New Pension Rule: મોદી સરકારની મહિલા કર્મચારીઓને મોટી રાહત, પેન્શન સંબંધિત નિયમોમાં ફેરફાર
ટાટા મ્યુચ્યુઅલ ફંડે ટાટા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના 02 જાન્યુઆરી, 2023 ના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખોલવામાં આવી હતી અને 16 જાન્યુઆરી, 2023 ના રોજ બંધ થશે.
કેન્દ્રની મોદી સરકાર દ્વારા સરકારી મહિલા કર્મચારીઓના પેન્શનને લઈને મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ પછી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને ફેમિલી પેન્શન માટે નોમિનેટ કરી શકશે. મહિલા કર્મચારીઓ માટે આને મોટી રાહત માનવામાં આવી રહી છે. આ સાથે હવે તેમના બાળકો માટે પેન્શન માટે નોમિની બનવું સરળ બનશે.
અગાઉ, વર્તમાન સરકારી કર્મચારી અથવા પેન્શનર સરકારી કર્મચારીના મૃત્યુ પર, તેના જીવનસાથીને પેન્શન આપવામાં આવે છે. પરિવારના અન્ય કોઈપણ સભ્ય (બાળકો સહિત) માત્ર ત્યારે જ પેન્શન માટે પાત્ર બની શકે છે જો સરકારી કર્મચારીના જીવનસાથીનું મૃત્યુ થાય અથવા કોઈપણ કારણોસર અયોગ્ય જાહેર કરવામાં આવે. તમને જણાવી દઈએ કે, સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) રૂલ્સ 2021 હેઠળ સરકારી કર્મચારી અથવા પેન્શનરનાં મૃત્યુ પછી આશ્રિતોને પેન્શન આપવાની જોગવાઈ છે.
DOPPW એટલે કે પેન્શન અને પેન્શનર્સ કલ્યાણ વિભાગે કહ્યું કે નવો નિયમ મહિલા કર્મચારીઓને પેન્શન માટે પતિને બદલે બાળકોને નોમિની બનાવવાની મંજૂરી આપે છે. DOPPW સેક્રેટરી વી શ્રીનિવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની સલાહ બાદ મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારો મહિલા કર્મચારીઓને સશક્ત બનાવશે.
DOPPWએ પોતાના આદેશમાં કહ્યું છે કે જે મહિલા સરકારી કર્મચારીઓની છૂટાછેડાની અરજી પેન્ડિંગ છે અથવા તેમના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અથવા દહેજનો કેસ દાખલ કર્યો છે, તો આવી મહિલા સરકારી કર્મચારીઓ તેમના બાળકોને તેમના પેન્શનમાં નોમિની બનાવી શકે છે. તમને જણાવી દઈએ કે, નવા નિયમ હેઠળ સરકારી મહિલા કર્મચારીઓ તેમના એકથી વધુ બાળકોને પેન્શનમાં નોમિની બનાવી શકે છે. તેનાથી પારિવારિક વિવાદોમાં ફસાયેલી મહિલાઓને ઘણો ફાયદો થશે.
ગુજરાતી ફિલ્મ સ્ટાર કરણ જોશીની હાજરીમાં દિવા સલોન મેમનગર ખાતે ત્રીજી શાખા ખુલી. હોમફર્સ્ટ ફાયનાન્સના CSR પ્રોજેક્ટ હેઠળ મહિલાઓને બ્યુટી તાલીમ અને રોજગારી. આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની નવી શરૂઆત.
અમદાવાદમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ મેગા રિટેલ ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજ્યો. મહા પ્રબંધક કે. કે. કાલાની ઉપસ્થિતિમાં ₹200 કરોડની લોન મંજૂરી – વીડિયો KYC, અનક્લેમ્ડ ડિપોઝિટ અને નાણાકીય જાગૃતિ અભિયાન. ઝોનલ હેડ સુનીલ કુમાર સરકાર, રીજનલ હેડ ગૌરવ કુમાર જૈન-ચંદન કુમાર ઝા ઉપસ્થિત. વિગતો જુઓ.
ક્લબ મહિન્દ્રાએ જીમ કોર્બેટમાં બીજું રિસોર્ટ ‘નાદિયા પરાવ’ લોન્ચ કર્યું. 57 રૂમ, 10 એકરમાં ફેલાયેલું, પ્રીમિયમ લેઝર, રિવરફ્રન્ટ એક્સેસ અને ઇવેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. FY26માં 1,000 રૂમ ઉમેરો, FY30 સુધીમાં 12,000 કીનું લક્ષ્ય – મનોજ ભટ્ટનું નિવેદન. વિગતો જુઓ.