નર્મદા જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦નો પ્રારંભ કરાવતા નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખ
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજપીપલા : રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ રાજ્યકક્ષાની હેન્ડબોલ બહેનો અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન વિભાગની સ્પર્ધાઓ તારીખ ૨૬/૦૪/૨૦૨૫થી ૦૧/૦૫/૨૦૨૫ સુધી યોજાનાર છે. આ સ્પર્ધાનો રાજપીપલા ખાતે નાંદોદના ધારાસભ્યશ્રી ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ધારાસભ્યશ્રી ડો. દર્શનાબેન દેશમુખે આ સ્પર્ધના આશાશ્પદ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી ગુજરાત વર્ષ- ૨૦૩૬માં ઓલમ્પિકની યજમાની કરવાની પૂર્વ તૈયારીઓ કરી રહ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતમાં ઓલમ્પિક માટેની તૈયારીઓને બિરદાવી છે. આ
ઓલમ્પિકમાં ખેલાડીઓ ભાગ લઈ ગુજરાત અને દેશની નામના વધારે તેવી તૈયારીઓ કરવા માટે ખેલાડીઓને જણાવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી વિવિધ યોજનાઓની પણ તેઓએ સરાહના કરી ગુજરાત પણ રમત ક્ષેત્રે દેશમાં અવ્વલ નંબરે પહોંચવાની તૈયારીમાં છે. જેનો તમામ શ્રેય તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેમ ધારાસભ્યશ્રીએ ઉમેર્યું હતું.
રાજપીપલાની શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે શરૂ થયેલા ખેલમહાકુંભ 3.0ના ઉદઘાટન પ્રસંગે ડી.વાય.એસ.પી. શ્રી પી.આર.પટેલ, ડો. રવિભાઈ દેશમુખ, ડો. રાજેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ ભીલ અને સ્પર્ધકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિઠ્ઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રિયલ સિટીનું ઉદ્ઘાટન! 655 વિઘા વિસ્તારમાં અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, 12,500 બેડની સુવિધા, 13 કંપનીઓનું ખાતમુહૂર્ત અને રોજગારીની નવી તકો. ગુજરાતના બિઝનેસ હબ વિશે વધુ જાણો.
ગુજરાત સરકારની અંત્યોદય શ્રમ સુરક્ષા અકસ્માત વીમા યોજના શ્રમયોગીઓને આર્થિક અને સામાજિક સુરક્ષા પૂરી પાડે છે. જાણો યોજનાના લાભો, નોંધણી પ્રક્રિયા અને શ્રમિક કલ્યાણ માટેની અન્ય પહેલો વિશે.
"અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંગ્લાદેશી રહેવાસીઓ વિરુદ્ધ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આપી કડક ચેતવણી. લલ્લા બિહારી સામે ફરિયાદ નોંધાઈ. વધુ જાણો અહીં."