Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી

ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી

બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની નિઓજેન કેમિકલ્સ લિમિટેડ (Neogen) દ્વારા આજે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરવામાં આવી છે.

Mumbai April 10, 2023
ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી

ભારતમાં ઇલેક્ટ્રોલાઇટ્સના ઉત્પાદન માટે નિઓજેન કેમિકલ્સ અને જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ વચ્ચે સમજૂતી

મુંબઇ : બ્રોમાઇન આધારિત અને લિથિયમ આધારિત સ્પેશિયાલિટી કેમિકલના ક્ષેત્રમાં ભારતની અગ્રણી ઉત્પાદક કંપની નિઓજેન કેમિકલ્સ લિમિટેડ (Neogen) દ્વારા આજે જાપાનની એમયુ આયોનિક સોલ્યુશન્સ કૉર્પોરેશન સાથે એક સમજૂતી કરવામાં આવી છે. એમયુ આયોનિક સોલ્યુશન્સ (MUIS) એ મિત્સુબિશિ કેમિકલ કૉર્પોરેશન તથા યુબીએ કૉર્પોરેશનની સંયુક્ત સાહસ કંપની છે અને તે જાપાનીસ ઉદ્યોગગૃહ મિત્સુબિશિ કેમિકલ ગ્રુપની કંપની છે. આ જૂથ લિથિયમ-આયોન બૅટરીમાં વપરાતા ઇલેક્ટ્રોલાઇટ્સના ક્ષેત્રમાં દુનિયાની ટોચની કંપનીઓ પૈકી એક છે, જે 30 વર્ષ કરતાં વધુ સમયનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. કંપનીના પાંચ ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન પ્લાન્ટ  જાપાન, અમેરિકા, યુકે તથા ચીનમાં આવેલા છે.

આ સમજૂતીની શરતો મુજબ, ભારતમાં નિઓજેનના ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન્સના ઉત્પાદન માટે MUIS પાસેથી પ્રોપ્રાઇટરી અને કોન્ફિડેન્શિયલ ઉત્પાદન ટેકનોલોજી માટે લાઇસન્સ મેળવશે. કંપની આ માટે પ્રતિ વર્ષ 30,000 MT સુધીના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે. નિઓજેન ઇલેક્ટ્રોલાઇટ્સના આ ઉત્પાદન દ્વારા ભારતમાં લિથિયમ-આયોન સેલના ઉત્પાદકોની વધતી માંગને પહોંચી વળવામાં આવશે. આ સમજૂતી દ્વારા નિઓજેન એ સુનિશ્ચિત કરશે કે ઉત્પાદન પ્લાન્ટમાં ઇલેક્ટ્રોલાઇટ્સનાં ઉત્પાદનમાં ગુણવત્તા, વિશ્વસનીયતા, સલામતી અને કાર્યક્ષમતાનાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ધોરણો જળવાય. તેનાથી નિઓજેનને લિથિયમ આયોન બૅટરી ઉત્પાદકો સાથે મંજૂરી મેળવવાના  સમયમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં મદદ મળશે. MUIS દ્વારા આવા પ્રકારનું પ્રથમ લાઇસન્સ મેળવવા બદલ તથા વિશ્વમાં ઇલેક્ટ્રોલાઇટ ઉત્પાદન ટેકનોલોજીનો ભાગ બનવા બદલ નિઓજેન ગૌરવ અનુભવે છે. 

આ અંગે પ્રતિભાવ આપતા નિઓજેનના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. હરિન કાનાણીએ કહ્યું કે:
“ભારતમાં લિથિયમ-આયોન બૅટરી કેમિકલના ક્ષેત્રમાં અમારી પ્રગતિને ઝડપી બનાવવા ઇલેક્ટ્રોલાઇટ્સના વૈશ્વિક અગ્રણી સાથે સમજૂતી કરતા અમને આનંદ થાય છે. MUIS દ્વારા અમારા ઉપર જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તે બદલ અમે તેમના આભારી છીએ. જૂથનો ત્રણ દાયકાનો ઇલેક્ટ્રોસ્ટાઇલ ઉત્પાદનનો અનુભવ નિઓજેનને ભારતમાં તેના મંજૂર થયેલા આધુનિક અને વૈશ્વિક ગુણવત્તા ધરાવતા ઇલેક્ટ્રોલાઇટ પ્લાન્ટમાં અત્યંત લાભદાયક રહેશે. આ સમજૂતી સાથે અમારી કંપની આંતરરાષ્ટ્રીય સ્તરની ટેકનોલોજી ધરાવતી સૌપ્રથમ ભારતીય કંપની બનશે જે લિથિયમ-આયોન બૅટરીના સ્કેલ માટે ઇલેક્ટ્રોલાઇટ્સનું ઉત્પાદન કરશે. તેનાથી અમને ભારતીય ગ્રાહકોનો આત્મવિશ્વાસ
વધારવામાં મદદ મળશે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો
uttarakhand
February 20, 2026

ક્લબ મહિન્દ્રાએ પોર્ટફોલિયોનું વિસ્તરણ કરતાં જીમ કોર્બેટમાં બીજો રિસોર્ટ શરૂ કર્યો

ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.

Braking News

ATP Finals Tennis:  સિનરે ફ્રિટ્ઝને હરાવીને ATP ફાઇનલમાં જીત મેળવી
ATP Finals Tennis: સિનરે ફ્રિટ્ઝને હરાવીને ATP ફાઇનલમાં જીત મેળવી
November 18, 2024

જેનિક સિનરે વર્ષનું તેનું આઠમું ટાઇટલ જીતીને અને તેની પ્રથમ વખતની નિટ્ટો એટીપી ફાઇનલ્સ ટ્રોફી જીતીને તેની 2024ની નોંધપાત્ર સિઝનને સમાપ્ત કરી. ઇટાલિયન સ્ટારે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટેલર ફ્રિટ્ઝને 6-4, 6-4થી પરાજય આપ્યો હતો

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
કુદરતનું છેલ્લું સ્ટેન્ડ: એમેઝોન રેઈનફોરેસ્ટમાં લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવી
May 17, 2023
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
અસરકારક વજન ઘટાડવા માટે ફૂડ ક્રેવિંગ્સને સમજવું અને તેનું સંચાલન કરવું
June 07, 2023
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
મુખ્તાર અન્સારી જે રૉબિનહૂડ બન્યા , પોલિટિક્સમાં છવાઈ ગયા પછી બરબાદ થવામાં વાર પણ ના લાગી: એક વખતના શક્તિશાળી રાજકારણીની વાર્તા
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express