ભારતીય રિયલ એસ્ટેટમાં નવો ઈતિહાસ! CREDAIએ લોન્ચ કર્યા પ્રથમ એક્સલન્સ એવોર્ડ્સ
CREDAIએ લોન્ચ કર્યા પ્રથમ રિયલ એસ્ટેટ એક્સલન્સ એવોર્ડ્સ! CRISIL 100% નિષ્પક્ષ જજિંગ કરશે. ટિયર-1 થી ટિયર-3ના બેસ્ટ બિલ્ડર-પ્રોજેક્ટને 19 ડિસેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં સન્માન.
નવી દિલ્હી : ભારતની પ્રોપર્ટી બજાર વધુ પારદર્શક, જવાબદાર અને ગુણવત્તા પ્રેરિત ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ પામી રહી છે ત્યારે ધ કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિયેશન્સ ઓફ ઈન્ડિયા (ક્રેડિટા) દ્વારા સૌપ્રથમ ક્રેડાઈ એવોર્ડસ ફોર રિયલ એસ્ટેટ એક્સલન્સનું આયોજન નવી દિલ્હીમાં 19 ડિસેમ્બર, 2025ના રોજ કરાશે એવી ઘોષણા કરવામાં આવી છે.
આ સીમાચિહનરૂપ પહેલ ભારતીય રિયલ એસ્ટેટ માટે દાખલારૂપ અવસર બની રહેશે, જે ઉચ્ચ સ્તર ઉપરાંત હેતુ સાથે નિર્મિત પ્રોજેક્ટો અને તે સાકાર કરનારા ડેવલપરોનું સન્માન કરશે. રેરા, જીએસટી, આઈબીસી, જમીનની નોંધના ડિજિટાઈઝેશન અને ઉદાર એફડીઆઈ ધોરણો જેવી સુધારણાઓથી સશક્ત આ એવોર્ડસ રાષ્ટ્રીય અગ્રતાઓને ટેકો આપે છે, જેમ કે, એફોર્ડેબલ હાઉસિંગ અને સસ્ટેનેબલ અર્બનાઈઝેશન. તે ક્ષેત્રમાં ઈનોવેશન, ઈન્ટીગ્રિટી અને જવાબદાર વૃદ્ધિ લાવનારા ડેવલપરોનું સન્માન કરશે.
મૂલ્યાંકન પ્રક્રિયા સર્વ શ્રેણીમાં પારદર્શકતા, વિશ્વસનીયતા અને વ્યવહારુતાનાં સર્વોચ્ચ ધોરણો જાળવવા માટે તૈયાર કરાઈ છે. “ક્રેડાઈ એવોર્ડસ ભારતીય રિયલ એસ્ટેટમાં ઉદ્યોગનાં ધોરણોને નવી ઊંચાઈએ લઈ જાય છે, જવાબદારીપૂર્વક નિર્માણ કરે છે અને રાષ્ટ્ર માટે કાયમી મૂલ્ય નિર્માણ કરે છે તે અસલી પરિવર્તનકારીઓનું સન્માન કરવાની અમારી રીત છે.’’ એમ ક્રેડાઈના પ્રેસિડેન્ટ શેખર પટેલે જણાવ્યું હતું. “આ એવોર્ડસ પારદર્શકતા, સક્ષમતા અને એકીકૃતિ પર તેમની એકાગ્રતામાં અનોખા તરી આવે છે અને સ્વતંત્ર રીતે ક્રિસિલ દ્વારા પ્રમાણિત કરાયા હોઈ વિશ્વસનીયતાની ખાતરી રાખે છે. ક્ષેત્ર રેરા, જીએસટી અને આઈબીસી જેવી સુધારણાઓને કારણે મજબૂત બન્યું હોઈ અમે ઈનોવેશન અને જવાબદારી અને નફાને હેતુ સાથે જોડતા ડેવલપરોની ઉજવણી કરી રહ્યા છીએ. તેઓ સમુદાયોને આકાર આપે છે અને ભાવિ પેઢીઓ માટે કાયમી છાપ છોડે છે.’’
આ એવોર્ડસ નિવાસી, કમર્શિયલ, મિશ્રિત ઉપયોગ, ગ્રીન ડેવલપમેન્ટ્સ, સિનિયર સિટીઝન અને યંગ અચિવર શ્રેણીઓમાં ઉત્કૃષ્ટતાની ઉજવણી કરે છે. ભારતીય શહેરો નિર્માણ અને અનુભવ કરાય તેમાં પરિવર્તન લાવતા ડેવલપરોનું સન્માન કરે છે. દરેક શ્રેણીનું પારદર્શક, બહુપરિમાણ કાર્યરેખા, ડિઝાઈન, અમલબજાવણી, સક્ષમતા અને સમુદાય પ્રભાવનું મૂલ્યાંકન થકી સઘન આકલન કરાય છે. ઈકોસિસ્ટમમાં વૈવિધ્યપૂર્ણ અવાજ એકત્ર લાવીને ક્રેડાઈ નીતિના હેતુ અને જમીન પરના વ્યવહારો વચ્ચેનો સેતુ મજબૂત બનાવીને ઉદ્યોગની વૃદ્ધિ સમાવેશક, પારદર્શક અને ભાવિ સુસજ્જ બને તેની ખાતરી રાખવાનું લક્ષ્ય ધરાવે છે. ડિસેમ્બરમાં આરંભિક ઉજવણી ઉત્કૃષ્ટતાનું સન્માન કરવા, વાટાઘાટ વધારવા અને ભારતના રિયલ એસ્ટેટના ભવિષ્યને આકાર આપતા ડેવલપરો અને પ્રોજેક્ટો પ્રદર્શનત કરવા માટે સીમાચિહન મંચ તરીકે કામ કરશે.
ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં LPG અને ઈંધણની કોઈ અછત નથી. પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાઈને ખરીદી ન કરવા જનતાને વિનંતી કરી છે. વધુ વિગતો વાંચો.
ઈન્કમ ટેક્સ વિભાગે AY 2026-27 માટે મોકલેલા 'સિગ્નિફિકન્ટ ટ્રાન્ઝેક્શન' ના ખોટા ઈમેલ અંગે સ્પષ્ટતા કરી છે. ટેક્સપેયર્સને આ ઈમેલ નજરઅંદાજ કરવા અને પોર્ટલ પર ચેક કરવા વિનંતી.
ખાતરની આયાત માટે ભારતનો નવો એક્શન પ્લાન 2026 થી ખેડૂતોને શું ફાયદો થશે?