આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ
આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. એસ. બી. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને જણાવ્યું છે કે, આણંદ જિલ્લામાં રાષ્ટ્રીય ખરવા મોવાસા નિયંત્રણ જાગૃતિ સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે, તદઅનુસાર આણંદ જિલ્લાના પશુપાલકોએ ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે વરસમાં બે વખત સમયસર પશુઓનું રસીકરણ કરાવવું જોઈએ.
ડો. ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે પશુઓમાં જોવા મળતા ચિન્હો વિષાણુઓથી થતો ચેપી રોગ, પશુઓને તાવ આવે, મોઢામાંથી લાળ પડે, મુખમાં અને ખરીમાં ચાંદા પડે, પશુ લંગડાય, દુધાળા પશુના દૂધ ઉત્પાદનમાં કાયમી ઘટાડો થાય, બળદની કાર્યક્ષમતામાં કાયમી ઘટાડો થાય, પશુની ગરમી સહન કરવાની શક્તિ ઘટી જાય અને ગાભણ પશુ તરવાઈ જાય આ બધા રોગ જણાય તો આવા પશુઓને ખરવા મોવાસાના ચિન્હો છે તેમ ગણી શકાય. તેથી ખરવા મોવાસા રોગ નિયંત્રણ માટે હાલ આણંદ જિલ્લામાં ચાલી રહેલ જાગૃતિ સપ્તાહ અંતર્ગત તમામ પશુપાલકો પોતાના પશુઓનું રસીકરણ કરાવે તે જરૂરી છે અને ખરવા મોવાસા રોગમુક્ત ભારત અભિયાન તરફ પ્રતિજ્ઞા લઈને આ જાગૃતિ સપ્તાહમાં તમામ પશુપાલકો સહભાગી બને તેવી ડો. ઉપાધ્યાયે આણંદ જિલ્લાના પશુપાલકોને અપીલ પણ કરી છે.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."