Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા

નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા

ચૈતર વસાવાએ ખુલાસો કર્યો: નર્મદામાં કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી, પણ ₹10 કરોડનો મંડપ, ₹3000ની ડીશ, કરોડોની ચા-પાણીના બિલ. બજેટ લૂંટાઈ રહ્યું છે.

Narmada November 29, 2025
નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા

નર્મદા જિલ્લો પછાત રહેશે જો બજેટ આમ જ ઉડતું રહેશે – ચૈતર વસાવા

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નર્મદા જિલ્લા નિવાસી કલેકટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લાની સંકલન સમિતિની બેઠકની માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે મળેલી આ સંકલન સમિતિની બેઠકમાં નર્મદા જિલ્લામાં લોકોની સુખાકારીની યોજનાઓ જેમ કે, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, જીઈબીની યોજના, સાથે સાથે પાક નુકસાની, એસઆઈઆરની કામગીરી તમામ વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

નર્મદા જિલ્લામાં પૂરતું બજેટ નથી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. વિકાસ પર્વ, એકતા પરેડ, ગૌરવ યાત્રા, વિકાસ મહોત્સવ જેવા સરકારી કાર્યક્રમોમાં નર્મદા જિલ્લાના બજેટમાંથી ખર્ચા પેટે કરોડો રૂપિયાના બિલ મૂકવામાં આવ્યા છે. કેવડીયાના કાર્યક્રમ માટે પણ મંડપ,સ્ટેજ માટે 10 કરોડથી વધારેનું બિલ મૂકવામાં આવ્યું છે. ત્યાં VIP લંચ માટે એક ડીશનું 3,000 નું બિલ મૂકવામાં આવ્યું છે. લાખો રૂપિયાનું ચા નું બિલ પણ મૂકવામાં આવ્યું છે. 48 લાખથી વધારે પાણીનું બિલ મૂકવામાં આવ્યું છે. 6 કરોડથી વધારે ટ્રાન્સપોર્ટેશનનું બિલ મૂકવામાં આવ્યું છે. તેવી જ રીતે ડેડીયાપાડામાં પણ બિરસા મુંડાની જન્મ જયંતીની ઉજવણીમાં પણ કરોડો રૂપિયાનું બિલ મૂકવામાં આવ્યું છે.

સૌથી મોટા સવાલ એ થાય છે કે દેશના સૌથી પછાત જિલ્લામાં નર્મદા જિલ્લાની ગણતરી થાય છે. નર્મદા જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા 12,000 થી પણ વધારે છે તેમના ફૂડ બિલ માટે સરકાર પાસે ગ્રાન્ટ નથી. સિકલ સેલના દર્દીઓને માર્ચ મહિનાથી સહાય નથી મળી અને સરકારના અધિકારીઓ કહે છે કે ગ્રાન્ટ નથી. નર્મદા જિલ્લામાં આંગણવાડીઓ, શાળાઓ નથી અને જે લોકો ઉચ્ચ અભ્યાસ કરે છે તેમની સ્કોલરશીપ માટે પણ અમારે આંદોલન કરવા પડે છે.

કુંવરબાઈનુ મામેરુ હોય કે અન્ય ટ્રાયબલ યોજનાઓ હોય એમાં ગ્રાન્ટ નહીં હોવાના કારણે વિદ્યાર્થીઓને સમયસર એની સહાય મળતી નથી. ખેડૂતોને, યુવાનોને યોગ્ય સહાય મળતી નથી. બીજી તરફ અધિકારીઓ 3000 રૂપિયાની VIP  ડીશનો જમણવાર કરે છે અને મોટા મોટા પ્રોગ્રામ કરે છે એ વિષય ઉપર અમે માહિતી માગી તો માર્ગ મકાન અને સ્ટેટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા અને બીજા તમામ શાખાના અધિકારીઓ દ્વારા અમને પૂરતી માહિતી આપવામાં આવી નથી કારણ કે જો એ લોકો માહિતી આપે તો કેટલા કરોડના ડ્રાયફ્રુટ ખાધા, કેટલાક કરોડના ચિકન મટન ખાધા, કેટલા કરોડની હાઈટી લીધી, કેટલા કરોડના બુફે લીધા એ વધી જ માહિતી સામે આવી જાય. કેટલા કરોડ રૂપિયાના વાઉચર અને બિલ આ લોકો નર્મદા જિલ્લાની ગ્રાન્ટમાંથી વાપરે છે. ત્યારે ટ્રાયબલ લોકોના વિકાસ માટે જે બજેટ બને છે એ બજેટનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં અને તાઇફાઓમાં થાય છે. જે નીતિનો અમે સખત વિરોધ કરીએ છીએ આ રીતે જ નર્મદા જિલ્લાનું બજેટ વપરાતું રહેશે તો નર્મદા જિલ્લાનો વિકાસ આવનારા દિવસોમાં પણ થવાનો નથી એવું લાગી રહ્યું છે ત્યારે આ બજેટનો યોગ્ય રીતે વિકાસ માટે ઉપયોગ થાય એવી અમારી માંગણી છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

CWC 2023માં બેન સ્ટોક્સ, આદિલ રાશિદની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડે  નેધરલેન્ડ્સ સામે જોરદાર જીત મેળવી
CWC 2023માં બેન સ્ટોક્સ, આદિલ રાશિદની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામે જોરદાર જીત મેળવી
November 09, 2023

બેન સ્ટોક્સે શાનદાર 102 રન ફટકાર્યા હતા અને આદિલ રાશિદે ચાર વિકેટ ઝડપી હતી કારણ કે ઇંગ્લેન્ડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની તેમની શરૂઆતની મેચમાં નેધરલેન્ડ્સને 160 રનથી કચડી નાખ્યું હતું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
મહિલાઓની સુરક્ષા માટે સ્માર્ટ સોલ્યુશન્સ: 8 ગેજેટ્સ અને એપ્સ વગર તમે જીવી શકતા નથી
April 04, 2023
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
રાજ્યમાં 1 જૂન, 2023 થી 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાલવાટિકા શરૂ કરવામાં આવશે
February 21, 2023
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
ઈન્ફલ્યુએન્ઝા H3N2: મોસમી ફ્લૂની ગંભીર ગૂંચવણોનું જોખમ કોને?
March 05, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express