NZ vs BAN: ન્યુઝીલેન્ડને મોટો ફટકો, T20 શ્રેણીમાંથી બે ખેલાડીઓ બહાર
NZ vs BAN: ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન અને એક ખેલાડીને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણી માટે ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ બંને ખેલાડીઓ અત્યારે આ શ્રેણી માટે સંપૂર્ણ રીતે ફિટ નથી.
NZ vs BAN T20I શ્રેણી : બાંગ્લાદેશ અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાશે. આ સીરીઝની શરૂઆત પહેલા કિવી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના નિયુક્ત કેપ્ટન કેન વિલિયમસન અને કાયલ જેમિસન આ મહિનાના અંતમાં બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટી20 શ્રેણી રમી શકશે નહીં. દરમિયાન, મિશેલ સેન્ટનર, જેણે અગાઉ વ્હાઈટ બોલ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે ટીમોનું નેતૃત્વ કર્યું છે, તે વિલિયમસનની ગેરહાજરીમાં કેપ્ટન રહેશે. ટીમે આ બે ખેલાડીઓના સ્થાનની જાહેરાત પણ કરી દીધી છે.
બંને ખેલાડીઓના સ્થાને રચિન રવિન્દ્ર અને જેકબ ડફીને બોલાવવામાં આવ્યા છે. વિલિયમસન અને જેમીસન અંગે અપડેટ આપતાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે કહ્યું છે કે વિલિયમસન અને જેમીસન અંગેનો નિર્ણય તબીબી સલાહ અને ટીમના આગામી કાર્યક્રમને ધ્યાનમાં લીધા બાદ લેવામાં આવ્યો છે. જેમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની આ ટેસ્ટ શ્રેણીને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. આ બંને શ્રેણી કિવી ટીમ માટે ઘણી મહત્વની છે. વિલિયમસન વિશે તેણે વધુમાં કહ્યું કે IPL દરમિયાન તેના જમણા ઘૂંટણમાં ઈજા થતાં તે સાત મહિના સુધી ક્રિકેટને ચૂકી ગયો હતો. તાજેતરમાં ભારત અને બાંગ્લાદેશમાં રમીને પરત ફર્યા બાદ ઘૂંટણને આરામ અને મજબૂતીની જરૂર છે.
જેમીસનની વાત કરીએ તો, તેની હેમસ્ટ્રિંગની ઈજાનો શ્રેષ્ઠ ઉકેલ ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલા લક્ષ્યાંકિત પુનર્વસન સમયગાળો હશે. તે બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-20 શ્રેણી તેમજ જાન્યુઆરીમાં પાકિસ્તાન સામેની ટી-20 શ્રેણીમાંથી બહાર થઈ જશે. અગાઉ, તેને બાંગ્લાદેશ સામે ચાલી રહેલી શ્રેણી માટે ODI ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, જેમાં ન્યુઝીલેન્ડ 2-0થી આગળ છે.
મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માર્ક ચેપમેન, જેકબ ડફી, એડમ મિલને, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીઅર્સ, ટિમ સેફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉથી.
IFL 2025-26 માં રાજસ્થાન યુનાઇટેડે અમાદૌ સુકુનાના ગોલની મદદથી રિયલ કાશ્મીરને 1-0 થી હરાવ્યું છે. આ જીત સાથે રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
નેધરલેન્ડ્સના એમ્સ્ટરડેમમાં FIH હોકી વર્લ્ડ કપ 2026 માટે ઓફિશિયલ ડ્રો યોજાયો. ભારત અને પાકિસ્તાન પુરુષોના પૂલ D માં સામસામે ટકરાશે. સંપૂર્ણ ગ્રુપ લિસ્ટ અહીં જુઓ.
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટર રોહિત શર્માએ IPL 2026 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મુંબઈમાં શરૂ થયેલા ટ્રેનિંગ કેમ્પમાં રોહિત તેના ટ્રેડમાર્ક શોર્ટ્સ રમતા જોવા મળ્યો હતો.