Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે

નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે

પરિવર્તનશીલ સમયમાં યુવા વર્ગને સાંકળી લેતી કોમ્યુનીકેશનની નવી ચેનલોને પ્રસ્થાપિત કરીને તેનું સંવર્ધન કરવાનાં ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ (એનપીએફ) એડીશન–II નું આયોજન કરવામાં આવ્યું છે. એનપીએફ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે.

Ahmedabad January 01, 2025
નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે

નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન યોજાશે

અમદાવાદ  : પરિવર્તનશીલ સમયમાં યુવા વર્ગને સાંકળી લેતી કોમ્યુનીકેશનની નવી ચેનલોને પ્રસ્થાપિત કરીને તેનું સંવર્ધન કરવાનાં ભાગરૂપે નવજીવન ટ્રસ્ટ દ્વારા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલ (એનપીએફ) એડીશન–II નું આયોજન કરવામાં આવ્યું છે. એનપીએફ એડીશન–II તા. 2 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાશે.

આ અંગે માહિતી આપતા નવજીવન ટ્રસ્ટનાં ચેરમેન શ્રી વિવેક દેસાઈએ જણાવ્યું હતું કે “નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટીવલમાં સામાજીક અને સાંસ્કૃતિક સંદેશામાં ગાઢ અસર ધરાવતા દેશનાં વિવિધ ભાગોનાં આર્ટિસ્ટસનું કાર્ય પ્રદર્શિત થશે. એનપીએફમાં ટોક્સ, ફિલ્મ સ્ક્રીનીંગ્સ, પોર્ટફોલિયો રિવ્યુઝ, પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ અને
આર્ટિસ્ટસ સાથે વાર્તાલાપ જેવાં વિવિધ કાર્યક્રમો યોજાશે.”

શ્રી વિવેક દેસાઈએ કાર્યક્રમની વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે “એનપીએફ એડીશન–IIમાં દેશનાં ચુનંદા આર્ટિસ્ટસનાં કુલ આઠ એક્ઝિબિશન છે. વિઝ્યુઅલ આર્ચાઇવ્ઝ ઓફ કુલવંત રોયનું ક્યુરેટિંગ આદિત્ય આર્ય, નિમાઈ ઘોષ- ડાયલોગ વીથ ધ કેમેરાનું ક્યુરેટિંગ ઈના પુરી દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મુકેશ
પારપિયાનીનું ટ્રેજેડી એટ મિડનાઈટ્સ, આશા થડાણીનું બ્રોકન, તરૂણ ભરતિયાનું ઇએમ/એનઓ, સુનીલ આદેશરાનું ધ આણંદ પેટર્ન, યશપાલ રાઠોરનું ટાઇગર-ટાઈગર અને પ્રસેનજીત યાદવના ‘શેન: ધ લેપર્ડ ઓફ ધ માઉન્ટેન્સ/લિવિંગ ટ્રી બ્રિજીઝ ઇન એ લેન્ડ ઓફ ક્લાઉડ્સ’નો એક્ઝિબિશનમાં સમાવેશ થાય છે.”

એનપીએફ એડીશન–II નો તા. 2 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 5.00 કલાકે આરંભ થશે. તા. 3 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 6 થી 6.45 કલાક દરમિયાન મુકેશ પારપિયાનીનો વિવેક દેસાઈ સાથે વાર્તાલાપ અને 7 થી 7.45 કલાક દરમિયાન ઈના પુરીનો અનુજ અંબાલાલ સાથે વાર્તાલાપ યોજાશે. તા. 4 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 6 થી 6.45 કલાક દરમિયાન આશા થડાણીનો અનુજ અંબાલાલ સાથે અને સાંજે 7 થી 7.45 કલાક દરમિયાન યશપાલ રાઠોરનો સૌરભ દેસાઈ સાથે વાર્તાલાપ યોજાશે.

