Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું

મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું

22 માળની બિલ્ડિંગમાં પહેલા સાત માળ માત્ર પાર્કિંગના- આવો જાણીએ કોણ છે મનોજ મોદી

Mumbai April 26, 2023
મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું

મુકેશ અંબાણીએ રિલાયન્સના સૌથી જૂના કર્મચારીને 1500 કરોડનું ઘર ગિફ્ટ કર્યું

ભારતના અગ્રણી અને નામાંકિત ઉદ્યોગપતિ તેમજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાના મિત્ર અને રિલાયન્સના સૌથી જૂના કર્મચારી એવા મનોજ મોદીને મુંબઈમાં 1500 કરોડ રૂપિયાનું ઘર ગિફ્ટમાં આપ્યું છે. મનોજ મોદીને મુકેશ અંબાણીનો જમણો હાથ માનવામાં આવે છે. એટલે જ તેમને એક ભરોસાપાત્ર રિલાયન્સ કર્મચારી ઉપરાંત મુકેશ અંબાણીના મિત્રનો પણ દરજ્જો મળ્યો છે. રિપોર્ટ મુજબ, રિલાયન્સ કંપની માટે લેવામાં આવતા તમામ મહત્વના નિર્ણયોમાં તેમની સલાહ સંમતિ આવશ્યક હોય છે.

અંબાણીના બાળકોના મેન્ટર પણ કહેવાય છે મનોજ મોદી 

મનોજ મોદી રિલાયન્સના સૌથી જૂના કર્મચારી હોવાથી તેઓ વર્ષોથી કંપનીમાં પોતાની સેવાઓ નિશ્વાર્થપણે આપી રહ્યા છે. તેમની ઈમાનદારી અને નિષ્ઠાના પરિણામે મુકેશ અંબાણીના બાળકો પણ તેમની સલાહ માને છે. તેમને આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીના મેન્ટર પણ કહેવાય છે. એટલે જ મુકેશ અંબાણીએ પોતાના સૌથી પ્રિય કર્મચારી અને મિત્રને તેમની મહેનતના ફળ સ્વરૂપે 22 માળની બિલ્ડિંગ ભેટમાં આપી છે.

ઘરનું ફર્નિચર ઇટલીથી આવશે, પહેલા સાત માળ પર માત્ર પાર્કિંગ હશે

મુકેશ અંબાણીએ મનોજ મોદીને જે ઘર ભેટમાં આપ્યું છે તે મુંબઈના પૉશ વિસ્તાર ગણાતા નેપિયન સી રોડ પર આવેલું છે. આ ઘર 1.7 લાખ સ્ક્વેર ફૂટ જમીન પર બનાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગનું નામ ‘વૃંદાવન’ રાખવામાં આવ્યું છે. બિલ્ડિંગની શરૂઆતના 7 માળ પર પાર્કિંગની સુવિધા હશે. ઘરનું મોટાભાગનું ફર્નિચર ઇટલીથી મંગાવવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ ઘર મળ્યા બાદ મનોજ મોદીએ મુંબઈ સ્થિત 41.5 કરોડ રૂપિયાના પોતાના 2 ફ્લેટ વેચી દીધા છે.

મુકેશ અંબાણી અને મનોજ મોદીએ સાથેજ અભ્યાસ કર્યો છે

ઉલ્લેખનીય છે કે, 55 વર્ષીય મનોજ મોદી મૂળ ગુજરાતના છે. તેમણે અને મુકેશ અંબાણીએ મુંબઈમાં યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ ટેક્નોલોજીમાં સાથે અભ્યાસ કર્યો છે. અભ્યાસ પૂર્ણ થયા બાદ જ્યારે મુકેશ અંબાણીએ પોતાના પિતા સાથે રિલાયન્સમાં કામ કરવાનું શરુ કર્યું ત્યારે તેમણે પોતાના ક્લાસમેટ મનોજને પણ બોલાવી લીધા.
રિપોર્ટ મુજબ, મનોજ મોદી 1980ના દાયકાની શરૂઆતમાં રિલાયન્સ સાથે જોડાયા હતા અને ત્યારથી ભારતની સૌથી મોટી કંપનીમાં સેવા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર થઈ રહી છે 1500 કરોડ રૂપિયાની ભેટની ચર્ચા

મનોજ મોદી રિલાયન્સમાં આટલી પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં ઝાકઝમાળથી હંમેશા દૂર રહે છે. આ જ કારણ છે કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અવેલેબલ નથી. જોકે, તેમને મળેલી 1500 કરોડ રૂપિયાની ભેટની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. યુઝર્સ મુકેશ અંબાણીની દરિયાદિલીની પ્રશંસા કરી રહ્યા છે.
 
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ
mumbai
March 20, 2026

પેટ્રોલના ભાવમાં મોટો વધારો: આજથી પ્રીમિયમ પેટ્રોલ પ્રતિ લિટર ₹2.30 મોંઘુ, જાણો લેટેસ્ટ રેટ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ મોંઘુ થયું છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ (OMCs) પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2 થી ₹2.30 નો વધારો કર્યો છે, જે 20 માર્ચ, 2026 ના રોજ સવારે 6:00 વાગ્યાથી અમલમાં આવ્યો છે. 

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ
ahmedabad
March 20, 2026

AEROPLANE બ્રાન્ડ ફેમ અમીર ચંદ જગદીશ કુમારનો IPO: 24 માર્ચથી રોકાણની તક, જાણો પ્રાઇઝ બેન્ડ

ભારતની અગ્રણી બાસમતી ચોખા અને FMCG પ્રોડક્ટ્સ નિકાસ કરતી કંપની અમીર ચંદ જગદીશ કુમાર (એક્સપોર્ટ્સ) લિમિટેડ પોતાનો રૂ. 4,400 મિલિયનનો આઈપીઓ લાવી રહી છે. આ ઈશ્યૂ 24 માર્ચ, 2026 ના રોજ ખુલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. કંપનીએ શેર દીઠ ₹201 થી ₹212 ની પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. "AEROPLANE" બ્રાન્ડ હેઠળ જાણીતી આ કંપની પોતાની કામગીરીના વિસ્તરણ અને કાર્યકારી મૂડી માટે આ ભંડોળનો ઉપયોગ કરશે. 

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ
new delhi
March 16, 2026

ગભરાઈને પેટ્રોલ-ડીઝલનો સ્ટોક ન કરો: કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રાલયની અપીલ

ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.

Braking News

 ICC Rankings: T20 રેન્કિંગમાં ફેરબદલ, આ ખેલાડી અચાનક ટોપ 10માં પ્રવેશ્યો
ICC Rankings: T20 રેન્કિંગમાં ફેરબદલ, આ ખેલાડી અચાનક ટોપ 10માં પ્રવેશ્યો
May 29, 2024

T20 વર્લ્ડ કપ 2024 પહેલા ICC દ્વારા T20 ક્રિકેટની નવી રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. આ વખતે ટોપ 10માં કેટલાક ફેરફારો જોવા મળી રહ્યા છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
એવા તો કયા કારણો છે જેમાં, છોકરીઓને પીરિયડ્સ વહેલા કેમ આવે છે અને છોકરાઓને મુછો વહેલા કેમ આવે છે?
August 25, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express