નિધિ ફાઉન્ડેશનના ઉપક્રમે મેકઅપ આર્ટીસ્ટોનો સન્માન સમારોહ યોજાયો
સૈયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ ફાઉન્ડેસનના ઉપક્રમે તારીખ ૧૭/૧૨/૨૦૨૪ ના રોજ ઇન્ટરનેશનલ કક્ષાનો એવોર્ડ સમારોહ યોજાઈ ગયો
મહેશ એલ.સોની નખત્રાણા : સૈયાજી નગર ગૃહ (અકોટા) વડોદરા શહેર મધ્યે નિધિ ફાઉન્ડેસનના ઉપક્રમે તારીખ ૧૭/૧૨/૨૦૨૪ના રોજ ઇન્ટરનેશનલ કક્ષાનો એવોર્ડ સમારોહ યોજાઈ ગયો. જેમાં નિધિ પ્રોડક્ટની મેકઅપ સહિતની અન્ય પ્રોડક્ટ યુઝ કરતા ગુજરાત સહિત દેશભરના મેકઅપ આર્ટિસ્ટોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એવોર્ડ્સ વિતરણ સમારોહમાં જાણીતી ટીવી અભિનેત્રી રૂપાલી ગાંગુલી સહિત દેશની અનેક જાણીતી સેલિબ્રિટી હાજર રહી હતી.
એવોર્ડ સમારોહમાં મૂળ ભુજના પણ હાલે અમદાવાદ રહેતા દિપાબેન સોનીનું વિશિષ્ટ સન્માન ટીવી સીરિયલની જાણીતી અભિનેત્રી રુપાલી ગાંગુલી (અનુપમા ટીવી સિરિયલની એક્ટ્રેસ)ના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યું હતું .પ્રસ્તુત તસવીરમાં દિપાબેન સોની સાથે રૂપાલી ગાંગુલી દૃશ્યમાન થાય છે.
શ્રીમતી હીનાબેન મુકેશભાઈ ઓઝા, શહેનાઝબેન યાસીનઅલી વકીલ અને શ્રીમતી ચેતનાબેન પુનિતભાઈ ઓઝાનાં આર્થિક સહયોગથી અનાજકીટનું વિતરણ તા.૩૦/૦૪/૨૦૨૫ ને બુધવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર ભાવનગર ખાતે બાવન પ્રજ્ઞાચક્ષુ લાભાર્થીઓને કરવામાં આવ્યું.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."