Gujarati News Ahmedabad Express Logo
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • ઇન્ટરનેશનલ
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • પંજાબ
  • લૉગ ઇન/નોંધણી કરો
×
  • Gujarati News
  • ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા

ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. 

Ahmedabad November 18, 2025
ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા

ગુજરાતના ભલા માટે નીતિનભાઈ પટેલે AAPમાં જોડાવું જોઈએ: મનોજ સોરઠીયા

આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન પર વળતો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ખૂબ જ મજબૂત વ્યક્તિ છે. એમનું નિવેદન હતું કે આપ આવે કે જાપ આવે પાટીદારો ભાજપ સિવાય કોઈને મત આપવાના નથી. એનો મતલબ એવો થાય કે આજે નીતિનભાઈ અને સમગ્ર ભાજપ એવું મહેસુસ કરે છે કે પાટીદારો હવે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે.

આ અમારા માટે ગર્વની વાત છે. હું આજે ભાજપને અને નીતિનભાઈને કહેવા માગું છું કે આજે ગુજરાતમાં ભાજપના પાપને લીધે આમ આદમી પાર્ટીનો ઉદય થઈ રહ્યો છે. ભાજપે જે પાપ કર્યા છે પાટીદાર યુવાનો ઉપર જે ગોળીઓ વરસાવી, આજે ગુજરાતની અંદર ખેતી સાથે જોડાયેલો પાટીદાર સમાજ, વેપાર સાથે જોડાયેલો પાટીદાર સમાજ, તમામ મધ્યમ વર્ગ ભાજપની નીતિઓથી દુઃખી છે. હવે ભાજપના પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલા માટે માત્ર પાટીદાર સમાજ જ નહીં ગુજરાતના તમામ સમાજ આજે આમ આદમી પાર્ટી તરફ વળ્યા છે. નીતિનભાઈ જે ભાજપની વાત કરે છે એ ભાજપને જોઈને ખુદ નીતિનભાઈ દુઃખી છે. અનેકવાર તેમને જાહેરમાં પોતાની પાર્ટી ઉપર ચાબખા માર્યા છે અનેક વખત ભાજપના વિરોધમાં સ્ટેટમેન્ટ પણ આપ્યા છે. નીતિનભાઈ જાણે છે કે આજે આ પહેલા જેવી ભાજપ નથી રહી જેમાં એમના જેવા કુશળ નેતાઓ હતા. આજે ચાપલૂસી કરનારાઓ, ખુશામતખોરો મંત્રી બનીને બેઠા છે. ગુજરાતની જનતા સાથે કોઈને નિસ્બત નથી એવા લોકો ભાજપની અંદર નેતૃત્વમાં છે. જેનાથી નીતિનભાઈ પણ દુઃખી છે. 

પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ વધુમાં કહ્યું હતું કે, હું આપ સૌના માધ્યમથી નીતિનભાઈને પણ કહેવા માગું છું કે તમારા જેવા કુશળ વ્યક્તિએ આજે ગુજરાતની ભલાઈ માટે આમ આદમી પાર્ટીમાં આવવું જોઈએ. અમે તમને આવકારીએ છીએ અને આજે જે સ્થિતિ ગુજરાતની ભાજપે કરી છે એ સ્થિતિમાંથી ગુજરાતને બહાર લાવવાની જવાબદારી તમામ લોકો જે ગુજરાતનું ભલું ઈચ્છે છે તેમની છે. આજે ભાજપમાં ખૂબ જ અહંકાર જોવા મળે છે વારંવાર સમાજને લઈને પોતાનો ઇજારો હોય તેવું સાબિત કરવાની કોશિશ કરે છે કોઈ સમાજ કોઈ પોલિટિકલ પાર્ટીનો ઇજારો નથી હોતો. સમાજથી પાર્ટી હોય, સમાજથી સરકાર હોય, સમાજથી રાજ્ય હોય, સમાજથી દેશ હોય છેે.

કોઈ પાર્ટી એવું માનીને ચાલે કે આ સમાજનો અમારો ઇજારો છે તો મને એવું લાગે છે કે આ અહંકાર ભાજપને ભારે પડી રહ્યો છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો ઉદય આજે ગુજરાતની જનતાએ કર્યો છે. પાટીદાર સમાજમાં આજે ગોપાલ ઇટાલીયા જેવા નેતાને આખું ગુજરાત સ્વીકારે છે અને આખો પાટીદાર સમાજ ગોપાલ ઇટાલીયાના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે એટલે અમે આદર સાથે કહેવા માંગીએ છીએ કે ભાજપે આટલો અહંકાર છોડી દેવો જોઈએ. લોકોને તેમના ઘરે જઈને મળીને તેમની વેદના પીડા જાણવાનું રાખો. આમ આદમી પાર્ટી ગુજરાતના તમામ લોકોને સાથે જોડીને આગળ વધી રહી છે. મને પૂરો ભરોસો છે કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીની અંદર તમામ સમાજ આમ આદમી પાર્ટી સાથે જોડાઈને એક નવા નેતૃત્વ અને એક નવી પાર્ટીનો ઉદય કરવાની છે.
 

