Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • નવી ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટિપર રેન્જે માઇનિંગ ક્ષેત્રનો બલ્ક ઓર્ડર મેળવ્યો

નવી ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટિપર રેન્જે માઇનિંગ ક્ષેત્રનો બલ્ક ઓર્ડર મેળવ્યો

ભારતબેન્ઝ અત્યંત સક્ષમ કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્ર માટેની હેવી-ડ્યૂટી રેન્જ માટે ઓળખાય છે, જે ‘ટોર્કશિફ્ટ’નો ઉમેરો કરીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત બનાવે છે.

Chennai November 30, 2024
નવી ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટિપર રેન્જે માઇનિંગ ક્ષેત્રનો બલ્ક ઓર્ડર મેળવ્યો

નવી ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટિપર રેન્જે માઇનિંગ ક્ષેત્રનો બલ્ક ઓર્ડર મેળવ્યો

ચેન્નઇ : ડેઇમલર ટ્રેક AG (“ડેઇમલર ટ્રક”)ની સંપૂર્ણ માલિકીના ડેઇમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હિકલ્સ (DICV)એ આજે એક જ ગ્રાહક પાસેથી 3532CM માઇનિંગ ટિપર્સના 80 યુનિટ્સનો પહેલો ઓર્ડર મેળવવાની સાથે જ વૈશ્વિક સ્તરે સાબિત થયેલા 12-સ્પીડ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT)થી સજ્જ થયેલા ભારતબેન્ઝ હેવી-ડ્યૂટી ટ્રક (HDT)ને બજારમાં ઉતારવાની જાહેરાત કરી છે. ભારતબેન્ઝ અત્યંત સક્ષમ કન્સ્ટ્રક્શન અને માઇનિંગ ક્ષેત્ર માટેની હેવી-ડ્યૂટી રેન્જ માટે ઓળખાય છે, જે ‘ટોર્કશિફ્ટ’નો ઉમેરો કરીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત બનાવે છે.

12-સ્પીડ ઑટોમેટેડ મેન્યુઅલ ટ્રાન્સમિશન (AMT) ભારતબેન્ઝ રેન્જમાં ‘ટોર્કશિફ્ટ’ તરીકે ઓળખાતાં ટ્રકે હજારો મર્સિડિઝ-બેન્ઝમાં વૈશ્વિક સ્તરે પોતાની વિશેષ ઓળખ પ્રસ્થાપિત કરી છે. ડ્રાઇવિંગને સરળ બનાવવા માટે જાણિતું ટ્રાન્સમિશન 4032T, 5532TS, 5532T, 2832CM અને ફ્લેગશિપ મોડલ 3532CM સહિત લેટેસ્ટ ભારતબેન્ઝ મોડલ્સમાં ઉપલબ્ધ બનશે. પ્રેસિડન્ટ અને ચીફ બિઝનેસ ઓફિસર શ્રી શ્રીરામ વેંકટેશ્વરને જણાવ્યું હતું કે, “હેવી-ડ્યૂટી કન્સ્ટ્રક્શન અને માઇનિંગ (CM) ટ્રક” અમારી સંખ્યાબંધ ક્ષમતાઓ પૈકી એક છે અને અમે આ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રમાણમાં ઉપસ્થિતિ ધરાવીએ છીએ. અમારા CM પોર્ટફોલિયોમાં નવા 12- સ્પીડ AMT સાથે ગ્રાહકોને તેની કામગીરીઓમાં ઉત્પાદકતાના સુધારાનો નોંધપાત્ર લાભ અને મહત્ત્વપૂર્ણ બચત જોવા મળશે કારણ કે તેમની સમગ્ર ફ્લીટની એકંદર કાર્યક્ષમતામાં સુધારો થશે. 3532CM ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ ટ્રકની ડિલિવરી શરૂ કરી દેવામાં આવી છે અને વ્હિકલ્સને પહેલેથી જ વિવિધ કામગીરીમાં રોકવામાં આવ્યાં છે. અમે ટ્રેક્ટર ટ્રેઇલર્સમાં (TT)માં પણ AMT ઉપલબ્ધ કરીશું, જે માત્ર વ્હિકલ્સની ઉત્પાદકતામાં જ વધારો કરશે નહીં પરંતુ માર્ગ સલામતી સુધારવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે. અમે જોઈ રહ્યાં છે કે આ ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિ થઈ રહી છે અને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ જ ઝડપથી વધારો થવાના કારણે ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ રેન્જ અમારા લાંબા અંતરના લોજિસ્ટિક્સ ગ્રાહકોના મૂલ્યમાં ખૂબ જ વધારો કરશે. મર્સિડિઝ-બેન્ઝમાંથી અપનાવવામાં આવેલી અમારી AMT ટેક્નોલોજી તેના માલિકો કુલ ખર્ચની દ્રષ્ટીએ સતત લાભદાયક સાબિત થાય છે. અમારા માઇનિંગ ટ્રિપર્સ, સરફેસ ટ્રિપર્સ અને ટ્રેક્ટર ટ્રેઇલર્સ થકી અદ્રિતીય મૂલ્ય ઉપલબ્ધ કરાવવા માટે ભારતીય પરિસ્થિતિ મુજબ આદર્શ રીતે અનુકૂળ થાય તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.”

ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ રેન્જ તેના સરળ, જર્ક-ફ્રી ગીયર શિફ્ટિંગ અને નોંધપાત્ર રીતે ઝડપી શિફ્ટ ટાઇમ સાથે શ્રેષ્ઠ કક્ષાની ડ્રાઇવિંગ કમ્ફર્ટ પૂરી પાડે છે, જે વાહનની ચલાવવાની ક્ષમતામાં ખૂબ જ વધારો કરે છે. સ્ટીયરિંગ કોલમમાં શિફ્ટ લીવરનું જોડાણ માત્ર કેબિનની અંદર અર્ગોનોમિક્સમાં જ વધારો કરતું નથી પરંતુ તે કેબિનને અવાજ અને ગરમીથી અલગ પાડવામાં પણ મદદ કરે છે, જે વધુ આરામદાયક ડ્રાઇવની ખાતરી પૂરી પાડે છે.

ડેઇમલર ઇન્ડિયા કોમર્શિયલ વ્હિકલ્સના પ્રેસિડન્ટ અને ચીફ ટેક્નોલોજી ઓફિસર શ્રી પ્રદીપ કુમાર થિમૈયાને જણાવ્યું હતું કે, “12-સ્પીડ AMT ભારત પ્રોડક્ટ એન્જિનિયરિંગ ખાતે અમારી એક મોટી જીત છે કારણ કે અમે ખૂબ જ ઝિણવટપૂર્વક કરેલા આયોજન અને એડેપ્ટિવ એન્જિનિયરિંગ બાદ અમે અમારા ભારતબેન્ઝ પોર્ટફોલિયોમાં આ ટ્રાન્સમિશન રજૂ કર્યુ છે, જે ડેવલપમેન્ટ લઘુત્તમ કોસ્ટ સુનિશ્ચિત કરે છે. મર્સિડિઝ-બેન્ઝ AMT જેવી ગ્લોબલ ટેક્નોલોજીને અમારા ટ્રકની ભારતબેન્ઝ ટોર્કશિફ્ટ રેન્જમાં ખૂબ જ સારી રીતે સંકલિત કરવામાં આવી છે, જે બજારમાં અમારા ગ્રાહકોની જરૂરિયાત ધ્યાનમાં રાખે છે. આ ટેક્નોલોજી ડ્રાઇવિંગ સ્ટ્રેસ ઘટાડવા અને નોંધપાત્ર રીતે ઊચ્ચ ફ્યુઅલ કાર્યક્ષમતા સાથે ઝડપી ટર્નઅરાઉન્ડ સુનિશ્ચિત કરવા ડિઝાઇન કરવામાં આવી છે. ટોર્કશિફ્ટને મેઇન્ટેનન્સ લઘુત્તમ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે અમારા ગ્રાહકો માટે માલિકીના કુલ ખર્ચમાં નોંધપાત્ર રીતે સુધારો કરે છે. આ બાબત માત્ર યોગ્ય રીતે એન્જિનિયર્ડ કરવાના અને સેઇફ પ્રોડક્ટ ડિલીવર કરવાના અમારા ઇરાદા સાથે જ સુસંગત નથી પરંતુ તે અમારા ગ્રાહકના વેપારમાં અસાધારણ મૂલ્યનો પણ ઉમેરો કરે છે.”

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન
godhra
February 25, 2026

ગોધરામાં ટોયોટાની ધમાકેદાર એન્ટ્રી, પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ભવ્ય ઉદ્ઘાટન

ટોયોટા કિર્લોસ્કર મોટરે ગોધરામાં પ્રકાશ માન ટોયોટા ડીલરશીપનું ઉદ્ઘાટન કર્યું. 7500 sq ft 3S ફેસિલિટી, Urban Cruiser Ebella, Innova Hycross, Fortuner સહિત પૂરું રેન્જ. ગુજરાતમાં 75 ટચપોઇન્ટ્સ! વધુ સુવિધા અને વિશ્વાસ સાથે ટોયોટા અનુભવ.

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ
ahmedabad
February 23, 2026

મહિલાઓની આર્થિક સ્વતંત્રતાનો નવો અધ્યાય, દિવા સલોનની ત્રીજી બ્રાંચ મેમનગરમાં શરૂ

ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી
ahmedabad
February 21, 2026

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાનો મેગા ક્રેડિટ કેમ્પ, ₹200 કરોડની લોન મંજૂરી

અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.

Braking News

BJP મંદિર સેલના 100 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, કેજરીવાલે પોતે તેમને સભ્યપદ અપાવ્યું
BJP મંદિર સેલના 100 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા, કેજરીવાલે પોતે તેમને સભ્યપદ અપાવ્યું
January 08, 2025

આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા મોટા સમાચાર છે. BJP મંદિર સેલના 100 થી વધુ સભ્યો આજે AAPમાં જોડાયા હતા. કેજરીવાલે પોતે તેમને સભ્યપદ અપાવ્યું હતું.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પાંચમી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે
February 20, 2023
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
હોલિડે ગિફ્ટિંગ માટે ટોચના 5 ગેજેટ્સ | ટેક પ્રેમીઓ માટે ભેટ વિચારો
March 05, 2023
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝાણુ ગામમાં દેરાણી જેઠાણીની હત્યાનો ભેદ ઉકેલ્યો
February 21, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express