નેક્સઝુ મોબિલિટીએ વર્લ્ડ આર્ટ ડેની ઊજવણીરૂપે ‘ક્રિએટિવિટી ઓન વ્હીલ્સ’ ચેલેન્જનું આયોજન કર્યું
ઇનોવેટિવ અર્બન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન પ્રોવાઇડર નેક્સઝુ મોબિલિટીએ 15 એપ્રિલે વર્લ્ડ આર્ટ ડેની ઊજવણી કરવા માટે એક ડિજિટલ ડિઝાઇન ચેલેન્જ ‘ક્રિએટિવિટી ઓન વ્હીલ્સ’નું આયોજન કર્યું છે.
ઇનોવેટિવ અર્બન ટ્રાન્સપોર્ટેશન સોલ્યુશન પ્રોવાઇડર નેક્સઝુ મોબિલિટીએ 15 એપ્રિલે વર્લ્ડ આર્ટ ડેની ઊજવણી કરવા માટે એક ડિજિટલ ડિઝાઇન ચેલેન્જ ‘ક્રિએટિવિટી ઓન વ્હીલ્સ’નું આયોજન કર્યું છે. બ્રાન્ડે નેક્સઝુ ઈવી સાયકલ્સની તેમની પોતાની ડિઝાઇન સબમિટ રજૂ કરવા દ્વારા પોતાની પ્રતિભા બતાવવા માટે તમામ ડિઝાઇન ઉત્સાહીઓને આમંત્રણ પાઠવ્યું છે.
નેક્સઝુ મોબિલિટીના બિઝનેસ હેડ શ્રી ચિંતામણિ સરદેસાઈએ જણાવ્યું હતું કે “અમે માનીએ છીએ કે સાયકલ્સ કેવળ ટ્રાન્સપોર્ટેશનથી કંઈક વિશેષ છે. તે વ્યક્તિગતતા તથા સ્ટાઇલ સ્ટેટમેન્ટ્સ પણ છે. ટાર્ગેટ ઓડિયન્સ રોજબરોજ મુસાફરી કરતી વ્યક્તિ હોય, પ્રોફેશનલ સાયક્લિસ્ટ હોય કે પછી રિક્રિએશનલ રાઇડર હોય, માત્ર સારા જ ન લાગે પરંતુ તેમને અપીલ કરે તેવા ગ્રાફિક્સ બનાવવા ડિઝાઇનરો માટે મુશ્કેલીભર્યું કામ છે. આ પહેલ થકી અમને નવા યુગના ગ્રાહકો તરફથી આંતરદ્રષ્ટિ, પરિપ્રેક્ષ્ય તથા આઇડિયા મળશે તેવી અમને આશા છે. પોતાની અંદર કલાત્મકતા ધરાવતા લોકોને તેમનું વ્યક્તિત્વ દર્શાવવા માટે આ ‘ક્રિએટિવિટી ઓન વ્હીલ્સ’ પહેલમાં ભાગ લેવા અમે વિનંતી કરીએ છીએ.”
‘ક્રિએટિવિટી ઓન વ્હીલ્સ’ ચેલેન્જ એ નેક્સઝુ ઇવી-સાયકલની ફ્રેમ માટે અનોખી રીતે ગ્રાફિક ડિઝાઇન કરવા માટે દરેક વ્યક્તિ માટે એક તક રજૂ કરે છે. પાંચ વર્ષથી વધુ ઉંમરના ઉત્સાહીઓ 18 એપ્રિલ સુધીમાં ગ્રાફિક્સના તેમના વર્ઝન સબમિટ કરીને આ ચેલેન્જમાં ભાગ લઈ શકે છે. પ્રાપ્ત થનારી અરજીઓમાંથી સૌથી ક્રિએટિવ સબમિશનને બ્રાન્ડ તરફથી વિશેષ ઇનામો જીતવાની તક મળશે. સ્પર્ધકો નેક્સઝુ મોબિલિટીની ઓફિશિયલ વેબસાઇટ (https://nexzu.in/world-art-day-2024/) પરથી ઇવી-સાયકલની ફ્રેમ ડાઉનલોડ કરી શકે છે અને ફાઇલ અપલોડ કરતા પહેલા તેમના કલર્સ તથા ડિઝાઇન્સ ઉમેરી શકે છે.
સૌથી વિખ્યાત કલાકારો પૈકીના એક લિયોનાર્ડો દ વિન્સીના જન્મતિથિ ઉપરાંત વર્લ્ડ આર્ટ ડે વિવિધ કલાકારોના પ્રદાનને સન્માનિત કરવા તેમજ દરેકના જીવનમાં તેના મહત્વને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે ઊજવવામાં આવે છે. ઓટો ઉદ્યોગમાં વાહનની ઓળખ તથા બ્રાન્ડ પર આર્ટની મોટી અસર પડે છે. તે ઓટોમોટિવ ડિઝાઇન અને રચનાત્મકતાના જોડાણને સન્માનિત કરે છે તથા વાહનોને કળાની રચના તરીકે ઓળખે છે. આ ઉપરાંત તે પરિવહનનું માધ્યમ, ચતુરાઈ, ટેક્નોલોજીકલ સુધારા તથા સાંસ્કૃતિક ઉત્ક્રાંતિ દર્શાવે છે.
બીટુબી અને બીટુસી બજારોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે નેક્સઝુ મોબિલિટીએ ત્રણ મહત્વાકાંક્ષી ઇવી-સાયકલ્સ તૈયાર કરી છેઃ Rompus+, RoadLark અને Bazinga કિફાયતી કિંમતે ઉપલબ્ધ છે. સ્વદેશી ધોરણે તૈયાર કરાયેલી આ પ્રોડક્ટ્સ 95 ટકા સ્થાનિક સ્તરે તૈયાર કરાયેલી છે જેમાં ઇન-હાઉસ ડેવલપ્ડ પાવરટ્રેન સિસ્ટમ છે અને પૂણેમાં તેનું ઉત્પાદન થાય છે. નેક્સઝુ ઇવી-સાયકલ્સ ભારતીય ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે સાયકલિંગનો નવો ખ્યાલ રજૂ કરે છે તથા ટકાઉ પરિવહનની સીમાઓને વિસ્તારે છે.
૨૮ એપ્રિલના રોજ વ્યાપક શેરબજારમાં, BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે ૧.૩૪ ટકા અને ૦.૩૯ ટકાના વધારા સાથે બંધ થયા.
જાના સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક બંને વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષના સમયગાળા માટે એફડી પર 8.75% સુધીના વ્યાજ દર ઓફર કરી રહી છે.
અનંતના ભાઈ-બહેન, આકાશ અંબાણી અને ઈશા અંબાણી, હાલમાં રિલાયન્સના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે સેવા આપે છે. આકાશ રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન પણ છે, જે ગ્રુપની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસિસ શાખા છે.