Share On Social Media

અન્ય સમાચારો પણ છે...

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે
ahmedabad
March 19, 2026

ઈસુદાન ગઢવીનો હુંકાર: ગુજરાતની 12,000 બેઠકો પર AAP મજબૂત ઉમેદવાર ઉતારશે

આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા
ahmedabad
March 18, 2026

ગાંધીનગર હચમચી ઉઠ્યું: વિધાનસભામાં બોમ્બની અફવા કે સત્ય? ધારાસભ્ય ચૈતર વસાવાએ માંગી કડક સજા

ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી. 

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી
ahmedabad
March 18, 2026

ચૂંટણી માટે 240 કરોડનું ફંડ પણ વિધાનસભામાં ચર્ચા કેમ નહીં? ગોપાલ ઇટાલીયાએ સરકારને ઘેરી

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે. 

Braking News

અક્ષરા સિંહે ઘુંઘરૂ પહેરીને જોરદાર ડાન્સ કર્યો, નવા ભોજપુરી ગીતનું ટીઝર બહાર આવ્યું
અક્ષરા સિંહે ઘુંઘરૂ પહેરીને જોરદાર ડાન્સ કર્યો, નવા ભોજપુરી ગીતનું ટીઝર બહાર આવ્યું
December 13, 2023

અક્ષરા સિંહનો લેટેસ્ટ વીડિયો રિલીઝ માટે તૈયાર છે. તાજેતરમાં જ અભિનેત્રીના આગામી ગીતનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ભોજપુરી ચાહકોને આ ક્લિપ ખૂબ જ પસંદ આવી રહી છે. વીડિયો પરથી તમે અનુમાન લગાવી શકો છો કે અક્ષરા ફરી એકવાર તેના ફેન્સને દિવાના બનાવવા જઈ રહી છે.

Advertisement
Advertisement

વિડિયો

લીમડા ચોક વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી સમયસર આવતું નથી

View More

Featured Event

Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
Smart Phone Vivo X90 pro-Vivo X90: Vivoએ ભારતમાં પ્રભાવશાળી સ્પેક્સ સાથે X90 અને X90 Pro સ્માર્ટફોન લોન્ચ કર્યો
April 27, 2023
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
મીઠી સફળતા: કેવી રીતે Artificial Sweeteners વજન ઘટાડવાના પ્રયત્નોમાં મદદ કરે છે
June 26, 2023
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
ચૂંટણી પંચે 8 લાખ નવા EVMનો ઓર્ડર આપ્યો, 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી
April 30, 2023
View More
  • લાઇફસ્ટાઇલ
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • મનોરંજન
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • આજ ના દિવસ નો ઈતિહાસ
  • પોલિટિક્સ
  • અમદાવાદ એક્સપ્રેસ વિશેષ
  • અમદાવાદ એક્સપ્રેસ ઇન્ટરવ્યુ
  • વેબ સ્ટોરી
  • અમદાવાદ એક્સપ્રેસ મુદ્દાની વાત
  • હેલ્થ
  • ધર્મ
  • ટેક્નોલોજી
  • ગેજેટ
  • ઓટોમોબાઇલ ન્યૂઝ
  • વાયરલ ખબર
  • અમદાવાદ એક્સપ્રેસ બિઝનેસ આઈડિયા
  • સાયન્સ
  • અજબ ગજબ
  • એનિમલ
  • ફોટો ગેલેરી
  • એફઆઈઆર
  • પંજાબ
  • રાજસ્થાન
  • દિલ્હી
  • ઉત્તર પ્રદેશ
  • હરિયાણા
  • મધ્ય પ્રદેશ
  • છત્તીસગઢ
  • મહારાષ્ટ્ર
  • બીજેપી ન્યૂઝ
  • કોંગ્રેસ ન્યૂઝ
  • આપ ન્યૂઝ
  • જ્યોતિષ

Quick Links

  • About Us
  • Terms and Condition

Follow Us On Social Media

© 2026 All Rights Reserved By Ahmedabad Express