Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

કૃષિ યુનિવર્સિટીઓને પ્રાકૃતિક ખેતીમાં સંશોધનો કરવા રાજ્યપાલશ્રીનો અનુરોધ : ખેડૂતોને સાચી સમજણ મળશે તો વધુ ખેડૂતો જોડાશે, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, સંશોધકો અને વિસ્તરકો સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સમીક્ષા બેઠક.

 

Gandhinagar June 09, 2023
પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

પ્રાકૃતિક ખેતી વિશુદ્ધ વિજ્ઞાન છે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓને યોગ્ય પદ્ધતિથી પ્રાકૃતિક કૃષિ કરીને તેમાં સંશોધનો કરીને તેના તારણો રજૂ કરવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી એ વિશુદ્ધ વિજ્ઞાન છે, તેની સાચી સમજણ ખેડૂતો સુધી પહોંચશે તો વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાશે એમ તેમણે કહ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ અને કૃષિ સંશોધન તથા વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા તજજ્ઞો સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે આગ્રહી છે. ગુજરાતના ખેડૂતો પ્રગતિશીલ છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિને તેઓ જલ્દીથી અપનાવી રહ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આખા દેશ માટે મોડેલ રાજ્ય
બને એ દિશામાં સહિયારા પ્રયત્નો કરીએ.

રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની આસપાસના વિસ્તારોમાં ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં નિયમિત જઈને સાથોસાથ ત્યાં પણ સંશોધનો કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કૃષિ યુનિવર્સિટીઓને અનુરોધ કર્યો હતો. અત્યારે રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતી એક વિષય તરીકે ભણાવાય છે. કૃષિ યુનિવર્સિટીઓએ પોતાની રીતે પ્રાકૃતિક ખેતીમાં અભ્યાસો પણ હાથ ભર્યા છે. 

આ કામગીરી વધુ સુયોગ્ય, વૈજ્ઞાનિક ઢબે અને અસરકારક રીતે થાય તે માટે તેમણે અનુરોધ કર્યો હતો. હિમાચલ પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા, ઉત્તર પ્રદેશ, આસામ, હરિયાણા, મેઘાલય અને છત્તીસગઢની રાજ્ય સરકારોના આમંત્રણથી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આ રાજ્યોમાં જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની અનિવાર્યતા સમજાવી છે. અન્ય રાજ્યો પણ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે, ત્યારે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને મદદરૂપ થવા આગળ આવવું જોઈએ. પ્રાકૃતિક ખેતીમાં વિસ્તૃત સંશોધનો કરવા અને સંશોધન પેપરો લખીને સમાજ સમક્ષ મૂકવા તેમણે અનુરોધ કર્યો હતો.

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત
valsad
February 20, 2026

ગુજરાતમાં મોટો માર્ગ અકસ્માત, વલસાડના કુંભ ઘાટમાં કાર-ટ્રક ટક્કરમાં 7 મોત

વલસાડ જિલ્લાના કપરાડા કુંભ ઘાટમાં કાર-ટ્રક ભયાનક ટક્કરમાં 7 લોકોનાં મોત! 5 ઘટનાસ્થળે, 2 હોસ્પિટલમાં મૃત્યુ – 1 મહિલા, 1 યુવતી સહિત 7 મૃતકો. પ્રાથમિક તપાસમાં ઝડપ અને બેદરકારી આરોપ – પોલીસ-રાહત ટીમો ઘટનાસ્થળે, તપાસ ચાલુ. વિગતો જુઓ.

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું
gandhinagar
February 20, 2026

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં ભવ્ય મહોત્સવ. મુખ્યમંત્રીએ 51 પુસ્તકોનું પ્રકાશન કર્યું

માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ ગાંધીનગરમાં માતૃભાષા મહોત્સવ! મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું – “માતૃભાષાના ગૌરવ સાથે અન્ય ભાષાઓ પ્રત્યે આદર જ આપણી સંસ્કૃતિ છે”. સાહિત્ય ગૌરવ પુરસ્કાર પ્રવીણ દરજી-માવજી મહેશ્વરીને, યુવા ગૌરવ અજય સોની-દિપક નંદાને. 51 પુસ્તકોનું પ્રકાશન – વિકસિત ગુજરાત માટે માતૃભાષાનું જતન જરૂરી. વિગતો જુઓ.

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા
vadodara
February 20, 2026

GSFC બાજવા સાઇડિંગ પર મોટી સિદ્ધિ, 54 રેકનું માસિક લોડિંગ રેકોર્ડ – રાજુ ભડકેએ અભિનંદન પાઠવ્યા

વડોદરા મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ GSFC બાજવા સાઇડિંગનું નિરીક્ષણ કર્યું. માલ લોડિંગને ગતિશીલ બનાવવા ઓટોમેશન-સુધારા પર ભાર, 54 રેકનું સર્વોચ્ચ માસિક લોડિંગ રેકોર્ડ બદલ અભિનંદન. 1.5 રેક/દિવસને 2 રેક/દિવસ કરવાનું લક્ષ્ય – 92% ઉત્પાદન રેલ માર્ગે. વિગતો જુઓ.

Braking News

ઈમરાન ખાન ઓક્સફર્ડના ચાન્સેલરની ચૂંટણી લડશે! નામાંકન જેલમાંથી ઓનલાઈન કરવામાં આવશે
ઈમરાન ખાન ઓક્સફર્ડના ચાન્સેલરની ચૂંટણી લડશે! નામાંકન જેલમાંથી ઓનલાઈન કરવામાં આવશે
July 27, 2024

ઈમરાન ખાનના આંતરરાષ્ટ્રીય બાબતોના સલાહકાર સઈદ ઝુલ્ફી બુખારીએ કહ્યું કે ઈમરાન ખાન ઓક્સફર્ડ યુનિવર્સિટીના ચાન્સેલર પદ માટે ચૂંટણી લડશે કારણ કે જનતા માંગ કરી રહી છે કે તેમને ચૂંટણી લડવી જોઈએ. 

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
ભારતના ઈતિહાસમાં આજે શું થયું? આજના ઇતિહાસની મુખ્ય ઘટનાઓ
February 20, 2023
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
કાલ સર્પ દોષના કારણો, લક્ષણો અને ઉપચાર જાણો
July 26, 2023
"પક્ષીય રાજકારણ અને સત્તા સંઘર્ષ: ભારતીય રાજકારણમાં ચૂંટણી પ્રતીકો પરના વિવાદો પર એક નજર"
February 20, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express