Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન! ATMA પ્રોજેક્ટ હેઠળ ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમમાં તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – જીવામૃત, ઘનજીવામૃત, બિયારણ ઉપચાર અને જૈવિક જીવાત નિયંત્રણ પર માર્ગદર્શન. ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને જમીન ઉર્વરતા વધારવાના ટિપ્સ – વિગતો જુઓ.

Rajpipla February 18, 2026
નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ક્રાંતિ, ATMA પ્રોજેક્ટ હેઠળ તાલીમ અને મોડેલ ફાર્મ મુલાકાત – ખેડૂતોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદનના ટિપ્સ

રાજપીપલા  : નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા ત્રણ ગ્રામ પંચાયત દીઠ કલસ્ટર અભિગમ અંતર્ગત વિવિધ ગામોમાં તાલીમ અને મોડેલ ફાર્મની મુલાકાતના કાર્યક્રમો યોજાઈ
રહ્યા છે. આ કાર્યક્રમો દરમિયાન ખેડૂતમિત્રોને પ્રાકૃતિક કૃષિના સિદ્ધાંતો, જીવામૃત-ઘનજીવામૃતનો ઉપયોગ, બિયારણ ઉપચાર, જૈવિક જીવાત નિયંત્રણ તથા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

સાગબારા તાલુકાના મોટી પરોડી ગ્રામ પંચાયતામાં સમાવિષ્ટ પાના ગામે સખારામભાઈના ખેતરે તાલીમ યોજાઈ હતી. જેમાં કૃષિ સખી તરીકે વંદનાબેન પાડવી અને સી.આર.પી. તરીકે જગદીશભાઈ નાઈકે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની વિગતવાર સમજ આપી હતી.

નાંદોદ તાલુકાના ગુવાર ગામે પણ મોડેલ ફાર્મ ખાતે પ્રાયોગિક પ્રદર્શન દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતો સાથે ખુલ્લી ચર્ચા દરમિયાન તેમની શંકાઓનું
નિરાકરણ કરાયું હતું. જેમાં સી.આર.પી. તરીકે તડવી પિયુષભાઈ તથા અરવિંદભાઈ અને કૃષિ સખી તરીકે તડવી અરુણાબેને ખેડૂતોને માર્ગદર્શનપુરૂં પાડ્યું હતું.

આ તાલીમ દરમિયાન ખેડીતોને પ્રાકૃતિક કૃષિના મૂળ તત્ત્વો, રાસાયણિક ખાતર અને દવાઓના વિકલ્પો તથા સ્થાનિક સંસાધનોના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. નર્મદા જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ગ્રામ્ય સ્તરે કલસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિ અમલીકરણ માટે સતત તાલીમ, મોડેલ ફાર્મ મુલાકાત, માર્ગદર્શન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાનાં
ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની ઉર્વરાશક્તિમાં વધારો અને પર્યાવરણમૈત્રી ખેતી તરફ પ્રોત્સાહિત કરવા આ પ્રકારની તાલીમો અસરકારક સાબિત થઈ રહી છે.


 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ પહેલ, અમદાવાદ DRM ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ
ahmedabad
February 17, 2026

રેલ્વે કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ પહેલ, અમદાવાદ DRM ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ

પશ્ચિમ રેલ્વે અમદાવાદ ડિવિઝનલ રેલ્વે મેનેજર ઓફિસમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ! DRM વેદ પ્રકાશ અને ડૉ. મનોજ કુમાર દેવે તણાવ, ડિપ્રેશન, કાર્ય-જીવન સંતુલન અને સારવારની જરૂરિયાત પર વાત કરી. કર્મચારીઓને કસરત, આહાર અને વાતચીતની સલાહ – પ્રશ્નોત્તરી સત્રમાં ઉત્સાહી ભાગીદારી. વિગતો જુઓ.

શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા
gandhinagar
February 17, 2026

શેરડી પાકમાં જમીનજન્ય રોગોનું નિયંત્રણ કેવી રીતે કરવું? ગુજરાત ખેતી વિભાગની માર્ગદર્શિકા

ગુજરાતમાં શેરડી પાકમાં રોગ અને જીવાતથી બચાવવા ખેતી નિયામકશ્રીની કચેરીએ માર્ગદર્શિકા જાહેર કરી! બિયારણ પસંદગી, જમીન તૈયારી, ફૂગનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણના સરળ પગલાં – સુકારા, રાતડા, ચાબુક રોગથી બચાવો. ખેડૂતો માટે મહત્વપૂર્ણ ટિપ્સ – વિગતો જુઓ.

ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ
ahmedabad
February 16, 2026

ગુજરાતને મળી નવી સૌગાત: અસારવા–ઉદયપુર સિટી વંદે ભારત એક્સપ્રેસનો શુભારંભ

ગુજરાતને મળી 6ઠ્ઠી વંદે ભારત એક્સપ્રેસ. અસારવા–ઉદયપુર સિટી રૂટ પર 16 ફેબ્રુઆરીથી શરૂ – 4 કલાકમાં યાત્રા, AC ચેર કાર + એક્ઝિક્યુટિવ ચેર કાર, 8 કોચ. હિંમતનગર, ડુંગરપુર, જાવર સ્ટોપેજ. લીલી ઝંડી શોભનાબેન બારૈયા સહિત નેતાઓએ આપી. બુકિંગ 15 ફેબ્રુઆરીથી IRCTC પર. વિગતો જુઓ.

Braking News

જો તમે પણ ઘૂંટણના દુખાવાથી છો પરેશાન, તો અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય
જો તમે પણ ઘૂંટણના દુખાવાથી છો પરેશાન, તો અજમાવો આ 5 ઘરગથ્થુ ઉપાય
June 19, 2024

ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જો તમે પણ ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો અહીં જાણો કેવી રીતે તમે આ દુખાવાથી રાહત મેળવી શકો છો.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
કોંગ્રેસ એક થાય છે: ગેહલોત અને પાયલોટ રાજસ્થાનમાં ભાજપ સામે સંયુક્ત લડાઈ લડશે
May 30, 2023
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
જામુનઃ જામુન ખાવાના છે આ 9 ફાયદા અને સ્વાસ્થ્ય લાભો
July 26, 2023
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
OpenAI CEO એઆઈ રેગ્યુલેશન પર વૈશ્વિક સહકાર વિશે આશાવાદી
June 12, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express