Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • રાજકારણ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નિકોન ઈન્ડિયાએ નવો મિરરલેસ કેમેરા નિકોન ઝેડ એફ લોન્ચ કર્યો

નિકોન ઈન્ડિયાએ નવો મિરરલેસ કેમેરા નિકોન ઝેડ એફ લોન્ચ કર્યો

ઇમેજિંગ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે, નિકોન ઝેડ એફ ફૂલ-ફ્રેમ સેન્સર, એક્સ્પીડ 7 ઇમેજ-પ્રોસેસિંગ એન્જિન અને ટોચના સ્તરના વિશિષ્ટતાઓથી સજ્જ છે, જે નિકોન મિરરલેસ ફ્લેગશિપ પ્રોડક્ટ્સ – નિકોન ઝેડ 9 અને ઝેડ 8 સાથે સમકક્ષ છે.

Gandhinagar October 13, 2023
નિકોન ઈન્ડિયાએ નવો મિરરલેસ કેમેરા નિકોન ઝેડ એફ લોન્ચ કર્યો

નિકોન ઈન્ડિયાએ નવો મિરરલેસ કેમેરા નિકોન ઝેડ એફ લોન્ચ કર્યો

ગાંધીનગર : નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જે નિકોન કોર્પોરેશનની 100% પેટાકંપની અને ઇમેજિંગ ટેક્નોલોજી લીડર છે, તેણે આજે ગુજરાતમાં બહુપ્રતિક્ષિત નિકોન ઝેડ એફ રજૂ કર્યો. નિકોન ઈન્ડિયા આ હાઇબ્રિડ કેમેરાના લોન્ચ સાથે પોતાની મિરરલેસ કેમેરા લાઇન-અપને મજબૂત બનાવી છે, જે વિડિયોગ્રાફી તેમજ ફોટોગ્રાફીની કળાને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે તૈયાર છે. ઇમેજિંગ લેન્ડસ્કેપમાં ક્રાંતિ લાવવા માટે, નિકોન ઝેડ એફ ફૂલ-ફ્રેમ સેન્સર, એક્સ્પીડ 7 ઇમેજ-પ્રોસેસિંગ એન્જિન અને ટોચના સ્તરના વિશિષ્ટતાઓથી સજ્જ છે, જે નિકોન મિરરલેસ ફ્લેગશિપ પ્રોડક્ટ્સ – નિકોન ઝેડ 9 અને ઝેડ 8 સાથે સમકક્ષ છે. શ્રી સજ્જન કુમારે આજે ગાંધીનગરમાં શરૂ થયેલા પ્રીમિયર ઈમેજીંગ એક્ઝિબિશન, ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વિડિયો ટ્રેડ ફેરમાં, નિકોન ઝેડ એફ લોન્ચ કર્યોં હતો. 12 ઑક્ટોબરથી 14 ઑક્ટોબર 23 દરમિયાન નિકોન સ્ટોલ નંબર-એ2 ખાતે નવી પ્રોડક્ટનો અનુભવ કરી શકાય છે.

એક્ઝિબિશનમાં પોતાની સહભાગિતા અંગે ટિપ્પણી કરતા, નિકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સજ્જન કુમારે જણાવ્યું, “અમે નિકોન ઈન્ડિયામાં ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો વિડિયો ટ્રેડ ફેર 2023નો ભાગ બનીને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. એક્ઝિબિશનમાં, અમે અમારો નવો મિરરલેસ કેમેરા નિકોન ઝેડ એફ લોન્ચ કરીને ખૂબ જ આનંદિત છીએ. નવો કૅમેરો ફુલ-ફ્રેમ ઝેડ ફેમિલીમાં નવીનતમ ઉમેરો છે, જે બહુમુખી અને નવીન હાઇબ્રિડ સુવિધાઓ પ્રદાન કરે છે. ઝેડ એફ કેમેરા લગ્ન અને ફેશન ફોટોગ્રાફર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ઇવેન્ટમાં ઝેડ મિરરલેસ કેમેરા અને લેન્સની અમારી સંપૂર્ણ શ્રેણીનું પ્રદર્શન પણ કરવામાં આવશે અને અમારા સમર્થકો અને ઉત્સાહીઓને અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોની સંપૂર્ણ શ્રેણીનો અનુભવ મેળવવાની તક મળશે.”

કંપનીએ તેના સમર્થકોને તેની અદ્યતન ઇમેજિંગ ટેક્નોલોજીની સંપૂર્ણ શ્રેણીનો અનુભવ કરવાની તક પણ પૂરી પાડી હતી. નિકોનની અસાધારણ કેમેરા લાઇનઅપ ઝેડ 8, ઝેડ 9, ઝેડ 6।।, ઝેડ 5 અને ઝેડ 7।। જેવા ઉચ્ચ માંગવાળા મોડલ્સનો સમાવેશ થાય છે, જે સુસંગત લેન્સ અને એસેસરીઝ સાથે ડિસ્પ્લેમાં છે. આ અસાધારણ કેમેરા નવીનતા, ચોકસાઇ અને તમામ સ્તરના ફોટોગ્રાફરોને શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે નિકોનની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે.

