નેત્રંગથી ચોરી કરેલી મોટર સાયકલ ડેડીયાપાડા વિસ્તારમાંથી લઇ જતા સખ્સને નર્મદા એલ.સી.બી.એ ઝડપી લીધો
એક વર્ષ અગાઉ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મોટર સાઇકલ ચોરીની છે તે બાબતે કોઇને ખબર ન પડે તે માટે પોતે ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાની હક્કીકત જણાવતા આં ઇસમ પાસેથી કબજે કરી મો.સા.જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તેને અટક કરવામાં આવ્યો હતો.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : ડેડીયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન કંકાલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ વખતે મો.સા.ચલાવી એક ઇસમ આવતા અને મોટર સાયકલ જોતાં હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોડલવાળી હોય જેના આગળ પાછળની રજીસ્ટ્રેશન નંબર GJ. 21 BK.0124 હોવાથી મોટર સાયકલ શંકાસ્પદ જણાતા મોટર સાયકલનો ચાલક પાસે મોટર સાયકલના સાધનિક કાગળો માંગતા પોતાની પાસે ન હોવાનુ જણાવેલ.
વધુ પુપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં ત્યારબાદ વાહન પોર્ટલ ઉપર ચેક કરતા આ મો.સા.નો રજીસ્ટ્રેશન નંબર G-16 C-6250નો જણાઇ આવેલ માટે આ મોટર સાયકલ છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા મોટર સાયકલ ચાલકનું નામામ પુછતાં તેણે પોતાનું નામ મુદસિર અલી ફયાઝ અલી મકરાણી ઉ.વ ૨૦ રહે-અક્કલકુવા, મરકત મસ્જીદ ચોક,જિલ્લો-નંદુરબાર (મહારાષ્ટ્ર) નો હોવાનું જણાવેલ.
આ મોટર સાયકલ ઉસ્માન સુભાઇ શેખ રહે-નેત્રંગ, આનંદ નગર નગર તા.નેત્રંગ જિલ્લો-ભરૂચ નાઓના નામે રજીસ્ટ્રેશન થયેલ હાય માટે આ ઈસમ શંકાસ્પદ જણાતા તેને એલ.સી.બી.કચેરી ખાતે લાવી મોટર સાયકલ બાબતે વિષેશ પુછપરછ કરતાં તેણે આ મોટર સાઇકલ જાવેદભાઇ લઝીદભાઇ મકરાણી -છોટી રાજમોવી તા. અક્કલકવા જિલ્લો- નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓ પાસેથી આશરે છ માસ અગાઉ વેંચાણથી લીધેલ હોવાની હકીકત જણાવેલ અને જાવેદભાઇ લઝીદભાઇ મકરાણી એ આજથી એક વર્ષ અગાઉ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ મોટર સાયકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ તેમજ મોટર સાઇકલ ચોરીની છે તે બાબતે કોઇને ખબર ન પડે તે માટે પોતે ખોટી નંબર પ્લેટ લગાવેલ હોવાની હક્કીકત જણાવતા આં ઇસમ પાસેથી કબજે કરી મો.સા.જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી તેને અટક કરવામાં આવ્યો હતો.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ખેલ મહાકુંભ ૩.૦ નો ડો.દર્શનાબેન દેશમુખના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."