તા. 5 જાન્યુઆરી 2025નાં રોજ સાંજે 7.00 કલાકે સોનાલી ડી સાથે ફોટોગ્રાફી યોજાશે. બપોરે 2.30 થી 4.30 કલાક દરમિયાન હિમાંશુ પંચાલ દ્વારા પિકસેલ ટુ પ્રિન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 થી 5.30 કલાક દરમિયાન ધેર્યકાંત ચૌહાણ મેમોરિયલ ઓલ ઇન્ડિયા ફોટો કોમ્પીટીશનનાં એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5.45 થી 6.30 કલાક દરમિયાન તરૂણ ભરતિયાનો વાર્તાલાપ મિતુલ કજારિયા સાથે યોજાશે. સાંજે 6.45 થી 7.45 કલાક દરમિયાન સોનાલી ડીની ફિલ્મ ‘ધ નેઇમ ઇઝ લિન્કડ ઇન ફેઇથ’નું સ્ક્રીનીંગ કરવામાં આવશે. 

વધુ માહિતી માટે સંપર્ક કરો વિવેક દેસાઇ – 98250 35912
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો
gandhinagar
February 25, 2026

ગુજરાતમાં 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાનો ધમાકો– વોકલ ફોર લોકલને મજબૂત પાંખો

ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ 15 માર્ચ 2026 સુધી 152 નગરપાલિકાઓમાં સ્વદેશી મેળાઓ યોજાશે. અત્યાર સુધી 38માં 1 લાખ+ મુલાકાતીઓએ ₹83 લાખ+નું વેચાણ કર્યું. વડાપ્રધાન મોદીના 'વોકલ ફોર લોકલ'ને પ્રોત્સાહન! સ્થાનિક કારીગરો-ઉદ્યોગોને મજબૂત પ્લેટફોર્મ.

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ
ahmedabad
February 24, 2026

મંડલ રેલ પ્રબંધક રાજુ ભડકે દ્વારા કપડવંજ અને મોડાસા સ્ટેશનોનું નિરીક્ષણ

વડોદરા મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા આજે, 24 ફેબ્રુઆરી, 2026ના રોજ મંડળના વિવિધ વિભાગોના વિભાગાધ્યક્ષો સાથે તોરણા ગુડ્સ શેડ, કપડવંજ રેલવે સ્ટેશન તથા મોડાસા રેલવે સ્ટેશનનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું.

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા
bhavnagar
February 24, 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસોને મળી સફળતા

ઔદ્યોગિક દ્રષ્ટિએ મહત્વનું એવા ભાવનગર ખાતેથી મુંબઈની ડાયરેકટ ફ્લાઈટ તકનીકી કારણોસર છેલ્લા ઘણા સમયથી બંધ હતી. સ્થાનિક લોકોની માંગણી અને લાગણીને ધ્યાને લઈને કેન્દ્રીય મંત્રીશ્રી નિમુબેન બાંભણીયા એ કેન્દ્રીય ઉડ્ડયનમંત્રીશ્રીને કરેલ રજૂઆતને પરિણામે સફળતા મળી છે.

Braking News

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે મરાઠા આરક્ષણ આંદોલનકારીઓ પર થયેલા લાઠીચાર્જની નિંદા કરી
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે મરાઠા આરક્ષણ આંદોલનકારીઓ પર થયેલા લાઠીચાર્જની નિંદા કરી
September 02, 2023

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે જાલના જિલ્લામાં મરાઠા સમુદાય માટે આરક્ષણની માગણી સાથેના વિરોધ પ્રદર્શનને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત કરવાની નિંદા કરી છે. વિરોધ શરૂઆતમાં શાંતિપૂર્ણ હતો, પરંતુ પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કર્યો હતો, જેના પરિણામે ઘણા લોકો ઘાયલ થયા હતા.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
શા માટે ગુડ ફ્રાઈડે મનાવવામાં આવે છે અને ઉજવવામાં આવતું નથી: ધાર્મિક મહત્વને સમજો
April 06, 2023
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લામાં ત્રણ નવા શહેરી આરોગ્ય કેન્દ્રોનું ઉદ્ઘાટન કર્યું
February 21, 2023
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
CDS જનરલ અનિલ ચૌહાણ સંરક્ષણ સહકારને આગળ વધારવા માટેની તકો શોધી રહ્યા છે
February 28, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express