Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપલા નગરપાલિકાના ભિલરાજા સર્કલ ખાતેથી જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી. 

Rajpipla August 13, 2024
રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાજપીપલા ખાતે નર્મદા જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ

રાજપીપલા: ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે રાજપીપલા નગરપાલિકાના ભિલરાજા સર્કલ ખાતેથી જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી. તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની બેન્ડની ટુકડી, આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટુકડી અને સંપૂર્ણ રેલીમાં "હર હાથ" તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી. પોલીસના વિવિધ શાખાના જવાનો, ડિસ્ટ્રીકટ લેવલ સ્પોટર્સ સ્કૂલ (ડી.એલ.એસ.એસ.) તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના “ભારત માતા કી જય” “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપલા નગર ગુંજી ઉઠ્યું હતું. તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય
વિવિધતામાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. 

આ તિરંગા યાત્રા સંદર્ભે જિલ્લા કલેક્ટર શ્રી એસ. કે. મોદીએ જણાવ્યું કે, દેશભક્તિને શબ્દોમાં અભિવ્યક્ત કરવી મુશ્કેલ છે. દેશભક્તિ એક લાગણી છે, જેને આજે રાજપીપલાના પ્રત્યેક માનવીએ અનુભવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનને સ્વીકારીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવાના આશય સાથે યોજાયેલી જિલ્લાકક્ષાની ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લાવાસીઓ સ્વયંભૂ રીતે જોડાયા હતા. 

ભવ્ય તિંરગા યાત્રામાં આજે નગરજનો પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જ્યાં નગરનું વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. દેશભક્તિના નારા સાથે આગળ વધી રહેલી તિરંગા યાત્રાએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર મહાન ક્રાંતિકારીઓ, સેનાના શહીદ વીરોના બલિદાનને યાદ કર્યા હતા.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ
ahmedabad
February 24, 2026

જળ સંરક્ષણ અભિયાન 2026: નિરંકારી મિશને 12 લાખ લોકોને જોડીને રચ્યો ઇતિહાસ

નિરંકારી મિશન દ્વારા ‘પ્રોજેક્ટ અમૃત’ અંતર્ગત દેશભરમાં ‘પાણીની રક્ષા, સૃષ્ટિની સુરક્ષા’ માટે ૧૬૦૦ થી પણ વધારે સ્થળો પર અને અમદાવાદ/ ગાંધીનગર ખાતે ત્રણ સ્થળ પર જળ સ્ત્રોતોની સફાઈનું અભિયાન.

Braking News

દિલ્હીમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અરવિંદ કેજરીવાલ અને આતિશીને પણ આમંત્રણ
દિલ્હીમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે અરવિંદ કેજરીવાલ અને આતિશીને પણ આમંત્રણ
February 19, 2025

વિધાનસભા પક્ષની બેઠક બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દિલ્હી માટે પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરવા માટે તૈયાર છે. બહુપ્રતિક્ષિત શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં યોજાશે, જેની વ્યાપક તૈયારીઓ પહેલાથી જ ચાલી રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
એપલના વિઝનરી ફાઉન્ડર તરીકે સ્ટીવ જોબ્સના સક્સેસ મંત્રનું રહસ્ય
July 26, 2023
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
હોર્મોન થેરપી અને GERD: છાતીમાં દુખાવો અને બળતરાની લિંકનું અનાવરણ
July 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express