2009 બેચના ભારતીય રેલવે એન્જિનિયરિંગ સેવા ના અધિકારી છે અને આ નિમણૂક પહેલા, તેઓ મુખ્ય કાર્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે સેવા આપતા હતા.
શ્રી સુમિત ઠાકુર (આઈ આર એસ ઈ ) એ 13 જૂન, 2024 ના રોજ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વરિષ્ઠ મંડળ એન્જિનિયર (સમન્વય) તરીકેનો ચાર્જ સંભાળ્યો. શ્રી ઠાકુર 2009 બેચના ભારતીય રેલવે એન્જિનિયરિંગ સેવા ના અધિકારી છે અને આ નિમણૂક પહેલા, તેઓ મુખ્ય કાર્યાલય, ચર્ચગેટ, મુંબઈ ખાતે પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે સેવા આપતા હતા. શ્રી ઠાકુરે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં મુંબઈ ઉપનગરીય ટ્રેનોના ટ્રેકની જાળવણી અને સરળ સંચાલન સંબંધિત વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળી છે. મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનના વરિષ્ઠ ડિવિઝનલ એન્જિનિયર (દક્ષિણ) તરીકે, તમે ખાસ કરીને પશ્ચિમ રેલવેના મુંબઈ ઉપનગરીય વિભાગ પર સંવેદનશીલ પૂર સંભવ સ્થાનોની યોગ્ય ઓળખ સુનિશ્ચિત કરી અને વર્ષ 2018 અને 2019 દરમિયાન શ્રેષ્ઠ અનુકૂલિત ઉકેલો સાથે તેમને સુધારવા માટે જવાબદારી નિભાવી, જેની વિવિધ સ્તરે વહીવટીતંત્ર દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
શ્રી ઠાકુરે અદ્યતન એન્જિનિયરિંગ ધોરણો સાથે મુસાફરીની ગુણવત્તા સુધારવા અને વ્યવસ્થિત આયોજન અને મેગા બ્લોક્સના અસરકારક અમલીકરણ દ્વારા ટ્રેકની જાળવણીસુધારણા માટે વર્ષ 2015 અને 2019 માં પ્રતિષ્ઠિત મહાપ્રબંધક પુરસ્કાર સહિત વિવિધ પુરસ્કારો જીત્યા.પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી તરીકે, તમે પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખ્યા હતા, જેના પરિણામે રેલવે માટે સકારાત્મક પ્રચાર થયો હતો.ચર્ચગેટ ખાતે પશ્ચિમ રેલવેના હેડ ઑફિસ બિલ્ડિંગના 125 વર્ષ પૂરા થયાની સ્મૃતિમાં એક મહિનાની લાંબી ઇવેન્ટની સફળતામાં પણ તમે મૂલ્યવાન યોગદાન આપ્યું હતું.નોંધનીય છે કે શ્રી ઠાકુરને જનસંપર્કમાં તેમના શ્રેષ્ઠ કાર્ય માટે 2021 માં પ્રતિષ્ઠિત રેલ્ મંત્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."