નિકોન ઈન્ડિયા વ્યૂહાત્મક રીતે ઝેડ મિરરલેસ કેમેરા તેમજ લેન્સના પોર્ટફોલિયોને વિસ્તૃત કરી રહી છે. નિકોન ઝેડ એફના લોન્ચિંગ સાથે, નિકોન ઈન્ડિયાએ NIKKOR Z 600mm f/6.3 VR Sની પણ જાહેરાત કરી હતી, જે NIKKOR Z S-Line સિરીઝમાં નવીનતમ એસ-લાઇન સુપર-ટેલિફોટો પ્રાઇમ લેન્સ છે, જે સ્ટિલ અને વિડિયો બંનેને કૅપ્ચર કરવા માટે ઑપ્ટિમાઇઝ કરેલ છે. કોમ્પેક્ટ ડિઝાઇન અને નિકોન ઝેડ એફ સાથે સારી રીતે સુસંગત છે. તેની પ્રભાવશાળી ફોકલ લેન્થ અને એસ-લાઈન ઓપ્ટિકલ પરફોર્મન્સ સાથે મળીને, તે વાઇલ્ડલાઇફ, સ્પોર્ટ્સ અને એક્શનના વિષયોને કેપ્ચર કરવા માટે એકદમ યોગ્ય છે.

વધુમાં, બ્રાન્ડે NIKKOR Z 135mm f/1.8 S Plena, નવીનતમ કોમ્પેક્ટ બોડી NIKKOR Z S-Line શ્રેણીના લેન્સ રજૂ કર્યા, જે અદ્ભુત વિઝ્યુઅલ અનુભવ, ઉચ્ચ વિશ્વસનીયતા અને અસાધારણ ઓપ્ટિકલ પ્રદર્શનનું પ્રતિક છે.

ઉપલબ્ધતા

નિકોન ઝેડ એફ કૅમેરા બૉડી 12 ઑક્ટોબર 2023થી ભારતભરમાં નિકોન આઉટલેટ્સ પર રૂ.1,76,995.00/-માં ઉપલબ્ધ થશે. નવા ઝેડ એફ અને અન્ય નિકોન પ્રોડક્ટ્સ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને http://nikn.ly/Zseries_IN ની મુલાકાત લો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

સરકારને ગેમિંગ ઇન્ડસ્ટ્રીની ગ્રાઉન્ડબ્રેકિંગ GST યોજના પ્રાપ્ત થઈ
new delhi
July 29, 2023

સરકારને ગેમિંગ ઇન્ડસ્ટ્રીની ગ્રાઉન્ડબ્રેકિંગ GST યોજના પ્રાપ્ત થઈ

નવીનતા અને મહત્વાકાંક્ષાની સામૂહિક શક્તિનો ઉપયોગ કરીને, ગેમિંગ ઉદ્યોગ એક ગ્રાઉન્ડબ્રેકિંગ GST યોજના સાથે ઉભરી આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય કરને બળતણ વૃદ્ધિની રીતમાં ક્રાંતિ લાવવાનો છે.

કસ્ટમ ફીટ, કસ્ટમ સ્ટાઈલ: એપલ વોચ અલ્ટ્રા 3D પ્રિન્ટેડ સાથે ક્રાંતિ લાવશે
ahmedabad
July 15, 2023

કસ્ટમ ફીટ, કસ્ટમ સ્ટાઈલ: એપલ વોચ અલ્ટ્રા 3D પ્રિન્ટેડ સાથે ક્રાંતિ લાવશે

સાન ફ્રાન્સિસ્કોઃ સેકન્ડ જનરેશન એપલ વોચ અલ્ટ્રા આ વર્ષના અંતમાં લોન્ચ થશે અને તેમાં 3D-પ્રિન્ટેડ મિકેનિકલ પાર્ટ્સ હશે.

Amazon દ્વારા સ્માર્ટ અને સ્ટાઇલીશ તદ્દન નવા Echo Popને રૂ. 4,999માં બજારમાં મુકાયા
new delhi
June 02, 2023

Amazon દ્વારા સ્માર્ટ અને સ્ટાઇલીશ તદ્દન નવા Echo Popને રૂ. 4,999માં બજારમાં મુકાયા

Echo Pop એ લીલા અને પર્પલ સહિતના તાજા કલર સાથેનું સંપૂર્ણતઃનવા સ્વરૂપનું પરિબળ ધરાવે છે, નવું સ્માર્ટ સ્પીકર ઊંચો ધ્વનિ, સંતુલીત બાસ અને સ્પષ્ટ ભાષા ડિલીવર કરે છે

Braking News

સલામત અને શાંતિપૂર્ણ ગણેશોત્સવની ઉજવણી સુનિશ્ચિત કરવા વઘઈ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી
સલામત અને શાંતિપૂર્ણ ગણેશોત્સવની ઉજવણી સુનિશ્ચિત કરવા વઘઈ પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી
September 17, 2023

ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ પોલીસ સ્ટેશને આગામી ગણેશોત્સવના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસ અધિકારીઓ, ગણેશ મંડળના આયોજકો અને અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
ઉપરાષ્ટ્રપતિ ધનકરે દાયકાના અંત સુધીમાં ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની આગાહી કરી
February 24, 2023
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
15 વર્ષ પછી, નક્સલાઇટ દંપતી આખરે હૈદરાબાદમાં પકડાયું
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express