વીર બાલ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી
વીર બાલ દિવસ 2025: નર્મદા જિલ્લામાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં કાર્યક્રમ – સાહિબજાદાઓના બલિદાનની યાદમાં પ્રેરણા.
રાજપીપલા: ભારતમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી (ઉંમર ૯
વર્ષ) અને સાહિબજાદા ફતેહ સિંહજી (ઉંમર ૬ વર્ષ)ના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ અનુસંધાને નર્મદા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ નાંદોદના ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે, મોગલ શાસક ઔરંગજેબના સમયમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતું હતું. ધર્મની રક્ષા અને માનવ મૂલ્યોની સ્થાપના માટે ગુરુ ગોબિંદ સિંહજીએ ખાલસા પંથની સ્થાપના કરી હતી. આ સમયગાળા દરમિયાન ગુરુજીએ તેમના પરિવાર સાથે આનંદપુર સાહિબ છોડવું પડ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ચમકૌરના યુદ્ધ દરમિયાન ગુરુજીના મોટા બે પુત્રો સાહિબજાદા અજીત સિંહજી અને સાહિબજાદા જુઝાર સિંહજી વીરગતિ પામ્યા હતા. ત્યારબાદ ગુરુ ગોબિંદ સિંહજી તેમની માતા ગુજરીજી તથા બે નાના પુત્રો સાથે આગળ વધ્યા હતા. સરસા નદી પાર કરતી વખતે પરિવાર અલગ પડી ગયો હતો.
બે નાના સાહિબજાદા અને માતા ગુજરીજીને ગુરુજીના વફાદાર નોકર ગંગુ બ્રાહ્મણે પોતાના ઘરે આશરો આપ્યો હતો, પરંતુ લાલચમાં આવી તેણે મોગલ અધિકારીઓને જાણ કરી દીધી હતી. પરિણામે ત્રણેયને પકડીને સરહિંદના સુબા વઝીર ખાન પાસે લઈ જવામાં આવ્યા હતા. વઝીર ખાને બે નાના સાહિબજાદાઓને ધર્મ પરિવર્તન કરવા માટે લાલચ અને ધમકી આપી હતી,
પરંતુ નાની ઉંમર હોવા છતાં બંને સાહિબજાદાઓ અડગ રહ્યા અને જણાવ્યું હતું કે, “અમે ગુરુ ગોબિંદ સિંહજીના પુત્રો છીએ. અમારો ધર્મ અમારું સર્વસ્વ છે અને અમે ક્યારેય ધર્મનો ત્યાગ કરીશું નહીં.” આખરે ૨૬ ડિસેમ્બર ૧૭૦૫ના રોજ વઝીર ખાનના આદેશથી બંને સાહિબજાદાઓને જીવતા દીવાલમાં ચણી દેવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટનાનો આઘાત સહન ન કરી શકતાં માતા ગુજરીજીએ પણ પોતાના પ્રાણ ત્યાગ્યા હતા.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું કે, આ બે વીર બાળકોના બલિદાનથી ધર્મ, સત્ય અને ન્યાય માટે અડગ રહેવાની આજના બાળકોને પ્રેરણા મળે છે. ભારત સરકારે વર્ષ-૨૦૨૨થી ૨૬મી ડિસેમ્બરને વીર બાલ દિવસ તરીકે રાષ્ટ્રીય સ્તરે ઉજવવાનો નિર્ણય લીધો છે, જે યુવા પેઢીમાં દેશભક્તિ, સાહસ અને મૂલ્યબોધ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને વીર બાલકોના જીવનમાંથી પ્રેરણા લઈને સત્ય, ધર્મ અને ન્યાયના માર્ગે ચાલવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારીશ્રી દિલીપભાઈ દેસાઈ, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી દિનેશભાઈ ભીલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરીના અધિકારીશ્રીઓ, શાળાના આચાર્યશ્રી અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન સાથે ગુજરાત હવે AI ઈનોવેશન હબ બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલા AI સંવાદમાં મુખ્યમંત્રીએ દેશના ટોચના 24 સ્ટાર્ટઅપ્સ સાથે મુલાકાત કરી હતી. રાજ્યના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગે Sarvam.ai સાથે ગુજરાતમાં Sovereign AI પાર્ક સ્થાપવા માટે MOU કર્યા છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા જનસેવાની પ્રતિબદ્ધતા દોહરાવતા 182 નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો માટે ફાળવવામાં આવેલી આ બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.